ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
Chitralekha Gujarati|October 21, 2024
ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?
કેતન મિસ્ત્રી
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?

ત્તર પ્રદેશની રાજધાની કાનપુર. એક દિવસ શહેરની મહિલાઓમાં, ખાસ તો રૂપ નીતરતો ચહેરો ને ઝગારા મારતી ત્વચા પામવાનાં અરમાન રાખતી આધેડ વયની મહિલાઓમાં ખળભળાટ મચી જાય છે. શહેરના હાર્દ સમા વિસ્તારમાં રિવાઈવલ નામનું એક બ્યુટી સેન્ટર ખૂલ્યું છે, જેના માલિકોના કહેવા મુજબ, અહીં આપવામાં આવતી ટ્રીટમેન્ટનાં મશીન અમે ઈઝરાયલથી મગાવ્યાં છે. આ ચમત્કારિક ઈમ્પોર્ટેડ મશીનની મદદથી તમે ૬૦ વર્ષની વયે પચ્ચીસના દેખાઈ શકો એવો સેન્ટરનાં માલિક, જુવાન દંપતી રશ્મિ અને રાજીવ દુબેનો દાવો હતો. પચપનમાં બચપન જેવા દેખાવાનાં છ હજારથી લઈને નેવું હજાર રૂપિયાનાં પૅકેજ આપવામાં આવ્યાં. ઉંમર કેટલી ઘટાડવી છે, કેટલી સેશન લેવી છે એના આધારે પૈસા લેવામાં આવ્યા. આવાં બ્યુટી પૅકેજ, ટ્રીટમેન્ટ લેવા માટે રીતસરનો ધસારો થયો.

હેમા માલિની અને રેખા ગણેશન્ સિત્તેર વટાવી ગયેલાં લોકો કોઈ પણ વયજૂથના મુકાબલે સૌથી વધારે રાજી રહેતાં હોય છે, પણ...

થેરાપી શરૂ થઈ ગઈ, પણ સબૂર. આ શું? મહિનાઓ સુધી થેરાપી લીધા પછી પણ ઉંમરમાં કંઈ ઘટાડો થયો નહીં. ચહેરો, લબડી ગયેલી ચામડી, વગેરે બધું જેમ ને તેમ હતાં. એ પછી લોકોએ બ્યુટી સેન્ટરને બદલે પોલીસસ્ટેશનનાં ચક્કર લગાવવા માંડ્યાં. રેણુ નામનાં એક મહિલાએ કહ્યું કે એમણે તો જુદી જુદી થેરાપી માટે સાડા દસ લાખ રૂપિયા આપ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી તો રશ્મિ-રાજીવ ગાયબ! રેણુબહેન જેવાં કંઈકેટલાં સ્ત્રી-પુરુષોને આશરે પચ્ચીસ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને બન્ને વિદેશ જતાં રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.

હવે જરા આ જુઓ...

ગયા મહિને એક અમેરિકન ફિલ્મ ધ સબ્સ્ટન્સ રિલીઝ થઈ. વાર્તાનો ટૂંકસારઃ એલિઝાબેથ સ્પાર્કલે (ડેમી મૂર) એક સેલિબ્રિટી છે. લોકપ્રિય ટીવીચૅનલ પર એની જૉબ છે. એક દિવસ એલિઝાબેથને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. કારણ? હવે એની ઉંમર ઢળી રહી છે. એલિઝાબેથ નોકરી ટકાવવા મરણિયા પ્રયાસ કરે છે. એને સબ્સ્ટન્સ નામના કોઈ ભેદી, એક્સપરિમેન્ટલ ડ્રગ વિશે ખબર પડે છે. ડ્રગ બનાવનારનો દાવો છે કે એ તમને જુવાન બનાવી દેશે. યુવાની પાછી મેળવવા એલિઝાબેથ સબ્સ્ટન્સ લે છે, જે કામચલાઉ તો કામચલાઉ, એનું યંગર વર્ઝન, સ્યુ (માર્ગારેટ ક્વાલી) તૈયાર કરે છે... પણ થોડા સમય બાદ ડ્રગની સાઈડ ઈફેક્ટ થવા માંડે છે, જે ફિલ્મને હોરરની શ્રેણીમાં મૂકી આપે છે.

Diese Geschichte stammt aus der October 21, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 21, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 Minuten  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 Minuten  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 Minuten  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 Minuten  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 Minuten  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 Minuten  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 Minuten  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 Minuten  |
December 30, 2024