ઘણાં વર્ષો પહેલાંની એક વાત ફરીથી યાદ આવી. જોકે દર નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જ્યારે ઘણી કંપનીમાં પ્રમોશન, પગાર વધારો, બોનસનો સમય થાય ત્યારે મને આ વાત યાદ આવે.
૨૦૧૦માં હું અમારા એક સગાને ત્યાં બેસવા ગઈ હતી. એ સમયે હું Swiss MNCમાં HR Directro તરીકે કાર્યરત હતી. હું જેમને ત્યાં ગઈ હતી તેમના દીકરા કેતનને (નામ બદલ્યું છે) થોડા દિવસ પહેલાં જ તેની નોકરીમાં પગાર વધારો મળ્યો હતો. તેની નોકરીને હજુ ૯-૧૦ મહિના જેવું જ થયું હતું, એટલે સ્વાભાવિક રીતે પગાર વધારો ઓછો હતો. હું ત્યાં હતી એટલે તેણે મને તેના પગાર-વધારા વિશે વાત કરી અને આગળ તેણે શું કરવું જોઈએ તે મને પૂછ્યું. મેં વળતા થોડા પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ તેણે વ્યવસ્થિત આપ્યા. મારા એક પ્રશ્નના જવાબમાં કેતને કહ્યું કે, ‘કંપનીમાં હું ખૂબ મહેનત કરું છું, મારું કામ પતાવ્યા વગર હું ઑફિસેથી નીકળતો નથી, નવી સ્કિલ શીખું છું, મારું બધુ ફોકસ મારા કામમાં જ રહે છે, મારાથી શક્ય તે બધું કરું છું, છતાં મારા કામને મારા બૉસ એપ્રિશિયેટ નથી કરતા.’ તેણે ઉમેરતાં કહ્યું કે, ‘આટલી મહેનત કરતા હોઈએ, મન દઈને કામ કરતા હોઈએ ત્યારે કોઈ આપણા કામનાં થોડાં વખાણ કરી દે તો કામ કરવાનો ઉત્સાહ વધી જાય.'
અમારી આ વાતો ચાલતી હતી ત્યારે તેનાં દાદીમા ત્યાં જ બેઠાં – બેઠાં સાંભળતાં હતાં. તેમણે થોડીવાર તો સાંભળ્યું, પછી બોલ્યાં કે, ‘કેતન, તને પગાર નથી દીધો?’
કેતને જવાબ આપ્યો કે, ‘બા, પગાર તો મળ્યો છે, પણ મારા કામની કોઈ પ્રશંસા નથી કરતા. હું આટલી મહેનત કરું છું તો થોડાં વખાણ કરે તો કામ કરવાનો મારો ઉત્સાહ વધે.’
Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.