અમારા ટાવરના આઠમા માળે રહેતા પ્રવીણ પાનવાલાની એકની એક ઢબુ સાતમી ટ્રાયલે પાસ થઈને બારમાની બહાર નીકળી ત્યારે આખું ટાવર હરખની હેલીએ ચડ્યું'તું.
‘ઢબુને કોન્ગ્રેટ્સ કરી આવ્યા?’ વાઇફે રસોડામાંથી પૂછ્યું.
‘હું તમને કહું છું, ના ગયા હો, તો જઈ આવો. ઢબુ રાજી થશે.’
‘શી ઉતાવળ છે?’ મેં છાપું વાંચતાં વાંચતાં હીંચકાની ઠેસ મારી બાલ્કનીમાંથી કહ્યું, ‘એકાદ-બે દિવસ પછી જઈ આવીશ.’
‘પછી તમારા એકાદ-બે દિવસ આવતા જ નથી’, લોટવાળા હાથે વેલણ પકડી બહાર આવીને વાઇફે કહ્યું, ‘જાવ, જઈ આવો. ટાણે ઢોલ વાગે તો જ કામનું, વગર ટાણે વગાડવા બેસીએ તો કોક મશ્કરી કરે, ઊભા થાવ.’
‘એટલે જ હું શાંતિથી બેઠો છું,’ મેં કહ્યું. ‘પછી કોઈ મારી મશ્કરી કરે એ મને સહેજેય ન ગમે.’
‘મોડા મોડા જાવ, તો પછી મશ્કરી તો કરે જ ને’, વાઇફે બેઝિનમાં હાથ ધોતાં કહ્યું, ‘ચાલો, હું તમારી સાથે આવું.’
‘તો એમ કહે ને કે તારે પણ આવવું છે!’
‘હું તો ક્યારનીય જઈ આવી.’
‘ભારે ઉતાવળી.’
‘આમાં ઉતાવળ ક્યાં આવી?’ વાઇફે સહજતાથી કહ્યું. ‘અને મોડા પડવું તો મને સહેજ પણ ન ગમે.’
‘‘એની તો મને ૪૬ વરસ પહેલાં ખબર પડી ગઈ’તી કે મોડા પડવું તને સહેજ પણ ન ગમે!” મેં મૂળ વાત પર આવીને કહ્યું, “ઢબુને આજે ને આજે અભિનંદન આપવામાં જોખમ છે. એકાદ-બે દિવસ ઝીણવટથી છાપાં વાંચીએ એમાં ‘સુધારો’ એવા મથાળા હેઠળ એવા કોઈ સમાચાર છપાયા તો નથી ને કે કમ્પ્યૂટરની ભૂલથી જેને પાસ જાહેર કરવામાં આવેલા છે એ ખરેખર તો નાપાસ છે અને એમાં આપણી ઢબુનું નામ હોય.. તો ભારે પડી જાય ને?’’
‘એમ?’ વાઇફનેય શંકા પડી.
અમારા ટાવરમાં રહેતા, બાલમંદિરથી માંડીને બબાલમંદિર એટલે કે કૉલેજ સુધી ભણતાં છોકરા-છોકરીઓની કરિયર વિશેની ખબર એ લોકોને ન હોય એટલી વડીલોને હોય છે!
‘મેં તો આવું વિચાર્યું જ નહોતું.’ વાઇફે કહ્યું, ‘તમને આવા ઉત્તમ વિચારો ક્યાંથી આવે છે?’
Esta historia es de la edición June 10, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 10, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!