સંતાનો માતાપિતાના પછાતપણાને દૂર કરી શકે છે. આ માન્યતા આપણે આઝાદી પછી સાર્થક થતી જોઈ છે. ગરીબીમાંથી પગભર બનેલાં બાળકો પરિવારને અભાવમાંથી ભાવ તરફ લઈ જાય છે. જેનાં અઢળક ઉદાહરણ છે. જોકે, સંતાનોને સારી સંસ્થામાં ભણાવવા એ માતાપિતા માટે કસોટી સમાન છે. જેટલાં વધુ નાણાં તેટલી વધુ સુવિધા. માતાપિતા જીવનભર તનતોડ મહેનત કરે અને તેની આવક બાળકને ભણાવવામાં ખર્ચાઈ જાય. ઘણી વખત ફી ભરવાના પૈસા ન હોય તો સંતાનનું ભણતર પણ ખોરંભે ચડે.
મહાત્મા ગાંધીએ અમદાવાદના આશ્રમ રોડ પર સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ આજે ૧૦૦ વર્ષ પછી પણ ગાંધીવિચારો સાથે આગળ વધી રહી છે. એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સમૂહ જીવન જીવવાના પાઠ પણ ભણાવાય છે. કેટલાક વિદ્યાર્થીઓ તો એવા પરિવારમાંથી આવે છે જેમના વાલી પાસે આગળના વર્ષની ફી ભરવાની પણ સગવડ હોતી નથી, પરંતુ પૈસાના અભાવે આવા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને કોઈની પાસે હાથ લાંબો કરવાની જગ્યાએ સ્વાભિમાનથી જીવી શકે એ માટે વર્ષ ૨૦૧૫થી યુવા સ્વાભિમાન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
કોરોના કાળ બાદ એક સમયે સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાચી દસાડિયા નામની ધો.૧૦ની વિદ્યાર્થિની ફી ભરી શકે તેવી સ્થિતિમાં નહોતી. તેના પિતા લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા શાળાએ ગયા પરંતુ પ્રાચીની શિક્ષણ પ્રત્યેની ધગશ જોઈ શાળા સંચાલકોએ અભ્યાસ ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો. ફી ભરવામાં થોડી છૂટછાટ આપી હતી. પરિણામ જાહેર થતાં જ આ વિદ્યાર્થિની ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી હતી. દીકરીએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડી દીધો એની પાછળ તેનાં માતા-પિતાની તનતોડ મહેનત પણ રહેલી હતી. જો વિદેશની જેમ કે પછી વિદ્યાપીઠની જેમ આવા વિદ્યાર્થીઓને ઓન કેમ્પસ આવી તકો ઉપલબ્ધ થાય તો આર્થિક કારણોને લીધે અભ્યાસમાં વિઘ્ન ન આવે.
Esta historia es de la edición September 03, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 03, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!