પરંપરા, જવાબદારી અને કપરા સંજોગો પાર કરીને એમણે પોતાના માટે એક નવો માર્ગ શોધ્યો. વાત છે અમદાવાદમાં રહેતાં શિરિનબહેન સોનીની. અત્યારે એમની ઉંમર છે ૬૬ વર્ષ.
શિરિનબહેન માટે કહી શકાય કે એમણે જાણે પાછલી ઉંમરે નવેસરથી જિંદગી જીવવાનું શરૂ કર્યું છે. જુઓને, ૫૮ વર્ષની ઉંમરે એ ભરતનાટ્યમ જેવું અઘરું ગણાતું ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં વિશારદ મેળવી એમએ પાર્ટ વનની પરીક્ષા પણ આપી. ૬૨ની ઉંમરે એમણે ભરતનાટ્યમની સાથે જ કથક શીખવાનું પણ શરૂ કર્યું તો વળી ૬૫ વર્ષે બાળપણના સપનાને જીવંત કરી સ્વિમિંગ શીખી સ્ટેટ લેવલની ચૅમ્પિયનશિપ જીતી. જીવનમાં અનેક અડચણ આવી, પરંતુ શિરિનબહેને અડગ રહીને ઉંમરના છ દાયકા પૂર્ણ કરીને પણ પોતાના સપનાને વેગ આપ્યો.
અમદાવાદ જ જેમની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી એવા શહેરના જાણીતા સિવિલ એન્જિનિયર વિષ્ણુભાઈ સોનીનું પ્રથમ સંતાન એટલે શિરિન. માતા પ્રમોદાબહેન એક ઉમદા ગૃહિણી. શિરિનના જીવનની શરૂઆત એવા પરિવારમાં થઈ જ્યાં પરંપરા અને અનુશાસનનું ખૂબ મહત્ત્વ.
કોણ કહે છે, નવું શીખવાની કોઈ ઉંમર હોય છે. સાઠીમાં પ્રવેશવાની વેળાએ શિરિનબહેને નૃત્યકળામાં પારંગત બનવાનું વિચાર્યું અને એ પછી સ્વિમિંગ પણ શીખ્યાં.
શિક્ષણમાં શિરિનને બહુ ચિ. અમદાવાદની એચ.એલ. કૉમર્સ કૉલેજમાંથી સ્નાતક થયા પછી એમને આગળ ભણવાની અભિલાષા પણ હતી, પરંતુ પિતાના કહેવાથી ૨૧ વર્ષની ઉંમરે શિરિનબહેનનાં લગ્ન અમદાવાદમાં જ રહેતા અને એક ખાનગી કંપનીમાં કામ કરતા જિતેન્દ્રભાઈ સોની સાથે થયાં. સાસરીમાં ૭૦ વ્યક્તિના સંયુક્ત પરિવારમાં એ ખૂબ સહજતાથી ભળી ગયાં. લગ્નના ટૂંકા ગાળામાં જ એક દીકરી હરિતા અને પુત્ર અલ્પેશનાં માતા બન્યાં. પછી તો એ પત્ની, પુત્રવધૂ અને માતાની ભૂમિકા નિષ્ઠાથી નિભાવતાં રહ્યાં. હંમેશાં પરિવારને પ્રાથમિકતા આપવાને કારણે એ ક્યારેય પોતાનાં શોખ અને સપનાંને વાચા ન આપી શક્યાં.
Diese Geschichte stammt aus der November 25, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 25, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.