મેળ વિનાના લગ્ન આ રીતે બેસાડો તાલમેલ
Grihshobha - Gujarati|January 2024
કોઈ પણ લગ્ન સંબંધમાં એકબીજા સાથે તાલમેલ બેસાડવો જરૂરી હોય છે, પરંતુ જ્યારે લગ્ન મેળ વિનાના બની જાય અને પછીથી સંબંધ વણસવા લાગે, તો શું કરવું જોઈએ, જેનાથી લગ્નજીવન સુંદર બને...
બીના શર્મા
મેળ વિનાના લગ્ન આ રીતે બેસાડો તાલમેલ

યુવાનીના દરવાજા પર પગ મૂકી રહેલી દીક્ષાને હવે દુનિયા ખૂબ સુંદર લાગતી હતી અને હવે પછીની જિંદગી માટે તેણે અનેક સપના સજાવી રાખ્યા હતા.

સમૃદ્ધ આર્મી ઓફિસરના પરિવારની સુંદર દીક્ષા એમ.એ. કરતી હતી. અંગ્રેજીના નવાજૂના લેખકોના પુસ્તકને વાંચવા દીક્ષાની હોબી હતી. તેને ગમતા પુસ્તક જે બુકશોપ પર મળતા હતા, ત્યાં બધા તેને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. ત્યાં તેની મુલાકાત અમર સાથે થઈ હતી. તેને જોતા જ અમર તેની પાસે આવતો અને પુસ્તકો પસંદ કરવામાં તેને મદદ કરતો. તેના પિતા સેનામાં સિપાહી હતા. તે સેનામાં જવા ઈચ્છતો હતો, પરંતુ ભરતીમાં સફળ થઈ શક્યો નહોતો.

લાંબો, થોડો શ્યામ, મજબૂત કદકાઠી ધરાવતો અમર જ્યારે હસતો ત્યારે તેના ગાલ પર સુંદર ખાડા પડતા હતા, જેને જોઈને દીક્ષાનું દિલ બેકાબૂ થઈ જતું હતું. શેક્સપિયર, કીટ્સ અને બર્નાર્ડ શોને વાંચતાંવાંચતાં દીક્ષા ક્યારે પ્રેમના પાઠ ભણવા લાગી તેની તેને ખબર જ ન રહી. જ્યારે તેના ઘરના લોકોને ખબર પડી ત્યારે ઘરમાં તોફાન મચી ગયું. મમ્મીપપ્પા જાણીજોઈને ભૂલ કરવા માંગતા નહોતા. તેઓ કહેતા કે છોકરાનું મગજ બગડી ગયું છે, પરંતુ અમારે સમાજમાં રહેવાનું છે. લોકો કહેશે કે મેજર સબરવાલનો જમાઈ ઈન્ટ૨પાસ સેલ્સમેન છે.

બેકાર ગયું સમજાવવું

ઘરમાં બધાએ દીક્ષાને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નિષ્ફળ રહ્યા. અંતે તેના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પરંતુ એવો પ્રેમ શું કામનો જે પ્રતિબંધને ચુપચાપ સહન કરી લે. પછી એક દિવસ રાત્રે ચુપચાપ પોતાની સૂટકેસ લઈને અમર પાસે પહોંચી ગઈ. કોર્ટમાં મિત્રોની હાજરીમાં અમર અને દીક્ષાએ લગ્ન કરી લીધા. જોકે લોકો તેમાં સામેલ રના થયા, પરંતુ દીક્ષાના પરિવારજનો માટે તે મરી ચૂકી હતી.

આ સમયગાળા દરમિયાન અમરના પિતા સેનામાંથી રિટાયર થઈ ગયા હતા. ૩-૪ વર્ષ પહેલાં તે અચાનક લકવાની બીમારીનો શિકાર થઈ ગયા, તેથી ઘરને ચલાવવા માટે અમરે સેલ્સમેનની નોકરી કરવી પડી. તેની માનો સ્વભાવ ખૂબ કર્કશ હતો.

દીકરી પણ તેની માના સૂરમાં સૂર મિલાવતી રહેતી હતી. દીક્ષા કોઈ પણ જાતનું દહેજ સાથે લાવ્યા વિના આવી હતી. તેથી તેને પૂરો દિવસ સાસુનણંદના મહેણાંટોણાં સાંભળવા પડતા હતા.

Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 Minuten  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 Minuten  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 Minuten  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 Minuten  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 Minuten  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 Minuten  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 Minuten  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 Minuten  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 Minuten  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 Minuten  |
December 2024