જૂઠું માનવું હોય તો જૂઠું માને એમ કરી જૂઠો અસત્ય નથી બોલતો
જૂઠું બોલનાર જૂઠું સાચું માનવામાં આવે એટલે સત્ય નથી બોલતો
જૂઠું અર્થાત્ જે સાચું નથી તે. સાચું અર્થાત્ જે જૂઠું નથી તે. આ બંને વ્યાખ્યા સાચી પડી શકે છે, તેમ જ જૂઠી સાબિત થઈ શકે છે. ટુ, ફોલ્સ ’ને રિયલ, અનરિયલ અલગ સાબિત થઈ શકે છે. કરેક્ટ, ઇનકરેક્ટ ’ને રાઇટ, રોન્ગની જોડીઓ પણ ભિન્ન પુરવાર થઈ શકે છે. ઇન ફેક્ટ, સાચું સમજીએ તો ઇમ્પરફેક્શન, ફોલ્સનેસ, ઇનએક્યુરસી, ઇનએક્ઝેટનેસ, ડિસઓનેસ્ટી, અનઑથેન્ટિક, મિસઇન્ટરપ્રિટેશન, મિસપ્રેઝન્ટેશન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ઇમપ્રિસિઝન જેવા શબ્દ ’ને તેના અર્થ લાઇ કરતાં ક્યાંક નોખા પડી શકે છે. અનટુથફુલનેસ ક્યારેક ફુલિશનેસ કે ફ્લો સાથે જોડાયેલું હોઈ શકે છે, ક્યારેક પાપ યા કાયદાના ભંગ સાથે જોડાયેલું હોઈ શકે છે. અમુક સત્ય નગ્ન હોય છે એવું કહેવાય છે, તો સામે નેકેડ લાઇ પણ બોલાય 'ને ઝીલાય છે. રાજકારણ, વેપાર ’ને ન્યાયાલયમાં જે કોઈ મૌખિક દાવપેચ ખેલાતા હોય છે, તેમાં ઘણી વાર સચ્ચાઈના વિશિષ્ટ, વિકૃત 'ને વાહિયાત વપરાશ દ્વારા જૂઠ બોલાતું, સંભળાતું તેમ જ તોળાતું હોય છે. પ્રશ્ન એ છે કે માણસ જૂઠું કેમ બોલતો હશે, અજાણતા કે અજ્ઞાનતામાં બોલાતા અસત્યની વાત છે.
હસમુખો યા ટીખળી મનુષ્ય હોય એ તત્ક્ષણ ઘણા ઉત્તર આપી શકે છે. એક તો માણસને બોલતાં આવડે છે એટલે બોલે. બીજું માણસને જૂઠું બોલતાં આવડે એટલે બોલે. ત્રીજું સામેના માણસને સાંભળતા આવડે એટલે બોલે. ચોથું સામેનો માણસ જૂઠું સાંભળી શકે તેમ હોય છે એટલે બોલે. પાંચમું માણસ પોતે જૂઠો હોય ’ને એણે જૂઠું બોલવું હોય છે એટલે એ બોલતો હોય છે. આગળ સાચા ભાસતા ’ને અમુક રીતે સાચા હોય એવાં અન્ય કારણ વિચારી શકાય છે. તેથી આગળ વધીને જૂઠા કારણ પણ વિચારી શકાય છે ’ને એ જૂઠા કારણોને સાચા ઠેરાવવા બહુ બધું સાચું બોલી શકાય છે. તર્ક, લાગણી ’ને વિચારના અવનવા ઉપયોગની ઢગલાબાજી રમીને અર્ધસત્યનું વૈવિધ્ય સર્જી શકાય છે. બોલીને ના બગાડાય એવું માને તેને શું હસતાં હસતાં જ જે સાચું કહી શકે તેને શું પ્યાલો છે, પાણી છે, પ્યાલો અર્ધો ભરેલો છે, પ્યાલો અર્ધો ખાલી છે. પ્યાલો અર્ધો હવાથી ભરેલો છે તેનું શું!
Esta historia es de la edición May 27, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 27, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ