ભારતને પોતાની વિવિધતા અને પૂરું વર્ષ જાતિધર્મના લોકો દ્વારા ઊજવવામાં આવતા વિવિધ તહેવારના લીધે ઓળખવામાં આવે છે. વર્ષમાં ઘણી વાર આ તહેવાર ઊજવવા માટે પરિવાર, સગાંસંબંધી અને મિત્રો સાથે ભોજન ક૨વા ભેગા થાય છે. ખાતાપીતા હોય છે અને મોજમસ્તી કરતા હોય છે. આવું ઘરે, રેસ્ટોરન્ટ અથવા બારબેક્યૂમાં થતું હોય છે. આમ તો સાથે મળીને ખાવાપીવાના ઘણા લાભ છે, પરંતુ સૌથી મોટો લાભ સામાજિક મિલન મુલાકાતનો છે, જે માનસિક સ્વાસ્થ્ય અને ખુશહાલી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
તહેવારના પ્રસંગે આપણે માત્ર સારી અને ખાસ વાનગી વિશે વિચારીએ છીએ, પરંતુ તહેવાર અને રજાના સમયે આપણે બધા કેટલીક ભૂલો કરીએ છીએ. આપણે સ્વાસ્થ્યવર્ધક આહારના બદલે વધારે પ્રમાણમાં ભોજન, મીઠાઈ, પ્રોસેસ્ડ ફૂડ વગેરેનું સેવન કરીએ છીએ અને તેના લીધે આપણા શરીરમાં કેલરીની વધારે માત્રા પહોંચી જાય છે.
વધારે કેલરીયુક્ત ભોજનનો અર્થ છે વધારે પ્રમાણમાં ફેટ, શુગર, વધારે કંસન્ટ્રેટેડ ડ્રિંક્સ તથા વધારે મીઠાયુક્ત એટલે કે સોડિયમથી ભરપૂર ભોજનનું સેવન. આ સ્થિતિમાં જે સામાન્ય સમસ્યા સામે આવે છે, તેમાં મુખ્ય છે : વજન વધવું અથવા પાચન સંબંધિત સમસ્યા જેમ કે એસિડિટી, ગેસ્ટ્રાઈટિસ, કબજિયાત, શરીરમાં પાણીની ઊણપ થવી વગેરે.
તહેવાર પૂરા થયા પછી વજન ઘટાડવાને લઈને વધી રહેલી ચિંતા વાસ્તવમાં વજનને વધારે છે, કારણ કે ચિંતાના લીધે ભૂખનો અહેસાસ વધારતા હોર્મોન્સ વધારે બનવા લાગે છે. તેથી તહેવારની સીઝનમાં કેટલીક સાવચેતી સાથે આ ખાસ પળનો આનંદ માણો. તેથી આવનારા તહેવારને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલાક સરળ ઉપાયની જાણકારી આપી રહ્યા છીએ.
ખાલી પેટ રહેવાથી બચો
દિવસની સ્વસ્થ અને સંતુલિત શરૂઆત માટે બ્રેકફાસ્ટમાં આખું અનાજ, લો ફેટ પ્રોટીન તથા ફળનું સેવન કરો. કોઈને મળવા માટે ખાલી પેટ ન જતા ભરેલા પેટે જશો તો ફેસ્ટિવ ટ્રીટ્સના નામે ગમે તે ખાઈ લેવાથી બચી શકશો.
ઘણી વાર એવું થાય છે કે વાનગીનો આનંદ માણવા માટે આપણે મીલ્સને સ્કિપ કરીએ છીએ અને તેના લીધે ઓવરઈટિંગ પણ થઈ જાય છે. ખાલી પેટ હોવાથી સેરોટાનિનનું લેવલ ઘટી જાય છે. તેથી જ્યારે પણ કંઈ ખાધાપીધા વિના લાંબા સમય સુધી રહીએ છીએ ત્યારે સ્ટ્રેસ વધવા લાગે છે અને અહીંથી કંઈ ને કંઈ ખાતા રહેવાની શરૂઆત થાય છે અને આપણે જરૂર કરતા વધારે ભોજન પેટમાં ઠાંસી લઈએ છીએ.
Diese Geschichte stammt aus der October 2022-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 2022-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...