CATEGORIES
Categorías
મ્યુઝિક થેરાપીથી ગુનાહિત માનસનું શુદ્ધીકરણ..
સંગીતસમ્રાટ તાનસેનના શરીરમાં રાગ દીપક ગાવાથી ઉત્પન્ન થયેલા દાહને તાના અને રીરીએ રાગ મલ્હાર ગાઈને શાંત કર્યો હતો, કંઈ એ જ રીતે નરસિંહનગરીની જેલના રીઢા કેદીનાં મનમાં અપરાધના અગ્નિને સંગીત દ્વારા ઠારવાનો અનોખો પ્રયોગ જૂનાગઢનો એક યુવાન કરી રહ્યો છે.
એક ભારત નહીં, આખું ભારત એક જગ્યાએ..
કચ્છી વણાટકળાના મોસાળ સમા ભુજોડી ગામમાં બનેલા આઝાદીની ગૌરવગાથા વર્ણવતા ‘વંદે માતરમ મેમોરિયલ’ને છ વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે દેશના આ પ્રથમ 4-D મ્યુઝિયમની મુલાકાત લઈ તાજો કરીએ સ્વતંત્ર સંગ્રામનો ઇતિહાસ.
આ મંદિર બન્યું છે રામ નામના મંત્રથી!
આ મંદિરમાં મૂર્તિ નથી, રામનામ લખેલો સ્તંભ છે અને રામનામ લખેલા ત્રણ લાખ ચોપડા પણ છે.
અગિયાર વર્ષ સુધી લખી ઊંધા અક્ષરે રામાયણ!
સર્વજિતસિંહ જાડેજા: પહેલાં રામાયણ, પછી મહાભારત, હનુમાન ચાલીસા.. અને હવે જૈન ધર્મનાં પુસ્તકો.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
હજારો વર્ષ પછી પણ મહાભારત ટક્યું છે, વીસરાયું નથી એનું એક મહત્ત્વનું કારણ એ છે કે સમગ્ર ભારતીય સમાજમાં એની વાતો સતત ચર્ચાતી રહી છે.
જમ્મુ-કશ્મીરઃ વેપાર-ઉદ્યોગ માટે અનુકૂળ માહોલ જામવા દો..
ચાલો, શરૂઆત તો થઈ!: વિદેશી મૂડીરોકાણ ધરાવતા જમ્મુ-કશ્મીરના પહેલા પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરી રહેલા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા.
ઘરની દીવાલમાં પડેલાં બાકોરાં બંધ કરો..
..તો બહારથી કોઈ ઘૂસી ન શકે. પંજાબમાં ફરી ખાલિસ્તાની વિભાજનવાદ માથું ઊંચકે એ પહેલાં આપણે એના છૂપા સમર્થકોને સાનમાં સમજાવી દેવાની જરૂર છે. એમાં કચાશ રહી તો અમ્રીતપાલ સિંહ જેવાં બીજાં માથાભારે તત્ત્વો દેશને પાછો આતંકના ખપ્પરમાં હોમી દેશે.
જસ્ટ, એક મિનિટ..
સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (SLV) અને અગ્નિ મિસાઈલની ડિઝાઈન બનાવતી વખતે પિતાનો આ ગુણ એમને ખૂબ જ કામ લાગ્યો
સામસામા આપણે જીવી ગયા..
જીવવા માટે આપણને છૂટો દોર જોઈએ છે, જે મળતો નથી. હું આમ કરી નાખું, તેમ કરી નાખું.. પ્રકારનાં વાક્યોમાં ફિશિયારી છે કે હોશિયારી એ પરખવું પડે
ભારે કરી આ બદમાશે..
એક ગુંડાને છોડાવવા આંદોલનજીવીઓ ઉત્પાતે ચડ્યા છે.
કૂતરો બનું, મસ્ત રહું..
ભાઉ ભાઉ: શ્વાન બનવાની કેવી મજા..
સતીશજીને કયા વિષય પર ફિલ્મ બનાવવી હતી?
ડિરેક્ટર શેખર કપૂરે નિર્માતા બોની કપૂરની રૂપ કી રાની ચોરોં કા રાજા છોડી દીધી પછી એ સતીશજીને ડિરેક્ટ કરવાની આવી
જરા ઈન પર ભી નજર ડાલો..
'નાટુ નાટુ'ના સંગીતકાર કિરવાની‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’નાં સર્જક કાર્તિકી ગોન્સાલ્વિઝ.
મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ.. સેબી ભી સહી હૈ!
મ્યુચ્યુઅલ ફંડ સંબંધી સેબીનાં પગલાં રોકાણકારોનાં હિત ઉપરાંત આ ઉદ્યોગનાં હિતમાં પણ છે. રોકાણકારો ગેરમાર્ગે ન દોરાય એ માટે સેબીએ શું કહ્યું અને શું કર્યું છે એ જાણીએ..
AIને પરાસ્ત કરવા આવી રહ્યું છે OI
હજી હમણાં જ આંગણે આવીને તોફાન મચાવનારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલૉજી પૂરેપૂરી ઘરમાં પ્રવેશી પણ નથી ત્યાં કમ્પ્યુટિંગની વ્યાખ્યા બદલી નાખે એવી ક્રાંતિકારી ટેક્નોલૉજી દરવાજે ટકોરા દે છે.
લખમીને સાચવો..
પતિ અડધો ભૂખ્યો રહે એ ચાલે, પણ એને લીધે કામવાળી છોડી જાય એ કેમ ચાલે?
પુરુષ જેવા બનવા તમે રડવાનું ભૂલી ગયાં છો?
ઈમોશનલ સ્ટ્રેસથી હૃદય ભારે થઈ જાય ત્યારે દુઃખ ઠાલવતાં શીખો.
આવી માટી તો સોનું જ પકવે
દરેક છોડવાને આપણે ‘છપ્પન ભોગ’ ધરીએ તો એ ખપપૂરતાં તત્ત્વો એમાંથી મેળવી લેશે.
૨૧ માર્ચઃ વિશ્વ સુગંધ દિવસ ગુલાબો.. જરા ગંધ ફૈલા દો, ગુલાબો.. જરા ઈત્ર ગિરા દો!
સુગંધની લહેર સાથે યાદોની તરંગની અનુભૂતિ કરાવતો વિશ્વ સુવાસ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે જાણીએ, ભારતના પરફ્યુમ માર્કેટની ટ્રેન્ડિંગ સુવાસની લહેરોને.
મનીષા વાળા: એનો રે મુક્કો, એની રે લાત..
કિક બૉક્સિંગ એ ભારત માટે તદ્દન નવી રમત છે. ગુજરાત સરકાર પણ હજી આ ખેલ વિશે અભ્યાસ કરીને એને સત્તાવાર માન્યતા આપવા પા.. પા.. પગલી ભરી રહી છે ત્યારે કોડીનારની એક દીકરીએ છલાંગ લગાવી અનેક પડકારોને પાર કરીને આ રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ હાંસલ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
આને કહેવાય ગાજરિયું ગામ!
ગિરનાર તળેટીમાંથી વહેતી સોનરખ નદીના કિનારે આવેલું ગામ ખામધ્રોળ.. અહીં દોઢેક હજાર વીઘાં જમીનમાં ખેડૂતો માત્ર ગાજરની ખેતી કરે છે. ગામના એક ખેડૂત તો ગાજર વાવતાં વાવતાં ‘પદ્મશ્રી’ બની ગયા. ચાલો, વાત કરીએ પૂરા ગુજરાતમાં જાણીતા થયેલા ગાજર વાવતા આ ગામના ખેડૂતોની..
વિશ્વમાં પાણી ને પાણીનું વિશ્વ
દક્ષિણ અમેરિકી દેશ ચિલીમાં રાત્રે પડતી ઝાકળમાંથી પાણી મેળવવાના નુસખા ચાલે છે તો મેક્સિકોની પ્રાચીન ચિનમ્પા સિસ્ટમથી જળસંગ્રહ સાથે ખેતી પણ શક્ય બને છે.
ચાની ચૂસકી ને.. ભારતભ્રમણનું શમણું
એમના માટે એડેડ એટ્રેક્શન છે સમોસાં, ગાંઠિયા, સૅન્ડવિચ, ટોસ્ટ સહિતની આઈટેમ્સ
ચાની એમને સુગંધ આવી અને મહેકી ઊઠી કારકિર્દી……
સરેરાશ માણસની સવાર જેનાથી પડે એ ચા ઘરમાં જેટલી પિવાય એના કરતાં અનેકગણી બહાર એટલે કે થડા પર, કીટલી પર કે હોટેલમાં વધારે પિવાતી હશે. જેને અનઑર્ગેનાઈઝ્ડ કહેવાય એવો ચાનો આ ધંધો હવે વ્યવસ્થિત માર્કેટિંગનું સ્વરૂપ પામ્યો છે. સૌરાષ્ટ્રના બિઝનેસમૅન દર્શન દાસાણી પણ આ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરી રહ્યા છે.
મોહનથાળ આઉટ, ચીકી ઈન.. પણ કેમ?
જાણીતા યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવતા પ્રસાદમાં અચાનક ફેરફાર થવાથી જામી બબાલ. જો કે ચીકી સાથે મોહનથાળનો પ્રસાદ પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાતાં હાલપૂરતો મામલો થાળે પડે એમ લાગે છે.
આફૂસથી પણ બે વેંત ચડી જાય છે જમાદાર..
કદ થોડું નાનું, પણ સ્વાદ-સુગંધ અને રંગ જેને મોટો મોભો આપે છે એ મહુવાની શાન ગણાતી કેરી વિશે જાણી લો.
સાંભળો રામકથા ને જમો રામરોટી..
શ્રમજીવીઓનાં બાળકોને પ્રોટીન મળી રહે એ માટે દરરોજ જલેબી ખવડાવવામાં આવે છે. આ માટે વહેલી સવારે ૯૦ જેટલી બહેનો રસોઈની સેવા આપે છે
અતઃ ક્રિકેટ મૅચ ભાષ્ય શ્રવણમ્..
ધોતી-ઝભ્ભામાં ક્રિકેટ: બોલો, આવું ક્યારેય જોયું છે?
મિલેટ્સ વિશે જાણો અને માણો આ મેળામાં.…
‘સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળા’નું આકર્ષણ બનશે મિલેટ્સમાંથી બનેલી ખાણી-પીણી.
રક્તવાંછુ માટે આશાનું કિરણ બનતી હૉસ્પિટલ..
કિરણ હૉસ્પિટલના ચૅરમૅન મથુર સવાણી: રક્તદાનમાં પૈસાની લેવડદેવડ શા માટે?