થોડા દિવસ પહેલાં અમારા ઘરે મહેમાન આવ્યા સાથે તેમનો ૬ વર્ષનો દીકરો નંદન પણ હતો. તેણે આઈસક્રીમની માગણી કરી, જ્યારે ઋતુ તો ઠંડકની ચાલતી હતી. પછી મેં ના પાડી ત્યારે તેણે ગુસ્સામાં ડાઈનિંગ ટેબલ પર પડેલી કિંમતી પ્લેટ તોડી નાખી અને પોતાની મા આગળ આળોટીને આઈસક્રીમની જિદ કરવા લાગ્યો. મને તેની આ હરકત બિલકુલ ન ગમી. જો આ સમયે મારું બાળક હોત તો મેં ક્યારની તેની ધોલાઈ કરી દીધી હોત, પરંતુ તે મહેમાન હતા, તેથી હું ચુપ રહી. મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેના આ તોફાનને મસ્તી માનીને તેની મા હસતી રહી.
અચાનક મારા મોંમાંથી નીકળ્યું કે બાળકને એટલી પણ છૂટ ન આપવી જોઈએ કે તે પોતાની જિદમાં તોડફોડ કરવા લાગે અથવા બીજા આગળ પોતાના માબાપને શરમમાં મૂકે.
ત્યારે મારા આ સંબંધીએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લેતા કહ્યું, ‘‘કોઈ વાત નહીં બહેન, મારા બાળકે કંઈક તોડી નાખ્યું તો શું થયું? અમે તમારા ઘરે આવી પ્લેટ મોકલાવી દઈશું.
તેના પપ્પા પોતાના આ લાડકા માટે જ કમાય તેમની વાત સાંભળીને હું સમજી ગઈ કે બાળકના જિદ્દી હોવા માટે ગુનેગાર આ બાળક નહીં, પરંતુ તેના માતાપિતા છે, જેમણે તેને આટલો માથે ચઢાવીને રાખ્યો છે. હકીકતમાં, આપણા સમાજમાં એવા માતાપિતા હોય છે, જેમના માટે પોતાના બાળકથી વહાલું બીજું કોઈ નથી હોતું. ભૂલ તેમના બાળકની હોય, તેમ છતાં તે તેના માટે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે પણ ઝઘડી પડે છે. જ્યારે માતાપિતા પોતાના બાળકની દરેક યોગ્ય અયોગ્ય માગણી પૂરી કરતા હોય તો પરિણામ એ આવે છે કે બાળક જિદી બની જાય છે. બાળકને બગાડવા અને જિદ્દી બનાવવામાં માતાપિતાની ભૂમિકા સૌથી વધારે રહે છે. જોકે હકીકતમાં, આ એક રીતે તો તેમના ઉછેરની નિષ્ફળતાનું સૂચક હોય છે.
ધ્યાન રાખો
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આ પ્રકારના બાળકો જે બાળપણથી જિદ્દી હોય છે. ત આગળ જતા પોતાનો સ્વભાવ નથી બદલી શકતા. માતાપિતા વધારે પડતા લાડપ્રેમમાં તેમની દરેક જિદ પૂરી કરતા હોય છે, પરંતુ સમાજ તેમની હરકતોને સહન નથી કરી શકતો. આવા બાળકો મોટા થઈને ગુસ્સેલ અને ઝઘડાખોર સ્વભાવના બની જાય છે. તેથી તમે ઈચ્છો કે તમારા બાળકનું ભવિષ્ય આનંદમય રહે અને જીવનભર તે વ્યવહારકુશળ રહે તો તેને જિદ્દી બનતા અટકાવો.
Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો