કેટલાક લોકો સંજોગોને કારણે ગુનાખોરીના રસ્તે પડે છે તો કોઈ અપરાધને પોતાનો ધર્મ બનાવી લે છે. આવા અપરાધીઓ પોતાની ગેંગમાં જે જોડાય તેને શિષ્ય બનાવી, ખુદને ગુરુપદે સ્થાપી દે છે. ચાર્લ્સ શોભરાજની કહાની આવી જ છે. તે ગુનાને ગુનો માનીને ચાલ્યો જ નથી. તે વિશ્વનો એકમાત્ર એવો ચોર, ઠગ અને ખૂની છે જેને એક ફિલ્મી સિતારા જેવી લોકપ્રિયતા મળી.
ભારતને આઝાદ થવાની હજી ત્રણ વર્ષની વાર હતી એવા સમયે શોભરાજ ભવનાણી નામનો એક ભારતીય વેપારી વિયેતનામ પહોંચ્યો. આ વેપારી અને વિયેતનામમાં દુકાન ચલાવતી એક મહિલા વચ્ચે પ્રેમ પાંગર્યો. બંને લગ્ન કર્યાં વિના પતિપત્નીની જેમ રહેવા લાગ્યાં. તેમને ત્યાં ૧૯૪૪ની ૬ઠ્ઠી એપ્રિલે એક દીકરાનો જન્મ થાય છે. આ દીકરો એટલે ચાર્લ્સ. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં સંબંધ વણસ્યો. એક દિવસ શોભરાજ ભવનાણી પત્ની અને પુત્ર ચાર્લ્સને છોડીને ભારત જતો રહ્યો.
ચાર્લ્સ સાવ નાનો હતો. તેની માતા ફ્રેન્ચ આર્મીમેન લેફ્ટનન્ટ જે વિયેતનામની બોર્ડર પર ફરજ પર હતો, એના પરિચયમાં આવી. બંને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કર્યાં. તેની સાથે માતા-પુત્ર ફ્રાન્સના પેરિસમાં આવ્યાં. આ રીતે ચાર્લ્સ શોભરાજ ફ્રાન્સનો નાગરિક બન્યો. પેરિસના વસવાટ દરમિયાન ચાર્લ્સની માતાને આર્મીમેન થકી પુત્રનો જન્મ થાય છે. આ રીતે ચાર્લ્સને સાવકો ભાઈ મળ્યો. બાળપણથી જ તેને એવું લાગતું કે પહેલાં સગા પિતાએ દગો દીધો, પછી સાવકો પિતા ધ્યાન નથી રાખતો અને હવે સાવકા ભાઈનો જન્મ થતાં સાવકા પિતાએ અંતર બનાવી લીધું. હું સાવકો છું એવા વિચારોને લીધે તે હંમેશાં પોતાના ઘર પરિવારથી કપાયેલો રહેવા લાગ્યો. આ અલગાવ તેને ગુનાખોરી તરફ દોરી ગયો.
પહેલો ગુનો અને પહેલી જેલ
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 07, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.