ડિયર નૅચર,
મહારાષ્ટ્રના ગોંડ આદિવાસીઓમાં એક પ્રથા છે. નવાં નવાં પરણેલાં યુગલ હોય એ જોડાજોડ રહે અને આકાશ ભણી નજર કરે. એમણે તારાની એક જોડ શોધવાની. બહુ મજાની આ પ્રથા છે, પણ એ હવે ખતરામાં છે, કારણ કે આકાશ જ હવે એટલું ચોખ્ખું રહ્યું નથી. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો સર્કિટનો ડાયલોગ યાદ કરો. આકાશ તરફ જોઈ સર્કિટ છૂટાછવાયા તારલાઓમાં પિતા અને ચાચુને ઓળખે છે, પણ માની વાત આવે છે ત્યારે કહે છેઃ મા નહી દિખતી. ભાઈ, મુંબઈ મેં CCC બઢ ગયા હૈ...
વાત સાવ સાચી છે. રાત્રે આકાશમાં જોઈએ તો હવે તારા સ્પષ્ટ નજરે પડતા નથી. એનું એકમાત્ર કારણ છે પ્રકાશનું પ્રદૂષણ.
પ્રકાશનું પ્રદૂષણ? કોઈને પણ આવો પ્રશ્ન પૂછો તો એમને આશ્ચર્ય થાય, પણ આ વાસ્તવિકતા છે. આજના આધુનિક સમયની આ વાસ્તવિકતા છે. આપણે પ્રકાશનો એટલી હદે બેફામ ઉપયોગ કરવા લાગ્યા છીએ કે એને કારણે પક્ષીઓ જ નહીં, આપણી જિંદગી પર સુદ્ધાં એની અસર થવા લાગી છે. દુનિયાભરમાં એ વિશે વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે. એમાંથી ઘણાએ પ્રકાશના પ્રદૂષણ સામે લાલબત્તી ધરવી પડી છે. એક સંશોધન કહે છે કે લાલ રંગનો પ્રકાશ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. એ કારણે દુનિયાના કેટલાક દેશોમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ સફેદ કે પીળો નહીં, પણ લાલ જોવા મળી રહ્યો છે. નેધરલૅન્ડ્સ (હોલૅન્ડ)ના ન્યુરૂપ શહેરમાં બધે રસ્તા પર લાલ લાઈટ છે અને એ દુનિયાનું સૌથી પહેલું આવું શહેર બની ગયું છે. આ લાઈટ ઓછું ઉત્સર્જન કરે છે.
યાદ કરો, તારા દેખાય એવું ચોખ્ખું આકાશ છેલ્લે તમે ક્યારે જોયું હતું?
Diese Geschichte stammt aus der October 07, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 07, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.