રીના ઓફિસથી થાકીને ઘરે આવી હતી. આજે ઓફિસમાં લાંબી મીટિંગ ચાલી. હજી કપડાં બદલીને સોફા પર બેઠી જ હતી અને વિચારતી હતી કે ડિનરમાં કંઈક હલકુંફુલકું બનાવે, એટલામાં નિખિલે ઘરે આવતા જ કહ્યું કે આજે ડિનર ક૨વા બહાર જઈશું.
રીના ગુસ્સે થઈ ગઈ. આખા દિવસની થાકેલી, દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી છે. હજી હમણાં જ તો કપડાં બદલ્યા અને હવે બહાર જવા ફરીથી તૈયાર થવાનું? રહેવા દો, હું ઘરે જ કંઈક સાદું બનાવી લઉં છું, તેણે નિખિલને ના પાડી દીધી.
નિખિલ નારાજ થતા બોલ્યો, “હું તારા માટે જ કહેતો હતો. થાકેલી દેખાય છે. હવે કિચનમાં જઈશ. અડધા કલાકમાં બાફેલું ખાવાનું બનાવીશ અને દોઢ કલાક કિચન સાફ કરવામાં કરીશ.'' રીના સફાઈ બાબતે પર્ટિક્યુલર છે. ખાસ તો કિચનની સફાઈ, પણ આ સફાઈ તેના ભોજન બનાવવાના સમય અને મનને મારી દે છે. કેટલાય દિવસ થઈ જાય છે પતિને કંઈક સારું બનાવીને ખવડાવી નથી શકતી. એવું નથી કે કે તેના હાથમાં સ્વાદ નથી. ભરપૂર સ્વાદ છે, પણ વઘારવાળું ભોજન તે એટલે અવોઈડ કરે છે કે તેલ અને ધુમાડો ઊડશે. હવે વઘાર વિના ન તો કોઈ શાક સારું બને છે ન દાળ.
રીના જેવી મહિલાઓને જેમના કિચનમાં હવાના યોગ્ય આવાગમનની વ્યવસ્થા નથી અને જેમના કિચન નાના છે, તેમની તકલીફોને બજારમાં અનેક હોમ મેકર્સ કંપનીએ સમજવાની કોશિશ કરી છે.
હકીકતમાં, કોરોના મહામારી સમયે જ્યારે ચારે બાજુ લોકડાઉન લાગ્યું અને નોકરીધંધો લોકો ફ્રોમ હોમ કરવા લાગ્યા, બાળકો ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરવા લાગ્યા ત્યારે કિચનની સફાઈનો મોટો મુદ્દો ગૃહિણી સામે આવ્યો.
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો