વરસ ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં અદાણી જૂથની માલિકીના મુન્દ્રા(કચ્છ) બંદર ખાતે શિપનાં કન્ટેનરોમાં ભરેલું રૂ.૨૧ હજાર કરોડની કિંમતનું ૨૯૮૮ કિલોગ્રામ નશાકારક ડ્રગ્સ પકડાયું હતું. રાજકીય સંબંધોને કારણે અદાણી જૂથ પર બિનજરૂરી આક્ષેપો થયા, પરંતુ દુનિયામાં ડ્રગ્સની હેરફેરનો કારોબાર જે રીતે થાય છે તેની વિગતો જાણીએ તો સમજી શકાય કે આમાં અદાણી ગ્રૂપ શું કરે?
જગતભરમાં ડ્રગ્સની હેરફેર સ્ટીમરો અને તેનાં કન્ટેનરો મારફતે થાય છે. માનવીની તસ્કરી અથવા ઘૂસણખોરી કન્ટેનરો દ્વારા થાય છે, ત્યારે ડ્રગ્સ તો નિર્જીવ ચીજ. તેની તસ્કરી તો ભારવહન કરતાં વાહનો દ્વારા જ થઈ શકે. વિશાળ દરિયાકાંઠા ધરાવતા અમેરિકાને પણ આ સમસ્યા પજવે છે. મોટી માત્રામાં કાર્ગોનો અનુભવ તો ભારતને હમણાં પ્રથમ વખત થયો. ત્યાર બાદ એનઆઈએ એક્શનમાં આવી. છેલ્લા સવા વરસમાં ભારતમાં અનેક જગ્યાએ રેડ પાડી ત્રીસેક જણની ધરપકડ કરી છે. તેમાં કોલકાતાના એક બિઝનેસમેન, બે અફઘાન, એક ઉઝબેક નાગરિક તેમ જ દિલ્હીના કેટલાક એજન્ટોનો સમાવેશ થાય છે. ભારતમાં કાશ્મીર, ખાલીસ્તાન અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રવૃત્તિ બાબતમાં ભારતે સદૈવ સજાગ રહેવું પડશે, કારણ કે ભારત પાસે પણ સાડા સાત હજાર કિલોમીટરનો સમુદ્ર કિનારો છે અને દુશ્મનો ઘણા છે. આ બાબતમાં ભારતને યુરોપના દેશો અને અમેરિકાની પોલીસના અનુભવો માર્ગદર્શક બની શકે તેમ છે.
મુન્દ્રાની ઘટના બાદ પોરબંદર નજીક અરબી સમુદ્રમાં રૂ. બે હજાર કરોડની કિંમતનું ૭૫૦ કિલોગ્રામ ડ્રગ્સ એક હોડીમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દાવા મુજબ છેલ્લાં આઠ વરસમાં ત્રણ લાખ ત્રેપન હજાર કિલોગ્રામ ડ્રગ્સ સરકારી એજન્સીઓએ પકડી પાડ્યું છે.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને ઉઝબેકિસ્તાન માટે ગુજરાતનો સમુદ્ર કિનારો નજીક પડતો હોવાથી, તેમ જ ગુજરાતથી દક્ષિણ તરફ (જેમ કે મુંબઈ, ગોવા, મેંગલોર, કાલીકટ વગેરે) જવા માટે પણ ગુજરાત નજીકના દરિયાકાંઠેથી પસાર થવાનું રહેતું હોવાથી ગુજરાતે અને ભારતે વધુ સાવધ રહેવું પડે. વળી ડ્રગ્સના ધંધાદારીઓ પોતાના માર્ગો બદલતા રહેતા હોય છે. કોઈ લોજિક વગર પણ ભારતનાં બંદરોનો ઉપયોગ કરે, જેથી પકડાઈ જવાની શક્યતા ઓછી રહે.
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!