CATEGORIES
Categorías
કમિયાળા ગામે પણ છે સાળંગપુર સ્થાપિત કષ્ટભંજન દેવ
કષ્ટભંજન દેવની આ મૂર્તિ વિક્રમ સંવત ૧૮૯૧માં ગોપાળાનંદ આ સ્વામીએ અહીં સ્થાપિત કરેલી
આવી જગ્યાએ જવાનું સાહસ કરશો?
સાજો માણસ પણ અહીં દરદી બની જાય છે.
સેક્સી પૂજા હવે બોલતી જ નથી, દેખાય પણ છે.
સ્ત્રી બનવું હોય તો.. આયુષ્માન ખુરાના 'ડ્રીમગર્લ-ટુ'માં.
હોલીવૂડ-બોલીવૂડમાં કૅમેરા પાછળની નારીશક્તિ..
વીમેન પાવર: ‘બાર્બી’નાં ડિરેક્ટર ગ્રેટા ગેરવિગ તથા ઝોયા અખ્તર.
૩૦ સપ્ટેમ્બર યાદ રાખજો, નૉમિની નહીં રાખવામાં નુકસાન તમારું જ છે!
તમારાં બચત-રોકાણનાં નાણાં સ્વજનોને આપી જવાં છે કે સરકારને?
તમારા મોબાઈલને તમે બરાબર ઓળખો છો?
શક્ય છે કે સેલ ફોનનાં અમક ફીચર્સ કે કેટલીક ઍપની ઉપયોગિતા અથવા એના જોખમથી તમે અજાણ હો.
કપડાં સાચવવાની કડાકૂટમાંથી આમ છૂટી શકાય..
રંગ ઊતરવાથી માંડી મોંઘેરાં વસ્ત્રોમાં વાસ બેસવાની કે કબાટમાં ભેજ લાગવા જેવી સમસ્યાના આ રહ્યા ઉકેલ.
આદત કે લત? બે વચ્ચેનો ફરક સમજો છો?
વ્યસનના પંજામાં ફસાયા હો તો ધ્યાન રાખજો.. એ ઝટ તમને છોડશે નહીં!
આ પુરુષોનો અબાધિત અધિકાર નથી જ નથી!
નર અને નારી વચ્ચેના સાહચર્ય-સંબંધથી જ જીવનનો વિસ્તાર શક્ય છે, પણ એમાં શોષણને અવકાશ ન હોવો જોઈએ. આ વાત આપણે ગાંઠે બાંધી લેવાની જરૂર છે. એટલી અપેક્ષા તો સભ્ય સમાજ પાસે રાખી જ શકીએ.
વાતેવાતે તને વાંકું પડ્યું..
જેમ બી વગરનું સફરજન સંભવ નથી એમ પીડા વગરનું જીવન સંભવ નથી
જસ્ટ, એક મિનિટ..
સમયસરની ડિલિવરી એ પણ ગુણવત્તાની જાળવણીનો જ એક ભાગ છે
શરીરસંબંધ માટે બાલી ઉંમરને યોગ્ય ગણી શકાય?
દેશના કાયદા ૧૮ વર્ષથી નાની વયની યુવતી સાથેના જાતીય સંબંધને અવૈધ લેખાવે છે. લગ્ન માટે પણ યુવતીની લઘુતમ ઉંમર એ જ ઠેરવવામાં આવી છે. એ કાનૂનને ચાતરી કે બદલીને ૧૫-૧૬ વર્ષની છોકરી સ્વેચ્છાએ ૧૮-૧૯ની ઉંમરના યુવક સાથે જાતીય સંબંધ રાખે એને માન્ય રાખવા આપણી સરકાર, આપણી અદાલત અને મૂળ તો આપણો સમાજ તૈયાર થશે?
કરો એવું ભરો.. આ જ તો દુનિયાનો નિયમ છે!
લગામવિહોણા આ ઘોડા પર બધા સવારી કરવા નીકળ્યા છે. કોઈ ચોક્કસ વિચારધારા હોય તો વાત અલગ છે, પણ અહીં તો કોઈ પણ-કંઈ પણ ઠાલવે છે અને એમના જેવા બીજા નવરાધૂપ લોકો વગર સમજ્યે-વિચાર્યે એ કચરો આગળ ધકેલે છે
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
અહીં બોધ સ્પષ્ટ છે. કોઈ પણ વ્યક્તિએ ક્યારેય, કોઈ પણ વાતે એકલાએ યશ લેવો નહીં. એક સિદ્ધિ પાછળ અનેક પરિબળ તથા અનેક લોકોનું પ્રદાન હોય છે માટે ક્રેડિટ શૅર કરવી, એકલાએ ઉસેટવી નહીં.
માનવજાત પ્લાસ્ટિકમાં ડૂબી રહી છે!
પ્લાસ્ટિકનો વપરાશ એટલી હદે વધ્યો છે કે માનવજાત પર ખતરો મંડરાયો છે. હવાથી માંડી મહાસાગર સુધી બધે આ પ્રદૂષણ ફેલાયું છે. આપણે પ્રતિબંધ મૂકીએ છીએ, પણ પાલન કરતા નથી. આલબેલ વાગી ચૂકી છે. આ સમસ્યાના જે ઉપાય છે એ અમલી બનાવવા પડશે. નહીં તો કર્યું ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
આદિવાસીઓને પણ પ્રસન્ન કરે છે બીલીપત્ર..
શિવજીને પસંદ એવાં બીલીનાં પાનનો શ્રાવણ માસમાં નોખો જ મહિમા જામે છે ત્યારે વાત આ પાન વીણીને બે પાંદડે થતા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની.
આંખની રોશની છીનવાઈ છતાં લોકોનાં જીવનમાં એ પાથરે છે ઉજાસ
ગરીબીને કારણે ભણતર છૂટયું, નાની ઉંમરે કમાવાનું ચાલુ કર્યું, ગામ છોડી સુરત જઈ બૅન્કની પરીક્ષા આપી સારા પગારની નોકરી મેળવી, પણ એનાથી બીજાને મદદ નહીં થાય એમ વિચારી એ નોકરી છોડી દીધી. અનેક ધંધા કર્યા, ખભે માલ ઊંચકી ઊંચકીને ફેરી પણ કરી.. આટલાં કષ્ટ વેઠ્યાં, એ ઓછાં હોય એમ કુદરતે દૃષ્ટિ હણી લીધી. બીજો કોઈ માણસ હોય તો હિમ્મત હારી બેસે, પણ દિનેશ પંડ્યા જેમનું નામ. રાજકોટમાં વસતા આ સાહસિક જેમ-તેમ બેઠા થયા અને.. અત્યારે આ ‘મિરેકલ મૅન’ ત્રણ મોટી કંપનીનું સંચાલન કરી રહ્યા છે.
દિનેશ પંડ્યાનું અંગત અંગત..
જીવનના દરેક પડકારમાં સાથ આપનાર પત્ની જયશ્રી સાથે. વતનની શાળામાં વિશાળ કમ્પ્યુટર લૅબ બનાવવા સહિતનાં કાર્યોમાં પરિવારનો પૂર્ણ સહયોગ.
આયુર્વેદના મતે ઉપવાસ એટલે..
ડૉ. મનન ગાંધી: વર્ષમાં એક વાર તો શરીરમાં વાયુ વધે એ પ્રમાણેના ઉપવાસ કરવાથી લાભ થાય છે.
નિરાહાર રહીને નીરોગી બનવાની કળા
આયુર્વેદ અને ભારતીય આહાર પદ્ધતિમાં તો ઉપવાસનું મહત્ત્વ પહેલેથી છે. હવે આધુનિક વિજ્ઞાન પણ ઉપવાસીનાં શરીર-મનની વૈજ્ઞાનિક ચકાસણીનાં પરિણામોથી આશ્ચર્યચકિત થયું છે. ચાતુર્માસ, શ્રાવણ, સાતમ-આઠમ, પર્યુષણ અને છેક નવરાત્રિ સુધી હવે ઉપવાસની મોસમ પૂરબહારમાં ખીલશે ત્યારે શરીરને ભૂખ્યું રાખીને શારીરિક-માનસિક ને આધ્યાત્મિક બળ કેવી રીતે મેળવી શકાય એ જાણવા જેવું છે.
અબ કે સજન શ્રાવણ મેં..
ઉપવાસ-એકટાણાંમાં હવે સાબુદાણા ખીચડી, મોરૈયો કે સામો જ નહીં, પણ સૅન્ડવિચ, ઢોસા, પનીર રેપ, સેવપૂરી, રગડા-પેટિસ, દહીંવડાંથી લઈને મોમોસ, ખાઉસ્વે પણ ફરાળી સ્વરૂપે થાળીમાં આવે છે.
ચંદ્રકાંત બક્ષીનું ઘર બનશે હવે સ્મૃતિસ્થાન
આ છે બક્ષીબાબુનું પાલનપુરનું નિવાસસ્થાન.
અનેરી ઋતુ દે એક તાળી આઝાદીની..
શરીર પુરુષનું, અંદર વસે એક સ્ત્રી. પરિવાર તરફથી અસ્વીકાર અને તન-મનમાં જામેલી ગડમથલની સ્થિતિમાં પોતાની ઓળખ ઠેરવવા બસ, એક દિવસ એણે ફેંસલો લઈ લીધો અને.. હવે એનું સપનું છે આઈએએસ કૅડરના ઉચ્ચ અધિકારી બની દેશસેવા કરવાની.
એલાર્મ પાછળનું એલાર્મ
બંધ કરો આ સ્નૂઝ..
મેરે ખેત કી ધરતી..
લી અને રેનેઃ સાથ નિભાના સજના.
આ પરમ મિત્રની આમ લઈએ સારસંભાળ
ભેજથી માંડી ઊધઈ સહિતનાં જોખમથી પુસ્તકોને કઈ રીતે બચાવવાં? ચાલો, જાણીએ..
દુઃખ પ્રિયનને ગુમાવવાનું..
મૃત્યુ એ એક અનિવાર્ય ક્ષણ છે. એનો આઘાત લાગે એ સાહજિક છે, પરંતુ એનો સ્વીકાર પણ જરૂરી છે.
ચાઈલ્ડલેસ રહેવાનું ચલણ કેમ વધી રહ્યું છે?
વાંઝણી અને નમાલો જેવા ટોણા સાંભળવાનો છોછ છોડીને સ્ત્રી-પુરુષો સંતાનવિહોણાં જીવનનો વિકલ્પ ઝંખે છે.
ટેકવર્લ્ડની આ વાત તમે જાણો છો?
રોજેરોજ કંઈ ને કંઈ નવું આવી રહ્યું હોય ત્યારે જરૂરી છે પોતાની જાતને અપડેટ રાખવાનું.
આર્થિક વિકાસના માર્ગમાં અવરોધ બની શકે છે રાજકીય અશાંતિ
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે એમ દેશના અમુક અમુક વિસ્તારોમાં ફેલાઈ રહેલી તંગદિલીને કારણે ‘ઈઝ ટુ ડુ બિઝનેસ’નું સ્થાન જાણે ‘ડિફિકલ્ટ ટુ ડુ બિઝનેસ’ લઈ લે એવો માહોલ સર્જાઈ રહ્યો છે.