હવામાનની આગાહી ખોટી જ પડવાની છે, હવામાન કેમ પલટાયું?
ABHIYAAN|June 17, 2023
બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર હોય તો જે-તે જગ્યાએ વાવાઝોડું આવશે. શિયાળામાં કાશ્મીરનું દાલ લેક ઠરી જાય તો બીજા વર્ષે વરસાદ સારો આવશે ધીરે ધીરે રાજસ્થાનમાં પણ વરસાદનો ઉત્તરોત્તર વધારો થતો ગયો. આજે બિકાનેર જેવા બોર્ડર પર આવેલા પ્રદેશોમાં ખૂબ જ સારા પ્રમાણમાં ખેતીવાડી થાય છે એવું લાગે છે કે હવે વિદેશની જેમ ભારતમાં પણ ચોમાસું એક ઋતુ નહીં રહે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડતો રહેશે. ખેડૂતોએ ખેતી કરવાની પેટર્ન બદલવી પડશે
હવામાનની આગાહી ખોટી જ પડવાની છે, હવામાન કેમ પલટાયું?

ઉનાળાની શરૂઆત થતાં પહેલાં એક પણ હવામાનશાસ્રી, હવામાનની જાણકારી આપતી સંસ્થા કે જ્યોતિષીઓએ આગાહી કરી ન હતી કે ઉનાળાની સિઝનમાં વારંવાર વરસાદ પડશે. આવું કેમ થાય છે? તે જાણવાનો પ્રયત્ન આપણે આ લેખ દ્વારા કરવાનો છે. આનો ખ્યાલ મને દસ વર્ષ પહેલાં આવ્યો હતો. તેથી મેં તેના પર અવલોકન લેવાના શરૂ કર્યા હતા. બે-ત્રણ વર્ષ બાદ તેનો અંદાજ આવવાનો શરૂ થઈ ગયો હતો. તે વખતે રેડિયો મિર્ચી ૫૨ ધ્વનિત સાથે વાતચીતમાં મેં તેનો ખ્યાલ આપી દીધો હતો. ત્યાર બાદ ઘણી બધી વખત આના પર લખવાનું વિચાર્યું, પરંતુ વ્યસ્તતાને કારણે આ કામ નથી થયું, પરંતુ છેલ્લા બે મહિના દરમિયાન સતત બેથી ત્રણ વખત ઉનાળામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ તેમ જ કરા પડવાની આગાહી કોઈ હવામાનશાસ્ત્રી કે જ્યોતિષશાસ્ત્રીઓએ કરી ન હતી. તેથી મનને સળવળાટ થયો અને લખવા બેસી ગયો.

સામાન્ય રીતે આ પરિસ્થિતિને માટે ગ્લોબલ વૉર્મિંગના પરિબળને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ મારા સંશોધનમાં ગ્લોબલ વૉર્મિંગ સિવાયનાં પરિબળો પણ સામે આવ્યાં છે. જે અહીં પ્રસ્તુત છે.

ધરતીકંપ પછી ઘણા બધા જ્યોતિષીઓ અને હવામાનશાસ્ત્રીઓ માર્કેટમાં આવ્યા. અકસ્માતે તેઓએ કરેલી દસમાંથી પાંચ આગાહીઓ સાચી પણ પડી. પછી ધીરે ધીરે આગાહીઓ ખોટી પડવાનો દર વધતો ગયો. પરિસ્થિતિ હવે એ આવી ગઈ કે તેઓ પોતાની ઓળખ જ્યોતિષ તરીકે આપવી કે હવામાનશાસ્ત્રી તરીકે આપવી એની ચિંતામાં પડી ગયા છે. એક વખત ટેલિવિઝનની ડિબેટમાં મારી મુલાકાત એમની સાથે થઈ હતી. ત્યારે મેં મારા અવલોકનની વાત એમને કહી હતી. કારણ એ હતું કે આગાહી કરવાનું કામ મારું ન હતું, તેમનું હતું. આ ટુલ તેમને મળે તો કદાચ ભવિષ્યની આગાહીઓ કરવા માટે તેમને ઉપયોગી સાબિત થાય તે હેતુ હતો.

Esta historia es de la edición June 17, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 17, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025