એમબીબીએસ અને બીડીએસ જેવા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપવાની હોય છે. જેમાં પ્રદર્શનના આધારે તેમને મેડિકલમાં પ્રવેશ મળે છે. નીટની તૈયારી માટે અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરોમાં લાખથી દોઢ લાખ રૂપિયા જેટલી ફી હોય છે. આટલી મોટી ફી દરેક વિદ્યાર્થી ભરી શકતો નથી. ૧૨ સાયન્સમાં ધારી સફળતા મેળવ્યા બાદ પણ આર્થિક સ્થિતિ નબળી હોવા ઉપરાંત યોગ્ય માર્ગદર્શનના અભાવે અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીથી વંચિત રહી જાય છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ‘સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન’ દ્વારા નિઃશુલ્ક નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી શિક્ષકો બોલાવીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
વ્યારા તાલુકાના મુસા રોડ ખાતે શ્યામ વાટિકા સોસાયટીમાં ‘સ્પર્શ નોલેજ સેન્ટર’ બનાવવામાં આવ્યું. પહેલી જ બેચમાં ૫૧ વિદ્યાર્થીઓને ૪૨ દિવસની ટ્રેનિંગ વિનામૂલ્યે આપવામાં આવી. ડિજિટલ ઇન્ટરેક્ટિવ બોર્ડ દ્વારા બાળકોને ભણાવવામાં આવ્યા. પુસ્તકો અને સ્ટેશનરીથી લઈને નાની-મોટી દરેક જરૂરિયાતોનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. સ્પર્શ નોલેજ સેન્ટરના મોટા ભાગના કાર્યકરો દિવસ દરમિયાન પોતપોતાની સરકારી નોકરીઓમાં વ્યસ્ત હોવાને કારણે બાળકોને પૂરતો સમય આપવા માટે અસમર્થ હતા. જેથી સીસીટીવી કૅમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી, જેને લઈને તેઓ પોતાના કાર્ય સ્થળેથી પણ વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર નજર રાખી શકે. સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટ માટે જે વ્યક્તિ યોગ્ય સમય ફાળવી શકે એવા રિટાયર્ડ વ્યક્તિઓને જ સભ્યો બનાવવામાં આવ્યા. સફળ થનાર વિદ્યાર્થીનો ચાર વર્ષનો મેડિકલનો તમામ ખર્ચ પણ આ ગ્રૂપ ઉઠાવશે. નીટ બાદ હવે જેઇઇ, જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવાની યોજના છે.
આશાબહેન ગામિત
Esta historia es de la edición June 17, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 17, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ