દેવઊઠી અગિયારસ આવી નથી કે પરણવાતુર યુવક-યુવતીઓ પોતાની અમૂલ્ય આઝાદીનું બલિદાન આપીને પણ લગ્નના બંધને બંધાઈ જવા માટે હોંશે હોંશે તૈયાર થઈ જાય છે.
આમ તો ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી માટે બલિદાનો અપાતાં આવ્યાં છે અને અપાતાં રહ્યાં છે, પણ લગ્ન પછીના જીવનમાં કાયમી ગુલામીને આવકારવા માટે આઝાદીના હોંશે હોંશે અપાતાં બલિદાનનો મહિમા કંઈક જુદો જ છે. એનો ઇતિહાસ પણ જુદો છે અને એ ઇતિહાસમાં પોતાનાં નામ અમર કરી જનારા વીરલાઓની અમરગાથા પણ જુદી છે.
હમણાં એક મિત્રના ભત્રીજાનાં લગ્નમાં જવાનું થયું. જિંદગીમાં એકવાર ભૂલ કર્યા પછી બીજા લોકો એવી જ ભૂલ કરી રહ્યા હોય એવા પ્રસંગમાં હાજર રહેવાનું મને એટલા માટે ગમે છે કે ચાલો, આવી ભૂલ કરનાર મારા સિવાય બીજા પણ હોય છે!
મારો એક મિત્ર જ્યારે મળે ત્યારે એક જ ફરિયાદ કરે કે, ‘પંડ્યા, લગ્ન કરીને ભૂલ કરી છે હો!’ ત્યારે આશ્વાસન આપતાં એને હું કહું: ‘ભાભીને મોડે મોડેય ભૂલ સમજાઈ ખરી, બિચારાં ભાભી...’ ત્યારે મિત્ર છંછેડાઈને કહેઃ ‘અરે યાર, હું મારી વાત કરું છું.’
લગ્ન થઈ ગયાં હોય એ એવું માને છે કે એણે લગ્ન કરીને ખરેખર ભૂલ કરી છે. તો કુંવારા રહી ગયેલા લોકો એવું માને છે કે યાર, લગ્ન નહીં કરીને બહુ મોટી ભૂલ કરી છે. ટૂંકમાં, લગ્નને લોકો ભૂલ તરીકે ઓળખે છે. કરે તો પણ ભૂલ અને ન કરે તો પણ ભૂલ, આવી ભૂલ કરવા ઉત્સુક બનેલાં, બે ભાવિ વર-કન્યા, લગ્ન પછીના જીવનનું આયોજન કઈ રીતે કરવું એની આગોતરી ચિંતા રાખીને મિટિંગ ગોઠવે છે. સાંભળો એમનો સંવાદઃ
‘અત્યારે તો આકાશના તારા તોડી લાવવાની વાત તું કરે છે, કન્યાએ ભવિષ્યની વાસ્તવિકતાનો સંકેત આપતાં કહ્યું, ‘પણ લગ્ન પછી શાકભાજી લાવી દઈશ?'
‘અરે!’ ભાવિ વરરાજાએ ખુશ થઈને કહ્યું, ‘શાકભાજી? હંઅ.. શાકભાજી સાથે પાંઉ અને ક્યારેક પંજાબી ડિશ તો ક્યારેક ગુજરાતી થાળી પણ લાવી દઈશ, બોલ!'
‘હું એ પાંઉભાજીવાળાં શાકભાજીની વાત નથી કરતી, હું તો તને એમ પૂછું છું કે બજારમાંથી મને લીલાં શાકભાજી લાવી દઈશ?’
‘એ માટે તો મારે વિચારવું પડે.’
‘શું કહ્યું તે? એ માટે વિચારવું પડે, એમ?’
'વિચારવું તો પડે જ ને યાર, નોકરી બદલતાં પહેલાં એકવાર નહીં, બે વાર વિચારવું પડે.’
Esta historia es de la edición December 03, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 03, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ