CATEGORIES
Categorías
ચાલો, વૅકેશનમાં બાળકો પાસે કરાવો ઘરકામ!
ચાર દીવાલની અંદર અને એની બહાર બચ્ચાપાર્ટી પાસે આવું બધું કરવાના છે વિકલ્પ.
સિનેમાના ગૅન્ગસ્ટર.. ત્યારના ને અત્યારના
‘સત્યા’, ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’, ‘રઈસ’ કે પછી ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ..હિન્દી સિનેમાવાળા શા માટે આવા ગૅસ્ટરોને ગ્લોરિફાય કરતા હશે?
આ દાસ તો માલિક છે, હોં!
આડી અને રૂડી: અદીદાસ નહીં, પણ આડીડાસ કહો.
આવી ગયો છે ઑસ્ટ્રેલિયન ભીમ
લુકાસ હેલ્મેક: હવે દર વર્ષે નવો રેકૉર્ડ કરીશ.
સુભાષિની ચંદ્રમણિ: ફૂલ-પાંદડાંમાંથી સર્જ્યાં અવનવાં કળામણિ
ગૃહિણી તરીકે એમણે ઘરમાં બાગબાની શરૂ કરી. ગાર્ડનિંગના પગલે કવિહૃદય જાગી ઊઠ્યું એટલે બહેન કવયિત્રી પણ બન્યાં. પછી બગીચાના કચરાનું કોઈ ચિત્ર કે હસ્તકામમાં કળાત્મક ઉપયોગ કરીને નવું જ ‘ગાર્ડન આર્ટ’ વિકસાવ્યું. હવે બ્લોગર, કટારલેખિકા અને આર્ટિસ્ટ તરીકે ખૂબ પ્રસિદ્ધ છે આ માનુની.
અમદાવાદમાં બ્રિજની બબાલ ક્યારે શમશે?
બને એનાં ચાર વર્ષમાં પુલ એવી ભંગાર હાલતમાં હોય કે એ બંધ કરવો પડે! હા, અમદાવાદમાં આવું બન્યું. પહેલી વાર એવુંય બન્યું કે એ માટે આઠ ઈજનેર સામે કારવાઈની ઘોષણા થઈ અને પુલ નવેસરથી બાંધવાનો ખર્ચ એના મૂળ કૉન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.
સાધુતામાં સાચવ્યો વાંચનશોખ: યશેશયશ મુનિ
એમની સમૃદ્ધ લાઈબ્રેરીમાં હાલ ત્રણેક હજાર ગુજરાતી તથા હિન્દી અને સંસ્કૃતનાં પણ પુસ્તકો છે. એમાં નવલકથા, નવલિકા, લોકસાહિત્ય, ઈતિહાસ, સંશોધન, આત્મકથા, જીવનચરિત્ર, પ્રેરણાત્મક, કળા, સ્થાપત્ય, કવિતા, વગેરેનાં પુસ્તકો છે
બાળપણમાં બીજ ઊગ્યાં વાંચનનાં..અમૃત ગંગર
સંસ્થાએ આપેલી જમીન પર પુસ્તકાલય બન્યું. ત્યાં કુમાર, અખંડ આનંદ, રમકડું, બકોર પટેલની વાર્તાઓ વાંચીને અમૃતભાઈ સામે એક ચમત્કારિક સૃષ્ટિ ખડી થઈ ગ
એવા રે મળેલા વાંચનના મેળ.. ભક્તિ રાઠોડ
ભક્તિ ઉમેરે છેઃ અમારા ઘરે દૈનિક સમાચારપત્રોથી લઈને અખંડ આનંદ, સફારી, ચિત્રલેખા, જી, વગેરે સામયિકો આવતાં. નર્મકોશથી લઈને ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, વગેરેનાં ઢગલાબંધ પુસ્તકો. એ જોઈને ગુજરાતી ઘરમાં આટલાં પુસ્તક હોવાં જ જોઈએ એવી મારી માન્યતા બંધાઈ
વાંચનની તરસ છિપાવતી પુસ્તક પરબ: ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ
લોકભારતી સણોસરાના ત્રણ વિદ્યાર્થી સુરતમાં આ કેળવણીકારોની વિચારધારાને મહેકાવી રહ્યા છે. કોઈ સમાજસેવી તરસ્યાને પાણી પિવડાવવા પરબ બંધાવે તો આ ત્રણેયએ જ્ઞાનપિપાસુની પ્યાસ બુઝાવવા પુસ્તકપરબ બાંધી છે
અપગ્રેડ કરે ને અપસેટ ન થવા દે એ પુસ્તક.. કિરીટસિંહ મહિડા
૨૦૦૪માં વાંચનની શરૂઆત થઈ ત્યારથી બિઝનેસ પણ વધતો ગયો. એક મેડિકલ સ્ટોરમાંથી ધીરે ધીરે પંદર થયા. આઠેક બેકરી સ્ટોર થયા, જેમાં અમુક મેડિકલ અને બેકરીમાં પણ નાની નાની લાઈબ્રેરી બનાવી છે. જે ગ્રાહકને રસ પડે તે ફ્રીમાં પુસ્તક ઘરે લઈ જઈને વાંચી શકે
પુસ્તકઃ સાચો, સ્થાયી, શાશ્વત સાથી: રમેશ પટેલ
ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ પોતાના સ્નાતકોમાંથી શિક્ષણ અને સમાજસેવામાં ઉત્કૃષ્ટ પ્રદાનકર્તાને એવૉર્ડ આપે છે. એ અતર્ગત ૧૯૬૬ની બેચના સમાજવિદ્યાના વિશારદ (સ્નાતક) રમેશચંદ્ર પટેલને મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર આપ્યો
વાસણ વેચીને પુસ્તકો ખરીદ્યાં.. ડૉ. નિરંજન રાજ્યગુરુ
૬૯ વર્ષી ડૉ. રાજ્યગુરુ એક અલગારી પુસ્તકપ્રેમી છે. જીવનના આશરે પાંચ દાયકા વાંચન-લેખનસંશોધનકાર્ય કરી પુસ્તકપ્રેમનાં અલખનો આ ધૂણો એમણે આજેય પ્રજ્વલિત રાખ્યો છે.
ઉછીના પૈસે પુસ્તક ખરીદ્યાં છે..: પુરુષોત્તમ રૂપાલા
એક સમય એવો હતો કે વાંચવા-લખવા સિવાય બીજું કંઈ કામ નહોતું. આજે સમય બદલાયો છે. આજની પેઢી પાસે વાંચવાનો સમય નથી
મૈં હી ડૉન, મૈં હી પોલિટિશિયન..
મુખ્તાર અહેમદ અન્સારી યુપીનો ખ્યાતનામ ડૉન છે. એની સામે અનેક પ્રકારના ગંભીર અપરાધો નોંધાયેલા છે
અતિકનો ગુનાથી ખદબદતો અતીત..
‘સેન્ચુરી મૅન’ અતિક: એકસોથી અધિક ગુના હતા એના નામ પર!
માફિયારાજના ખોફ સામે યોગીનું ત્રીજું નેત્ર
ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશ પોલીસે પ્રયાગરાજના ડૉન અતિક અશરફ અહેમદના બેટાને એન્કાઉન્ટરમાં પતાવ્યો તો એ પછી અતિક અને એના ભાઈને ત્રણ લવરમૂછિયા યુવાનોએ પોલીસની હાજરીમાં ગોળીએ દીધા. અનેક સવાલ ખડા કરતી આ ઘટનાના મૂળમાં છે ક્રિમિનલ-પોલિટિશિયન-પોલીસનું ત્રેખડ..
અબ તક ૧૮૩... યોગીરાજમાં માફિયારાજના અંતનો આરંભ
અતિક અહેમદ કો મિટ્ટી મે મિલા દેંગે..
ગળપણ વગરનું બાળપણ..
સાવ નાનાં બાળકોમાં પણ ડાયાબિટીસના કિસ્સા વધી રહ્યા છે.
યાત્રા કરો.. સાથે પ્રકૃતિની પણ મોજ માણો
ખેડા જિલ્લામાં બન્યું છે આ પ્લેટિનમ વન. વૃક્ષોના માધ્યમથી ‘નિહાળો’ દાંડીયાત્રાનાં ઐતિહાસિક સ્થળો.
સંસ્કારનગરીમાં વિશ્વનું સૌથી મોટું સૌર કૉન્સન્ટ્રેટર
ધ બિગ ડિશ એ શાનદાર ઑપ્ટિક્સ ધરાવતી અદ્યતન ટેક્નોલૉજી છે, જે આશરે ૨૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન અને ૧૬૦ બાર પ્રેશર સુધી વરાળ ઉત્પન્ન કરવા સક્ષમ છે
એક સદીથી ઋષિ પરંપરાને સાચવી બેઠો છે આ આશ્રમ
અહીં બાળકને માત્ર શાળાનું શિક્ષણ નહીં, પણ જીવનમૂલ્યોનું ભણતર આપવામાં આવે છે. એ પણ પાઈપૈસો લીધા વગર. ભાવનગર જિલ્લાના સોનગઢસ્થિત શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ ખરા અર્થમાં કાચા હીરારૂપ બાળકને રત્ન બનાવવાનું કામ કરી રહ્યો છે.
દિવ્યાંગોને સક્ષમ બનાવવાનું મિશન છે એમનું..
અંધાપો, મંદબુદ્ધિ કે વામન કદ જેવી વિકલાંગતાને લીધે આવકના સ્રોત મર્યાદિત બની જાય. બે ટંક રોટલો મેળવવાના સંઘર્ષમાં આ વિકલાંગો એમનાં સંતાનોનાં શિક્ષણ પ્રત્યે ધ્યાન ન આપી શકે. સમાજવિરોધી તત્ત્વો, ધર્માંતરણ કરાવનારા દલાલો એમનો ગેરલાભ પણ ઉઠાવે. આવા વંચિતોને સરકારી મદદ મળે કે ન મળે, પણ સમાજમાંથી કોઈક તો એમની પડખે ઊભા રહેવા તૈયાર થઈ જાય. આવી જ કેટલીક સંસ્થા અને સમાજસેવકો મુંબઈના અત્યંત વંચિત વિકલાંગોના ઉત્થાનનું ઉલ્લેખનીય કામ કરી રહ્યાં છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
એક મોટો અને મહત્ત્વનો પ્રદેશ જીતવાનું કામ પૂર્ણ કરીને પાછા ફરી રહેલા રાજાને ‘તમે બાલીશ કાર્યોમાં ડૂબેલા રહો છો..’ એવું મોઢા પર કહેવા માટે કલેજું જોઈએ, જુસ્સો-ગુસ્સો જોઈએ.
સમ્માન કરો, પણ પૂરતી વ્યવસ્થા સાથે કરો..
આટલી જંગી મેદની માટે પીવાના પાણીની સુવિધા સુદ્ધાં ન હોય એ કેવું?
આ ઈલાજ નથી, પણ આનો બીજો કોઈ ઈલાજ પણ નથી!
જેના માથે એકસોથી વધુ અપરાધ બોલતા હતા એ ઉત્તર પ્રદેશના મહા ભરાડી રાજકારણી અતિક અહેમદની ડઝનબંધ પોલીસ જવાનોની હાજરીમાં હત્યા અને એના લબાડ દીકરાનું એન્કાઉન્ટર આપણા સમાજ માટે સારા સંકેત નથી, પણ મુશ્કેલી એ છે કે રાજકારણમાં ઘૂસેલા આ સડાને નાથવાનો વિકલ્પ છે ખરો?
જસ્ટ, એક મિનિટ..
ઘણી વાર સંજોગોનો માર્યો ભલો માણસ પણ અવળે માર્ગે ચડી જાય છે. એવા વખતે એને સજાને બદલે સ્નેહની વધારે જરૂર હોય
દુઃખતી નસ પર હાથ મૂક્યો છે..
દરેક વ્યક્તિની જિંદગીમાં એક મુલાયમ ખૂણો હોય છે. આ ખૂણામાં મોંઘા ભાવનું રેશમ ભલે ન હોય, પણ મોંઘા માંહ્યલી રેશમી યાદો અકબંધ હોય
આ ગરમીને કોઈ તો રોકો..
ક્લાઈમેટ ચેન્જને કારણે પૃથ્વીનું વાતાવરણ મહિનાઓને બદલે કલાકોમાં બદલાવા લાગ્યું છે. આંગણે ટકોરા દઈ ધીમે પગલે આવતો ઉનાળો હવે વાવાઝોડાની જેમ એકાએક ત્રાટકતો થઈ ગયો છે. અચાનક વધી જતી ગરમીને લીધે સ્નાયુઓમાં ખેંચ, અસામાન્ય થાક, તાવ અને જીવલેણ હીટસ્ટ્રોક જેવી વ્યાધિ હજારો લોકોનો ભોગ લે છે. પર્યાવરણ અને હવામાનની સ્થિતિને સમજવામાં લાગેલા નિષ્ણાતો દર વર્ષે ઉનાળાનું વહેલું અને તીવ્ર થવાના ટ્રેન્ડને જોઈને ચિંતામાં છે.
એક જોગીની આવી છે દીર્ઘદૃષ્ટિ
પ્રખ્યાત મલ્ટિનૅશનલ કંપનીના કર્તાહર્તા તરીકેની જૉબ છોડીને એમણે અતિ વ્યાપક ને અસાધ્ય એવા ચક્ષુરોગનો સસ્તો, સલામત અને અસરકારક ઈલાજ લોકો સુધી પહોંચાડવાની ગાંઠ વાળી. મૂળ વડનગરના ડૉ. જોગીન દેસાઈએ ડ્રગ ડેવલપમેન્ટની વૈશ્વિક ઈન્ડસ્ટ્રીમાં નામ, દામ બધું જ મેળવ્યા પછી અર્જુન નિષ્ઠાથી ભારતને પજવતી એક હઠીલી સમસ્યાનો તોડ કાઢવાની તમામ તૈયારી કરી છે.