શાહીના ખડિયાની અનોખી સૌંદર્યસૃષ્ટિ
ABHIYAAN|July 08, 2023
સર્જનથી મોટું કોઈ સુખ હોતું નથી, પરંતુ સૃષ્ટિમાં એવા ભાવકો છે જે કલાકૃતિઓના આ મૂલ્યને સમજે છે અને તેનું જતન કરે છે. તેમના આ ભગીરથ કાર્યથી આ કલા આપણા સુધી પહોંચે છે હાથથી લખાયેલી હજારો પ્રત જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે. એ હસ્તપ્રતો જોઈને લેખનકારોની ચોકસાઈ પર આશ્ચર્ય થાય. આજે આપણે કેટલી સરળ રીતે બેકસ્પેસથી લખેલું સુધારી શકીએ છીએ
પ્રિયંકા જોષી
શાહીના ખડિયાની અનોખી સૌંદર્યસૃષ્ટિ

દરેક મનુષ્યની આંખમાં સૌંદર્યદ્રષ્ટિ રહેલી છે. સૌંદર્ય સૌને ગમે છે. એક દર્શક સૌંદર્યને નિહાળે છે; ભાવક તેનો આવિર્ભાવ કરે છે અને કલાકાર કોઈ પણ ચીજમાં સૌંદર્યનો પ્રાણ પૂરે છે. આપણી આસપાસ એવી અસંખ્ય વસ્તુઓ નજરે પડે છે જેણે તેની ઉપયોગિતાને અતિક્રમીને આપણા ચિત્તમાં ખાસ સ્થાન બનાવ્યું હોય છે. તે તેની વસ્તુતઃ મર્યાદા ઓળંગી જાય છે. તે તેના સૌંદર્યથી આપણને આકર્ષક લાગે છે, પ્રિયકર લાગે છે. એક સામાન્ય ચીજ આ રીતે કલાકૃતિ બની જાય છે. ભારતીય કલા જનજીવન સાથે વણાયેલી કલા છે. કલાકાર અલગારી હોય છે. તેમના માટે સર્જનથી મોટું કોઈ સુખ હોતું નથી, પરંતુ આ સૃષ્ટિમાં એવા ભાવકો છે જે કલાકૃ તિઓના આ મૂલ્યને સમજે છે અને તેનું જતન કરે છે. તેમના આ ભગીરથ કાર્યથી આ કલા આપણા સુધી પહોંચે છે.

શ્રી નિસર્ગ આહીર એક ઉત્તમ ભાવક તો છે જ, ઉપરાંત તેઓ પોતે પણ કવિ, લેખક અને ચિત્રકાર છે. તેઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસી છે. એમણે ભારતીય કલા અને સંસ્કૃતિ વિષયક કલાકૃતિઓનો આગવો સંગ્રહ કર્યો છે. તેથી વાત અદકેરી બની જાય છે. કૅલિગ્રાફીના જાણકાર હોવાથી નિસર્ગભાઈને આપણી પુરાતન લેખન પદ્ધતિ અને સામગ્રી વિશે જિજ્ઞાસા જાગી. આ કુતૂહલથી પ્રેરાઈને તેમણે ધાતુના ખડિયાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. ભારતના જુદા-જુદા વિસ્તારોમાંથી ધાતુના જૂના ખડિયા એકત્ર કર્યા. તેમના આ સંગ્રહમાં ગજબ વૈવિધ્ય છે. દરેક ખડિયાનો આકાર, કદ, ઘાટ, સુશોભન વગેરે ભિન્ન છે. આ પ્રકારના ત્રણસો જેટલા ખડિયા તેમણે એકત્રિત કર્યા છે. મોટા ભાગે પિત્તળના ખડિયા, ઉપરાંત તાંબા, કાંસા, જર્મન સિલ્વર અને લોખંડના ખડિયા પણ ખરા. ત્રણસો વર્ષથી લઈને વીસ વર્ષ જૂના ખડિયાનો અદ્ભૂત સંગ્રહ એમની પાસે છે. આ સંગ્રહ જોઈને આશ્ચર્ય થાય કે લખવા માટે માત્ર શાહી ભરવાની હોય એ ખડિયામાં આટલી બધી સૌંદર્યસભર વિવિધતા! 

આજથી દોઢસો વર્ષ પૂર્વે લેખન બ્રાહ્મણો, વિદ્વાનો વેપારીઓ કે ધંધાદારી લહિયાઓ પૂરતું મર્યાદિત હતું. નિસર્ગ આહીર જણાવે છે કે કૅલિગ્રાફી માટે લિપિકાર-લહિયાનું કાર્ય કરનાર એક વિશિષ્ટ વર્ગ હતો. વારસાગત કે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા લેખનની શૈલી, અલંકરણ, ચિત્રાંકન, શાહી બનાવવાની રીત વગેરેનો પ્રસાર થતો. મુખ્યત્વે આ વર્ગમાં બ્રાહ્મણ, નાગર, કાયસ્થ, ભોજક, નાયક વગેરે જાતિનો સમાવેશ થતો.

Esta historia es de la edición July 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024