એક અમીર પિતા એના પુત્રને ગામડું જોવા લઈ ગયો. ત્યાં એક ખેતરમાં એક ગરીબ પરિવાર સાથે પિતા-પુત્ર થોડા દિવસ રહ્યા. પાછા ફરતી વખતે પિતાએ પુત્રને પૂછ્યું કે ગામડું કેવું લાગ્યું?
‘અરે, બહુ મજા આવી.’ દીકરાએ કહ્યું.
‘તેં જોયું, ગરીબ લોકો કેવી રીતે રહે છે?’ ‘
જોયું ને. આપણી પાસે એક ડૉગ છે, એમની પાસે ચાર છે. આપણી પાસે નાનકડો સ્વિમિંગ પૂલ છે, એમની પાસે આખી નદી છે. આપણા ઘરમાં શેન્ડેલિયર છે, એમના માથા પર તારાઓ ભરેલું આકાશ છે. આપણી પાસે એક બગીચો છે, એમની પાસે વિશાળ ખેતર છે. આપણે ખાવાનું મગાવીએ છીએ, એ લોકો ખાવાનું ઉગાડે છે.’
પિતા અચંબિત થઈને પુત્રને જોતો રહ્યો.
પછી પુત્રએ ઉમેર્યું: ‘થેન્ક યુ ડૅડી, મને હવે ખબર પડી કે આપણે કેટલા ગરીબ છીએ.’
***
ભારતમાં કોઈએ આની નોંધ લેવા જેવી છે અને એ દિશામાં કંઈક કરવા જેવું છે. આપણે ત્યાં કોટા (રાજસ્થાન)માં કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચોંકાવનારી ગતિએ વધી ગયું છે, કંઈક એવું જ બ્રિટનની યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલમાં ૨૦૧૮માં થયું હતું. ત્યાં ભણવા અને કામસંબંધી સ્ટ્રેસમાં આવીને ૧૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. કોટાના વિદ્યાર્થીઓની જેમ આ છોકરાઓ પણ સારા માર્ક્સ લાવવાના દબાવમાં હતા અને શિક્ષકો તરફથી એમને સરખો સપોર્ટ મળતો નહોતો (ફિઝિક્સની એક વિદ્યાર્થિનીના કિસ્સામાં તો એના પેરન્ટ્સે કોર્ટમાં કેસ કર્યો હતો અને યુનિવર્સિટીએ ૫૦,૦૦૦ પાઉન્ડનું વળતર ચૂકવવું પડ્યું હતું).
યુનિવર્સિટીના સત્તાવાળાઓએ અને સરકારી પ્રશાસને વિદ્યાર્થીઓના સ્ટ્રેસની સમસ્યા હલ કરવા એમનાથી બનતાં પગલાં ભર્યાં હતાં, પરંતુ ત્યાં યુનિવર્સિટીમાં સાઈકોલૉજીના એક પ્રોફેસર બ્રુસ હૂંડે વિદ્યાર્થીઓને સુખનું સાયન્સ સમજાવવાનું નક્કી કર્યું. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં ત્યારે સાઈકોલૉજી ઍન્ડ ગુડ લાઈફ નામનો એક કોર્સ લોકપ્રિય થયો હતો, એના પરથી પ્રેરણા લઈને પ્રોફેસર હૂડે બ્રિસ્ટોલમાં ધ સાયન્સ ઑફ હપ્પિનેસ નામથી નિઃશુલ્ક લેક્ચર્સ લેવાનું શરૂ કર્યું.
Diese Geschichte stammt aus der August 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...