પતિ પત્ની વચ્ચે જ્યારે ‘ત્રીજી વ્યક્તિ' એટલે કે ‘વો’ આવી જાય ત્યારે એકબીજા પરનો વિશ્વાસ જતો રહે છે અને આ સંબંધને તૂટતા વાર નથી લાગતી. જો આ ‘વો’ એટલે કે ત્રીજી વ્યક્તિ સાસુ હોય કે પછી પોતાની મા જે નાનીનાની વાતને પણ મોટું સ્વરૂપ આપતી હોય તો પણ સુંદર રીતે ચાલતી ગૃહસ્થીમાં આગ લાગવામાં વાર નથી લાગતી. એવા ઘણા અનેક પરિવાર છે જ્યાં પતિપત્ની વચ્ચેના સંબંધ ઝઘડાના લીધે નહીં, પરંતુ સાસુ અથવા માની કારણ વિનાની રોકટોક, બિનજરૂરી હુકમ ચલાવવા તેમજ પરિવાર વચ્ચે ફૂટ પડવાથી તૂટતા હોય છે. પરિવારમાં આમ પણ સાસુ અને માનો ત્રાસ બાહ્ય મહિલાઓ કરતા વધારે રહે છે.
જરૂરી નથી હંમેશાં સાસુ જ ખોટી હોય અને એ વાત પણ જરૂરી નથી કે હંમેશાં વહુની જ ભૂલ હોય. આખરે મોટાભાગના કિસ્સામાં સાસુ કે મા અને તેમની વચ્ચેના સંબંધ સમજદારીપૂર્વકના કેમ નથી હોતા? કેમ વહુ પોતાની સાસુને માનો દરજ્જો નથી આપી શકતી, બીજી તરફ સાસુ પણ વહુને દીકરીનો દરજ્જો આપવાથી દૂર રહે છે?
કારણ કે સાસુ સાસુ નથી હોતી
છોકરીઓના મનમાં પહેલાંથી સાસરીની નકારાત્મક છબિ બનાવવામાં આવે છે. જોકે હવે માતા પણ સમજદાર બની ગઈ છે, તેમ છતાં એક માને પોતાના દીકરાની ચિંતા રહે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે ખબર નહીં મારી વહુ કેવી હશે, ક્યાંક થોડા સમય પછી અમને અમારા દીકરાથી અલગ ન કરી દે, ક્યાંક દીકરો બદલાઈ ન જાય. લગ્ન પછી તે પોતાના દીકરાને નાનીનાની વાતમાં વહુ સામે ઉશ્કેરવા લાગે છે અને તે તેને વહુની નાનીનાની ફરિયાદ કરવા લાગે છે.
દીકરીની ગૃહસ્થીમાં મા બની વિલન
સાસુ અને વહુ ઉપરાંત છોકરીની માની પણ મહત્ત્વની ભૂમિકા રહે છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી રાજકુમારી બનીને રહે. જ્યારે મા પોતાની દીકરીને તેની સાસરીમાં થોડું ઘણું કામ કરતા જુએ અથવા સાંભળે છે, ત્યારે તેને લાગે છે કે તેના પૈસા બરબાદ થઈ ગયા. દીકરીના લગ્નમાં જેટલા પૈસાનો ખર્ચ કર્યો હતો તે પોતાની દીકરી માટે કર્યો હતો કે તે સાસરીમાં પણ એક રાજકુમારી બનીને રહે, પરંતુ ત્યાં તેને નોકરાણી બનાવીને રાખી છે.
શ્રેયાને જોઈ લો. માબાપની એકમાત્ર દીકરી શ્રેયાના લગ્ન ખૂબ સારા પરિવારમાં થયા હતા. તે પણ પોતાના આ લગ્નથી ખૂબ ખુશ હતી. લગ્ન પછી તેની મા તેના હાલચાલ જાણવા માટે ફોન કરતી રહેતી હતી.
Diese Geschichte stammt aus der July 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 2024-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો