પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati|October 2024
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
ગરિમાં પંકજ
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

કોઈને ભેટ આપવાથી તમારી અને ભેટ મેળવનાર વચ્ચે એક બંધન બને છે. જે આપનાર અને લેનાર વચ્ચે સંબંધ મજબૂત બનાવે છે. એક નવા સંબંધની શરૂઆત અથવા જૂનાને મજબૂત બનાવવા માટે ભેટ ઘણી વાર પ્રેમ, આભાર અને ખુશીની અભિવ્યક્તિ હોય છે.

કેટલીક વાર ભેટ પસંદ કરવામાં સમસ્યા થાય છે, કારણ કે સામેવાળાની પસંદ સમજવી સરળ કામ નથી. એવામાં તમે આ કેટલીક ખાસ ભેટ વિશે વિચારી શકો છો :

જો લગ્ન નક્કી થયા છે તો પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કેવી ભેટ પસંદ કરશો આ સવાલ ઘણી વાર પુરુષોના મનમાં થાય છે એટલે કે છોકરીઓ શું પસંદ કરે છે આ વિશે વિચાર કરવો જરૂરી છે.

આવો, જાણીએ કે તમે ભાવિ જીવનસંગિની કે ગર્લફ્રેન્ડ કે દૂર રહેતી બહેનને ફેસ્ટિવલમાં કેવા પ્રકારની ભેટ આપી શકો છો :

પર્સ : છોકરીઓને પર્સ અથવા બેગનો ખૂબ શોખ હોય છે. એવામાં તેમને બેગ અથવા પર્સ ભેટ કરવી સારો વિકલ્પ હોઈ શકે છે. આજકાલ કેટલાક પ્રકારના સ્ટાઈલિશ બેગ્સ માર્કેટ અને ઓનલાઈન ઉપલબ્ધ છે. એક ટ્રેન્ડી અને ફેશનેબલ પર્સ પસંદ કરો, જે સુંદર લુકની સાથેસાથે ઉપયોગી પણ થશે.

રૂમ ડિફ્યૂઝર : પૂરા દિવસના થાક પછી જ્યારે રૂમમાં આવતાની સાથે ભીનીભીની સુગંધ મળશે તો કોઈનો પણ થાક દૂર થઈ શકે છે. એવામાં આ અહેસાસ માટે તમે તમારા પાર્ટનરને ડિફ્યૂઝર ભેટમાં આપી શકો છો. તેની પસંદનું સુગંધિત એસેશિયલ ઓઈલ અને ડિફ્યૂઝરનું કોમ્બિનેશન એક બેસ્ટ ભેટ હોઈ શકે છે. આ અરોમા થેરપિની જેમ કામ કરીને થાકની સાથેસાથે મૂડને પણ સુધારે છે.

કસ્ટમ નેમ રિંગ : ગર્લફ્રેન્ડને શું ભેટ આપવી તેનો એક બેસ્ટ ઓપ્શન છે કસ્ટમ નેમ રિંગ. આ આજકાલ ટ્રેન્ડમાં છે અને પ્રેમ જતાવવાની એક સારી રીત છે. રિંગમાં તમે તમારી પાર્ટનરના નામ સાથે પોતાના નામનો પહેલો અક્ષર લખાવીને તેને સરપ્રાઈઝ આપી શકો છો. તેને આપીને ગર્લફ્રેન્ડના દિલમાં તમે તમારો પ્રેમ વધારી શકો છો.

જ્વેલરી કેસ : કેટલીય છોકરીઓ જ્વેલરીની શોખીન હોય છે. થોડીઘણી જ્વેલરી તો દરેક છોકરી પાસે હોય છે. એવામાં જો તમારી પાર્ટનર પણ જ્વેલરી રાખે છે તો તેને ઓર્ગેનાઈઝ રાખવા માટે જ્વેલરી બોક્સ ઉત્તમ વિકલ્પ હોય છે. આજકાલ કેટલાય પ્રકારની ડિઝાઈનર જ્વેલરી કેસ માર્કેટ અને ઓનલાઈન ઉપલબ્ધ છે.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - GUJARATIAlle anzeigen
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 Minuten  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 Minuten  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 Minuten  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 Minuten  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 Minuten  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 Minuten  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 Minuten  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 Minuten  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 Minuten  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 Minuten  |
December 2024