સર્જકતાના નામે ચારિત્ર્યહનનઃ વિનોદ જોશીનું સૈરન્ધ્રી
ABHIYAAN|May 20, 2023
ક્યાં કીચકને ધુત્કારતી મહાભારતની દ્રૌપદી અને ક્યાં એવા સાવ લંપટ પુરુષને કાળજે બેસાડતી વિનોદ જોશીની દ્રૌપદી! જે સૈરન્ધ્રી મહાભારતમાં કીચક જેવા નિર્લજ્જ (મહાભારતમાં દ્રૌપદીના મુખે જ એને માટે ‘નિરપત્રપ’ શબ્દ પ્રયોજાયો છે) અને દુરાચારી પુરુષથી ત્રાસેલી બતાવાઈ છે, તે દ્રૌપદી સ્વપ્નલોકમાં કીચકને માણતી આલેખાઈ છે! કીચક સાથે રંગરાગ માણવા (આનું પણ ૬ પૃષ્ઠ ભરીને વર્ણન છે!) તત્પર સૈરન્ધ્રીને અચાનક જ બ્રહ્મજ્ઞાન થાય છે કે આ યોગ્ય નથી. (કર્તાને ખ્યાલ તો છે જ કે આ વર્ણન અયોગ્ય છે, એટલા માટે એ સ્વપ્નની પ્રયુક્તિ યોજે છે!). એટલે હવે પ્રિયતમ કર્ણ આવે છે. એ કર્ણ સાથે પણ સ્વપ્નમાં સમાગમ કરે છે
મનિષા દવે
સર્જકતાના નામે ચારિત્ર્યહનનઃ વિનોદ જોશીનું સૈરન્ધ્રી

૧.

વિનોદ જોશીકૃત સૈરન્ધ્રી વિશે ગુજરાતી સાહિત્યમાં, ખાસ તો સમૂહ માધ્યમોમાં અને સાહિત્યના કાર્યક્રમોમાં ઘણા સમયથી જે પ્રશંસાત્મક ચર્ચાઓ ચાલે છે તે પરથી જેણે આ કૃતિ વાંચી નથી તેવા સરેરાશ સાહિત્યભાવકને એમ જ લાગે કે આ એક અભૂતપૂર્વ રચના છે. કવિએ સ્વયં અનેક સ્થાને એનાં પઠનો કર્યાં છે. ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકોએ કરંડિયા ભરીને એનાં વખાણ કર્યાં છે. આ પ્રબંધકાવ્ય-કવિ પોતે એને આ સંજ્ઞાથી ઓળખાવે છે – ભારતની અન્ય એક કરતાં વધુ ભાષાઓમાં પણ અનુવાદિત થઈ રહ્યું છે. આ નિમિત્તે એવો પ્રશ્ન થવો જોઈએ કે ખરેખર ‘સૈરન્ધી’ ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરી શકે એવી સક્ષમ કૃતિ છે ખરી? અથવા જેટલી પ્રશંસા આ કૃતિની થઈ છે તેને અનુરૂપ એનું રચનાવિધાન છે ખરું? નામ પરથી સ્પષ્ટ છે તેમ આ કૃતિ દ્રૌપદીએ ગુપ્તવાસ દરમિયાન રાખેલા છદ્મનામ સાથે કોઈ રીતે સંબંધિત છે, તો પુરાકથાના વિનિયોગની રીતે આ કાવ્ય કશી નવી ઊંચાઈઓ સિદ્ધ કરે છે ખરું? આ વિશે છેલ્લાં ત્રણ વર્ષના અભ્યાસને પરિણામે અને કૃતિના સૂક્ષ્મ વાંચનને પરિણામે મારો ઉત્તર સ્પષ્ટ ના છે. સાહિત્યિક દૃષ્ટિએ ‘સૈરન્ધી’ કવિની પૂર્વે રચાયેલી ‘શિખંડી’ જેવી જ નબળી કૃતિ છે. એની સમગ્રલક્ષી તપાસ મેં મારા સુદીર્ઘ લેખમાં વિસ્તારપૂર્વક કરી છે. અહીં હું કેટલાક મુદ્દાઓ લઈ મારી વાત ટૂંકમાં મૂકીશ. શબ્દોનું કંટાળાજનક પુનરાવર્તન; શિથિલ વાક્યરચના; એકસુરીલી અને એથી પાત્રાનુસારી ભાષાનો અભાવ; કાનને વાગે એવી અસ્વાભાવિક પદાવલિ અને એવા જ દીર્ઘ વાક્યખંડો, વગેરે એની અનેક સાહિત્યગત મર્યાદાઓ છે. કવિનો દાવો દ્રૌપદીના ‘નિજત્વ’ને આલેખવાનો છે અને આ શબ્દ એનો રસકસ નીકળી જાય એમ ૮૦ વાર પ્રયોજાયો છે! ‘પુરુષમાત્રની અધિકારી’ આ પંક્તિ ૪ વાર પ્રયોજાઈ છે.

Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024