સમાજને સાંત્વન આપતું સંઘર્ષનું સરનામું
Chitralekha Gujarati|September 30, 2024
પોલિયોગ્રસ્ત મોટી બહેનને ચાલતી કરવાનાં નાની બહેનનાં ત્યાગ-સમર્પણમાંથી સર્જન થયું એક સંસ્થાનું, જ્યાં આજે પિસ્તાલીસ જેટલી દિવ્યાંગ દીકરીને ન માત્ર છત્ર મળે છે, બલકે ભણતર-ગણતર સાથે રમતગમતની તેમ જ પગભર થવાની તાલીમ પણ મળે છે.
ધીરુ પુરોહિત
સમાજને સાંત્વન આપતું સંઘર્ષનું સરનામું

નોખી-અનોખી, લાગણીનીતરતી સત્ય કથાનાં મૂળિયાં છે અમરેલી જિલ્લામાં. કવિ કલાપીના લાઠી નજીકનું પાડરશિંગા ગામ. અહીં રહેતા હરજીભાઈ પરમાર પરિવારનું પોષણ કરવા સાઈકલનું પંક્ચર રિપેર કરતા. રોજનું કમાવાનું ને રોજનું ખાવાનું. પત્ની દિવાળીબહેન જેમ-તેમ કુટુંબનો ગુજારો કરે. પરમારપરિવારમાં ચાર દીકરી. એમાંની એક, નીલમના બન્ને પગ વળીને શરીર સાથે ચોંટેલા, પોલિયોગ્રસ્ત સ્થિતિમાં હતા. બાળપણથી આવી સ્થિતિ ધરાવતી નીલમને લઈને પિતા અનેક હૉસ્પિટલમાં ફર્યા, પણ પરિણામ શૂન્ય... કુટુંબની સૌથી નાની દીકરી રેખાથી પિતાની વેદના, સ્થિતિ સહન થતી નહોતી. એણે મોટી બહેન નીલમને ચાલતી કરવાની પ્રતિજ્ઞા લીધી.

એક દિવસ રેખાને ખબર પડી કે રાજસ્થાનના ઉદયપુરમાં બહેન નીલમ જેવા દિવ્યાંગોને સાજા કરવા એક સંસ્થા કાર્યરત છે. તરત એ ૧૫૦૦ રૂપિયા અને બહેનને લઈને નીકળી પડી ઉદયપુરની વાટે... પછી? પછી શું થયું?

જવાબ આપતાં રેખા પરમાર પ્રિયદર્શિનીને કહે છેઃ એક તો અમે બન્ને બહેનો પહેલી વાર ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતાં હતાં. જૂનાગઢથી અમદાવાદ અને ત્યાંથી ઉદયપુર જતી ટ્રેન લેવા કાળુપુર સ્ટેશને રાતે કલાકો સુધી બેસી રહેવું પડે. નીલમબહેનને વૉશરૂમ સુધી લઈ જવી, એને ખવડાવવાનું, બે હાથે ઊંચકીને એને ટ્રેનમાં ચડાવવાની, એ માટે હાથ જોડી લોકો પાસે મદદ માગવાની... ટ્રેનમાં બેસી જવાય પછી ગાડી ચાલે ત્યારે હાશકારો થાય. જેમ-તેમ આખી રાતની મુસાફરી કરી અમે ઉદયપુર પહોંચ્યાં તો પહેલાં તો નારાયણ સેવા સંસ્થાના દરવાને અંદર પ્રવેશવાની જ ના પાડી દીધી. જો કે ખૂબ લાંબેથી આવ્યાં છીએ એવી ખબર પડતાં એણે પ્રવેશ આપ્યો અને અમારો વારો જલદી આવ્યો. ત્યારે ખબર નહોતી કે પ્રક્રિયા ખૂબ લાંબી ચાલશે.’

નીલમનું ઑપરેશન તો થયું, પણ દર ૧૫થી ૩૦ દિવસે તબક્કાવાર ત્યાં ફોલોઅપ માટે જવું પડતું. એક વર્ષ સુધી આ કપરો ક્રમ ચાલુ રહ્યોઃ અમરેલીથી જૂનાગઢ, ત્યાંથી અમદાવાદ, અમદાવાદથી ઉદયપુર જવાનું. કાળુપુર સ્ટેશને પ્લૅટફૉર્મ બદલવાનાં, ટ્રેન બદલવાની, એ પણ સામાન અને પ્લાસ્ટરવાળા પગે ચાલી ન શકે એવી સ્થિતિમાં બહેન સાથે. આ પરિસ્થિતિમાં જતાં-આવતાં અનેક વાર બન્ને બહેનોને રડવું આવી જતું, પણ આત્મવિશ્વાસ અને હિંમત વધતાં જતાં હતાં.

Diese Geschichte stammt aus der September 30, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 30, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
Chitralekha Gujarati

આપણે કોની પાછળ ભાગીએ છીએ?

આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.

time-read
2 Minuten  |
October 07, 2024
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?

હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...

time-read
5 Minuten  |
October 07, 2024
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
Chitralekha Gujarati

સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ

સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.

time-read
5 Minuten  |
October 07, 2024
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
Chitralekha Gujarati

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

time-read
5 Minuten  |
October 07, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.

time-read
1 min  |
October 07, 2024
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
Chitralekha Gujarati

હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!

લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.

time-read
5 Minuten  |
September 30, 2024
પુરાની ફિલ્મો લાવી નવી બસંત!
Chitralekha Gujarati

પુરાની ફિલ્મો લાવી નવી બસંત!

પુરાણી ફિલ્મોને ફરી રિલીઝ કરવા પાછળનું ગણિત શું છે?

time-read
2 Minuten  |
September 30, 2024
બાળકને બાળકની જેમ મોટાં થવા દો...
Chitralekha Gujarati

બાળકને બાળકની જેમ મોટાં થવા દો...

સોશિયલ મિડિયાએ આપણાં બચ્ચાંઓનું બાળપણ છીનવી લીધું છે અને એમના માટે અપાર સમસ્યા ઊભી કરી છે.

time-read
3 Minuten  |
September 30, 2024
પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?
Chitralekha Gujarati

પ્રેગ્નન્સીમાં ક્યારે-કેવા ડેવા આવી શકે પ્રોબ્લેમ્સ?

ગર્ભાશયમાં ‘ફાઈબ્રોઈડ’ની બહુ ગાંઠ હોય તો એનો ઈલાજ હવે સરળ છે.

time-read
3 Minuten  |
September 30, 2024
પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.
Chitralekha Gujarati

પિતૃતર્પણ રૂપે પીરસો આ વ્યંજન.

સોળ દિવસના શ્રાદ્ધપક્ષ દરમિયાન પૂર્વજોની તૃપ્તિ માટે શું શું બનાવી શકાય?

time-read
3 Minuten  |
September 30, 2024