હમણાં મારી સાથે એક એવી ઘટના બની કે આ લખતાં લખતાં હજી પણ મારી આંખમાં ઝળહળિયાં છે. દરેક દીકરીની મા આ ખાસ વાંચે એવો મારો નમ્ર આગ્રહ છે. જેટલાં પણ લોકો મને નજીકથી ઓળખે છે એ બધાં જ જાણે છે કે હું એક દિવસીય ઊજવવામાં આવતા જાતજાતના દિવસોની તરફેણમાં ક્યારેય વાત નથી કરતી.
વૅલેન્ટાઇન ડે પૂર્વેના રોઝ ડેની વાત છે. મારા ઘરમાં આવો કોઈ ઉલ્લેખ થાય નહિ એટલે મારી નાની દીકરીએ એના રંગબેરંગી કાગળોમાંથી મારા માટે એને આવડે એવું ગુલાબ બનાવી મને આપ્યું. મને નવાઈ લાગી કે એને ક્યાંથી ખબર પડી કે આજે રોઝ ડે છે. જોકે એણે મારા માટે એ રંગબેરંગી કાગળમાંથી ચિત્રમાં મૂક્યું છે એવું એક ફૂલ, એક ગુલાબ અને એક બુકે જેવું ઘણું બધું બનાવીને આપ્યું.
એટલે મેં આશ્ચર્ય સાથે કહ્યું કે, ‘તને ખબર હતી કે આજે રોઝ ડે છે?’ હવે એણે મારી સામે એવી વિસ્મયભરી દૃષ્ટિથી જોયું કે એ વાત તો સ્પષ્ટ હતી કે એને આવો કોઈ ડે છે એ તો ખબર જ નહોતી. એનું મને આ રીતે એના હાથેથી ગુલાબ બનાવીને આપવું એ એક યોગાનુયોગ જ કહી શકાય.
ખરી વાત તો હવે શરૂ થાય છે. મેં એનું ગુલાબ હાથમાં લીધું અને પછી પ્રેમથી એને ખોળામાં લીધી અને કપાળે એક વ્હાલભરી બચી ભરી. પછી એના માથે હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું કે, ‘બેટા, મારું કોમળ અને સુંદર મજાનું ગુલાબ તો તું જ છે.’ અને પછી એણે મને જે બે વાક્યો કહ્યાં, એ સાંભળી મારો શ્વાસ થંભી ગયો. મને લાગ્યું કે મારું હૃદય એક ધબકારો ચૂકી જશે. આ વાત દરેક મા ધ્યાનથી સાંભળે, તમને પણ કદાચ મનોમન તમારી મમ્મીની યાદ ન આવે તો મારો આ લેખ નકામો જાણજો.
Esta historia es de la edición March 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!