પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
Chitralekha Gujarati|September 09, 2024
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?

નિ-રવિ આવે એટલે ઘરની બહાર નીકળી જનારા લોકોની સંખ્યા વધી રહી છે. એમાંય આગળ-પાછળ એકાદ રજા આવી તો વચ્ચે એક ખાડો લઈ મિની વૅકેશન બેને બદલે ચાર દિવસ સુધી લંબાવી ક્યાં નથી શકાતું? કોરોનાની આપત્તિએ માનવીને પ્રકૃતિની મહત્તા વિશે બરોબરનો પાઠ ભણાવી દીધો છે. ઑક્સિજનનો એક બાટલો મેળવવા કેવી દોડધામ કરવી પડતી હતી એ દિવસો લોકો હજી ભૂલ્યા નથી.

આ જ કારણે કૉન્ક્રીટનાં જંગલથી બહાર નીકળી પ્રકૃતિનો આનંદ માણવાની વૃત્તિ હમણાં બહુ વધી છે. અગાઉ પણ શ્રાવણ-ભાદરવા મહિનાના તહેવારોની રજામાં કુદરતના ખોળે જનારા લોકોનો એક વર્ગ હતો જ. હવે લોકો પાસે અગાઉ કરતાં વધારે પૈસા આવતા થયા છે અને સામાજિક વ્યવહાર ઓછા થયા છે. સરવાળે ઘણા પરિવાર આવી છુટ્ટી પાછળ ખર્ચ કરી શકે છે અને કરે પણ છે.

લીલાછમ ડુંરાને ચીતા રસ્તા પર સફરની મજા જ કંઈક ઔર છે. આ અનુભવ કરવો હોય તો બસ, નીકળી પડો...

અષાઢ અને શ્રાવણ એ વરસાદના બે મુખ્ય મહિના પૂરા થવામાં છે. સારા વરસાદથી સૌરાષ્ટ્ર-ગુજરાતનાં મોટા ભાગનાં જળાશયો નવી જળરાશિથી છલોછલ છે, નદીઓ ખળખળ વહી રહી છે, ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે. એકંદરે આકરી ગરમી બાદ હવે મનને ઠંડક થાય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ મસ્ત વાતાવરણનો આનંદ માણવા લોકો ઊમટી રહ્યા છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદને કારણે હરિયાળી છવાઈ ગઈ છે અને એની વચ્ચેથી વહેતી નદીઓ બે કાંઠે છલકાઈ રહી છે. પછી તો લોકો ઘરમાં કેમ પુરાઈ રહે?

સૌરાષ્ટ્રની વાત કરીએ તો યુવાનો હવે ટ્રેકિંગ માટે કેરળ કે સિક્કિમ સુધી જવાને બદલે સાપુતારા, નર્મદા જિલ્લો, બરડો ડુંગર, ગિરનારના ડુંગર, હિંગોળગઢ (જસદણ), ઓસમ ડુંગર (રાજકોટ જિલ્લો-ધોરાજી પાસે) સહિતનાં સ્થળ પસંદ કરી રહ્યા છે. આવવા-જવા માટે વધુ દિવસોનું પ્લાનિંગ ન કરવું પડે અને પ્રકૃતિનો ખરો આનંદ માણી શકાય એ માટે ગુજરાતીઓ આ સ્થળો વધુ પસંદ કરી રહ્યા છે. એમ તો છેલ્લાં ત્રણેક વર્ષથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પણ ટ્રેકિંગ અને ફૅમિલી નૅચર કૅમ્પ વધુ થઈ રહ્યાં છે.

Diese Geschichte stammt aus der September 09, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 09, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 Minuten  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 Minuten  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 Minuten  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 Minuten  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 Minuten  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 Minuten  |
November 18, 2024
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
Chitralekha Gujarati

જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ

સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.

time-read
5 Minuten  |
November 25, 2024
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
Chitralekha Gujarati

સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!

હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.

time-read
2 Minuten  |
November 18, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.

time-read
1 min  |
November 18, 2024