જે થયું અને એ પછી પોતાની સરકારે જે ઠાગાઠેયા કર્યા એની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવા પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બળાત્કાર માટે અપરાધીને મોતની સજા ફરમાવતો ખરડો વિધાનસભામાં પસાર કરાવ્યો છે.
કોલકાતાની સરકારી હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ સાથે સંકળાયેલી મહિલા તબીબ પર બળાત્કાર કર્યા બાદ એની હત્યા થઈ, એના કલાકો પછી એ મહિલાના પરિવારજનોને ઘટના વિશે અંધારામાં રાખવામાં આવ્યા હોવા છતાં એ માટે જેની નૈતિક જવાબદારી હતી એ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલને મમતા સરકારે થાબડભાણાં કરતી હોય એમ વધુ મોટી હૉસ્પિટલમાં એમની બદલી કરી. એ પછી નિર્લજ્જતાની હદનું ઔર એક પગથિયું નીચે ઊતરતાં હોય એમ મમતાએ પક્ષનાં મહિલા સાંસદો સાથે કોલકાતાની સડક પર આવી પેલી મહિલા તબીબ માટે ન્યાયની માગણી કરી. બંગાળનાં મુખ્ય મંત્રી અને ગૃહપ્રધાન તરીકે એ કામ ખરેખર તો મમતાનું પોતાનું હતું!
મહિનો થવા આવ્યો હોવા છતાં બંગાળના કેટલાક તબીબોએ એમનું આંદોલન ચાલુ રાખ્યું છે.
હજી આ મામલો ઠંડો પડતો નથી અને બંગાળના તબીબોએ એમનું આંદોલન ચાલુ રાખ્યું છે એટલે મમતાએ નવું ગતકડું કર્યું: બળાત્કારનો ગુનો સાબિત થાય એને સજા-એ-મોત આપતો ખરડો એમણે વિધાનસભામાં મૂક્યો, જેથી હવે પછી કેસમાં કંઈ પણ વિલંબ થાય તો પોતે સિફતથી કેન્દ્ર સરકારને ખો આપી શકે. સર્વોચ્ચ અદાલતે આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈને સોંપી દીધી છે એટલે બંગાળ સરકારનો ઘોડો આમ પણ છુટ્ટો જ છે.
બળાત્કાર અને હત્યાના અતિ અસામાન્ય કહી શકાય એવા કિસ્સા (ફૅરેસ્ટ ઑફ રૅર કેસ)માં અત્યારે પણ આપણે ત્યાં ફાંસી એટલે કે મોતની સજા આપવાની જોગવાઈ છે. ૨૦૧૦ના દાયકામાં પહેલાં કોલકાતા ને ત્યાર બાદ દિલ્હીના નિર્ભયા કેસમાં ગુનેગારોને ફાંસી આપવામાં પણ આવી હતી એટલે આમ જોઈએ તો બંગાળ સરકારે પસાર કરાવેલા ખરડાનો અર્થ નથી. બંગાળના રાજ્યપાલ એને મંજૂરી આપશે તો પણ આ ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ જશે. સવાલ એ છે કે કેન્દ્રીય સ્તરે એક કાયદો અસ્તિત્વમાં હોય તો રાજ્ય સરકારે અલગથી એ જ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર છે ખરી?
Diese Geschichte stammt aus der September 16, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 16, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.