પૃથ્વીનો નકશો, નકશામાં પૃથ્વી કેટલી વાસ્તવિક, કેટલી ભ્રામક
ABHIYAAN|June 03, 2023
અમેરિકન ભૂગોળશાસ્ત્રી અને કાર્ટોગ્રાફર આર્થર એચ. રોબિન્સન ૧૯૬૩માં ‘રૉબિન્સન પ્રોજેક્શન’ લઈ આવ્યા. રોબિન્સને નકશાની રચનામાં વિસ્તાર કે અંતરથી વિશેષ ‘દેખાવ’ને મહત્ત્વ આપ્યું
પ્રિયંકા જોષી
પૃથ્વીનો નકશો, નકશામાં પૃથ્વી કેટલી વાસ્તવિક, કેટલી ભ્રામક

પ્લેનેટ અર્થ એટલે કે સાત મહાસાગર અને સાત ભૂખંડોને સમાવતી આપણી પૃથ્વી. આખી દુનિયામાં એવી એક પણ જગ્યા બાકી નહીં રહી હોય જ્યાં માણસે પગલું પાડ્યું ન હોય. દુનિયાને તસુ-તસુ માપી લેનાર માણસે તેની જરૂરિયાત અને અનુભવના આધારે તેના પ્રતિરૂપો તૈયાર કરવાનો સતત પ્રયત્ન કર્યો છે.

તમામ પ્રકારની સંસ્થા, ખાસ કરીને શાળાના વર્ગખંડોની દીવાલ પર દુનિયાનો નકશો અચૂક જોવા મળે છે. આપણે સૌ પેઢીઓથી આ નકશાનો અભ્યાસ કરીને આગળ વધ્યા છીએ. આપણા ચિત્તમાં પૃથ્વીનું આ જ ચિત્ર બાળપણથી અંકાયેલું છે, પરંતુ શું ખરેખર આ નકશો પૃથ્વીના વાસ્તવિક રૂપને પ્રતિબિંબિત કરે છે? સંશોધનોના આધારે લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં નકશા બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રાચીન નકશાઓનું સ્વરૂપ માત્ર જે-તે દેશ-પ્રદેશની સરહદો અને પ્રભુત્વ દર્શાવતું હતું. કાળક્રમે પ્રવાસની સીમાઓ વિસ્તરતી ગઈ તેમ તેમ તેમાં સુધારો થતો ગયો અને દિશા, અંતર, કદ વગેરે દર્શાવતાં નવા અને સંવર્ધિત નકશાઓ ચલણમાં આવતાં ગયા. શિલાલેખ, ધાતુપત્ર, ભોજપત્ર, કાગળ પરથી પસાર થઈને આજે આ નકશા 2d-3d વર્ચુઅલ મૉડેલ અને GPS સુધી પ્રગતિ કરી ચૂક્યા છે.

દરેક કાર્યક્ષેત્રમાં, ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવતાં અનેક પ્રકારના નકશાઓ આજે ચલણમાં છે. આ પદ્ધતિ સમજવી પ્રમાણમાં ઘણી સ૨ળ છે. મુખ્યત્વે political (રાજકીય) map અને physical (ભૌતિક) map સૌથી વધારે પ્રચલિત છે. રાજકીય નકશા દ્વારા દેશ, રાજ્ય, તેની સરહદો, રાજધાનીઓ અને શહેરો વિશે જાણી શકાય છે, તો ભૌતિક નકશા સમગ્ર વિશ્વમાં ચોક્કસ પ્રકારના પ્રદેશ જેમ કે રણ, ઘાસનાં મેદાનો, જંગલો, પર્વતો, ગિરિમાળાઓ, નદીઓ, સરોવરો જેવાં કુદરતી લક્ષણો દર્શાવે છે.

જ્યારે દુનિયાના નકશાની વાત આવે છે ત્યારે આપણું મન અનાયાસે જ એટલાસ ઊથલાવવા લાગે છે. સામાન્ય લોકો માટે ભૌમિતિક જ્ઞાનનું ભાથું એટલે શાળા દરમિયાન જેનો અભ્યાસ કરેલો તે નકશાપોથી. દુનિયાના નકશામાં વિવિધ રંગના નાનામોટા ખંડો અને વાદળી રંગના મહાસાગરો આપણા સામાન્ય જ્ઞાનની સ્મૃતિઓનો એક ખાસ હિસ્સો છે. હવે જો એવું કહ્યું કે નકશાપોથીના એ તમામ નકશા માત્ર એક આભાસી ચિત્ર છે અને તે ૧૦૦% સાચા નથી તો માનવા ન આવે, પરંતુ આ એક એવી હકીકત છે જેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. ચાલો જાણીએ કે કેવી રીતે –

Esta historia es de la edición June 03, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 03, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024