કોરોના પહેલાંની સ્થિતિ કંઈ નવયુવાનો માટે આસાન ન હતી. લૉકડાઉને એ સંયોગોને વધુ પડકારરૂપ બનાવી દીધા. હવે ઓમિક્રોનને કારણે ફરી એક વિલંબિત અવકાશ સર્જાયો છે, પરંતુ દેશના યુવાનો જિંદગીના વિશિષ્ટ વળાંકમાંથી પસાર થઈ રહ્યા છે. અગાઉના જમાનામાં ભારતીય પ્રજાનો બહુધા વર્ગ ભાગ્યવાદી હતો અને તક પણ એટલી બધી હતી કે એમ લાગતું હતું કે ભાગ્ય સાથ આપી રહ્યું છે, પરંતુ હવે તેજસ્વી પ્રતિભાઓ પણ તક માટે ભટકતી જોવા મળે છે. છેલ્લાં પાંચ વરસમાં દેશના અર્થકારણે સહન કરેલા કેટલાક જગપ્રસિદ્ધ આંચકાઓને પરિણામે આપણને કોઈ કોઈ એવા વિષાદી પરિવારો પણ જોવા મળ્યા છે જેમાં પિતા અને પુત્ર બંને એક સાથે નોકરી શોધતા હોય. પિતા એની મધ્ય કે ઢળતી વયે નોકરી શોધે અને પુત્ર યૌવનના ઉંબરે પગ મૂકે ત્યારે પહેલી નોકરી શોધે. જે ઘરના બાપ- દીકરો, બંને નોકરી શોધતા હોય એની હાલત અકાળે આવી ચડેલી પાનખર જેવી હોય છે, એક તરફ સંતાનો પરણાવવા લાયક થયા હોય અને બીજી બાજુ ઘરની સર્વસામાન્ય દ૨માસિક આવક ધારા સુકાતી જતી હોય ત્યારે જિંદગી એના સૌથી વિકરાળ સ્વરૂપે નજરમાં તગતગે છે.
દરેક ઘરમાં એક મા હોય છે. માતાનો અર્થ જ છે કે જે સદાય એમ માને છે કે કાલે સોનાનો સૂરજ ઊગશે અને મારો દીકરો ઘોડે ચડશે. એટલે કે એની સર્વ કુશળતાઓના બદલામાં એના પૂરતી સફળતા તો એને રમતાં-રમતાં મળી જશે. દેશની એવી કંઈ કેટલીય માતાઓને જ્યારે તેમના કોઈ સ્વજન કે પરિચિત પૂછે કે આજકાલ તમારો દીકરો શું કરે છે? ત્યારે તે બહારથી તો એમ જ કહે છે કે બસ, હવે નોકરીએ ચડવાની તૈયારીમાં છે, પરંતુ એના હૃદયમાંથી એ ક્ષણે એક અદીઠ અશ્રુઝરણ વહેતું થઈ જાય છે. દેશના કોર્પોરેટ જગતમાં તેજસ્વી યુવાનોની કટોકટની તંગી છે, પરંતુ તકલીફ એ છે કે આપણા સરેરાશ તેજસ્વી યુવાનોમાં કોર્પોરેટ ક્ષેત્ર માટેની જોબ ફિટનેસ ઝીરો ડિગ્રી ઉપર છે. યુનિવર્સિટીના સાવ પુરાણા પાઠ્યક્રમોમાં કોર્પોરેટ કલ્ચરનો કોઈ અણસાર દેખાતો નથી. એક બીજી ન દેખાતી સમસ્યા પણ કોર્પોરેટ જગતમાં છે, કંપનીઓ એવા યુવાનોને નોકરી આપવા ચાહતી નથી જેઓ પોતાનો બિઝનેસ શીખી જાય અને પછી પોતાનું આગવું સાહસ કરે કે હરીફ કંપનીઓમાં જતા રહે.
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!