એક વખત એવું બન્યું કે જાપાનના મુખ્ય સમાચારપત્રોના ફ્રન્ટ પેજ ઉપર જાહેર માફીનામું છપાયું. આ દિવસ હતો ૨૭ નવેમ્બર, ૨૦૦૮નો. આ માફીનામું ટોક્યો રેલવે સ્ટેશન ઉપરથી જાપાનના ગૌરવ સમાન એવી બુલેટ ટ્રેન ભૂલથી ૨૦ સેકન્ડ વહેલી ઊપડી જવા માટે હતું. જાપાનની બુલેટ ટ્રેનના ઇતિહાસમાં સૌથી મોટી અને એકમાત્ર ઘટના હતી. આ લખાય છે ત્યાં સુધી હજુ એક પણ અકસ્માત થયો નથી. આજકાલ ભારતમાં અમદાવાદ મુંબઈ વચ્ચે તૈયાર થનાર બુલેટ ટ્રેનની ચર્ચા છે. તે આટલી બધી ઝડપથી કેવી રીતે દોડે છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે.
જાપાન જઈએ અને બુલેટ ટ્રેનમાં ન બેસીએ તે કેમ ચાલે. અમારો જાપાનનો પ્રવાસ નક્કી થયો ત્યારે જ બુલેટ ટ્રેનમાં લાંબો પ્રવાસ ક૨વાનું નક્કી કર્યું હતું. તેથી સીધા જાપાનમાં ટોક્યોને બદલે અમે ઓસાકા શહેરને પસંદ કર્યું. ઓસાકા, હિરોશિમા જોઈને બુલેટ ટ્રેનમાં ટોક્યો પહોંચવાનું નક્કી કર્યું હતું. જાપાનમાં વિદેશી પ્રવાસીઓ માટે જે.આર.(જાપાન રેલવે) પાસની સરસ વ્યવસ્થા છે. સાત દિવસ કે પંદર દિવસનો આ પાસ તમે ખરીદી લો એટલે વાર્તા પૂરી. આખા જાપાનમાં ગમે ત્યાં ફરો, ગમે તેટલી વાર ફરો, તેમાં બુલેટ ટ્રેન પણ સામેલ છે. હા, ઓસાકા અને ટોક્યો જેવા મોટા શહેરમાં ઘણી બધી પ્રાઇવેટ મેટ્રો ટ્રેન પણ ચાલે છે. તેનું એક અલગ કાર્ડ કઢાવી લેવાથી વારંવાર ટિકિટ કઢાવવાની જરૂર પડતી નથી. તમારો પ્રવાસ સરળ બની જાય છે.
આ લેખમાં આપણે બુલેટ ટ્રેનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીશું. માત્ર વૈજ્ઞાનિક અભ્યાસ નહીં, પરંતુ કુદરતનું બારીકાઈથી નિરીક્ષણ અને અવલોકન કરવાથી કેવી અદ્ભુત શોધ થાય છે, તેનું ઉદાહરણ પણ આપણે જોઈશું. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડૉક્ટર એ.પી.જે. અબ્દુલ કલામને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વૈજ્ઞાનિક બનવા માટે શું કરવું જોઈએ? ત્યારે કલામ સાહેબે ખૂબ સરસ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક બનવા માટે તમે બીજું કંઈ પણ ન કરો તો ચાલશે, પણ અંગ્રેજી આલ્ફાબેટનો ‘૦’ અક્ષર ત્રણ વખત યાદ રાખવાનું કહ્યું. ત્રણ વખત એટલે ‘૦’ અક્ષરનો મતલબ થાય છે - ઑબ્ઝર્વેશન, ઑબ્ઝર્વેશન અને ઑબ્ઝર્વેશન. તમે જો અવલોકન કરવાની શક્તિ લાવશો તો જાતજાતનાં સંશોધનો કરી શકશો. આપણી શિક્ષણ પદ્ધતિમાં ગોખણ પદ્ધતિનું મહત્ત્વ છે, પણ અવલોકન કઈ રીતે કરવું તે આપણને શીખવતાં નથી. કોઈ પણ નવા સંશોધન માટે અવલોકન શક્તિ મોટો ભાગ ભજવે છે.
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!