સો કરતાં પણ વધુ વર્ષથી સિનેમા આપણાં જીવનનો અભિન્ન હિસ્સો બનીને રહ્યું છે. વિશ્વની સૌથી પહેલી ફિલ્મ ૧૮૯૬માં રજૂ થઈ અને ભારતમાં ૧૮૯૭ અને અનુક્રમે ૧૯૧૨માં ફૂલ લેન્થ ફિલ્મ રજૂ થઈ. એટલે કહી શકાય કે ભારતીય સિનેમાનો ઇતિહાસ વિશ્વના સિનેમા ઇતિહાસ જેટલો જ જૂનો છે. સિનેમાના પડદે કલાકારો પાત્ર ભજવે છે અને એ તેમના પાત્ર થકી લોકોનાં હૃદયમાં એક ખાસ, કાયમી સ્થાન બનાવી લે છે. તે પાત્રો લોકોનાં જીવન પર મન-વચન અને આચરણ પર પણ એટલાં જ પ્રભાવક સાબિત થાય છે. એ તેમનાં સુખ-દુઃખ, મુશ્કેલીઓ અને સંતાપો સાથે જોડાઈ જાય છે. તેથી મનોરંજનનું આ માધ્યમ સૌથી વધારે અસરકારક માનવામાં આવ્યું છે.
આજે ભારતીય ફિલ્મ જગત ૧૨૫મા વર્ષના ઓવારે આવીને ઊભું છે. આ વર્ષો દરમિયાન તેનો સતત વિકાસ અને આધુનિકરણ થતું રહ્યું છે. સિનેમા તેના નવીનતમ સ્વરૂપ over-totop (ott) પર આજે ખૂબ ફૂલી ફાલી રહ્યું છે.
તાજેતરમાં, આ પ્રકારના જ પ્લૅટફૉર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોઝ પર ‘જ્યુબિલી’ વેબ સિરીઝ રિલીઝ થઈ છે. આ સિરીઝ કોઈ પણ મનોરંજક સિરીઝ કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે, કારણ કે તે ભારતીય ફિલ્મ ઇતિહાસનો, તેની વિકાસ યાત્રાનો પણ પરિચય કરાવે છે. ‘રાજા હરિશ્ચંદ્ર’ – પ્રથમ ભારતીય મૂક ફિલ્મ બની, પરંતુ એ પછી આવ્યો ટોકીઝનો જમાનો. આ સિરીઝ આપણને ૩૦ના દાયકાની બોલતી ફિલ્મોના પ્રારંભકાળની રોમાંચક સફરે લઈ જાય છે.
પ્રાઇમ વીડિયો પર ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણે અને રાયટર અતુલ સબરવાલની નવી વેબ સિરીઝ જ્યુબિલી તેના પ્લોટ, સેટ ડિઝાઇન, વર્ણન અને પ્રદર્શનની પ્રશંસા સાથે પ્રેક્ષકોને ખૂબ ગમી છે. આ સિરીઝનાં સબળાં પાસાંની વાત કરીએ તો કાસ્ટિંગને સોમાંથી સો આપવા પડે છે.
આ શૉનાં મુખ્ય પાત્રો પ્રોસેનજીત ચેટર્જી, અદિતિ રાવ હૈદરી, અપારશક્તિ ખુરાના, સિદ્ધાંત ગુપ્તા, વામિકા ગબ્બી અને નંદીશ સંધુએ ભજવ્યા છે. આ ઉપરાંત રામ કપૂર, અરુણ ગોવિલ, શ્વેતા બાસુએ પણ ખૂબ સરસ રીતે પોતાનાં પાત્રોને ન્યાય આપ્યો છે.
Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ