કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી
ABHIYAAN|September 02, 2023
કચ્છનું વાતાવરણ, અહીંની જમીન ઔષધીય પાકોની ખેતી માટે ખૂબ અનુકૂળ હોવા છતાં પૂરતા બજારનો અભાવ, સરકારી યોજનાઓની કમી, માર્ગદર્શનની કમીના કારણે કચ્છના ખેડૂતો મીંઢીઆવળ અને ઇસબગૂલ જેવા પાકોને બાદ કરતાં અન્ય ઔષધીય પાકો બહુ ઓછા લે છે. જો તેમને નડતી મુશ્કેલીઓ દૂર થાય તો બાગાયતી ખેતીની જેમ જ ઔષધીય ખેતીમાં પણ કચ્છના ખેડૂતો કાઠું કાઢી શકે છે. લાલ લસણ, સરગવો, ગૂગળ, અરડૂસી, એલોવીરા જેવા પાકોનું ખૂબ થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. કચ્છમાં તુલસી, અશ્વગંધા, ફુદીનો, કાલમેઘ, કડુ કરિયાતું, સફેદ મૂસળી, જીવંતી જેવાં આયુર્વેદમાં મોટા પ્રમાણમાં વપરાતાં ઔષધોની ખેતી થાય તો જંગલોની જડીબુટ્ટી ખેતરોમાં પહોંચીને ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી શકે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં તકો ઊજળી હોવા છતાં ઔષધીય પાકોની ખેતી ઓછી

ભૂતકાળમાં વારંવાર દુષ્કાળનો સામનો કરતાં કચ્છમાં છેલ્લાં થોડાં વર્ષોથી મેઘમહેર વધી છે. તેનો પૂરેપૂરો ફાયદો અહીંના પ્રયોગશીલ ખેડૂતો લે છે. આજે બાગાયત ક્ષેત્રે કચ્છ રાજ્યમાં મોખરાનો જિલ્લો બન્યું છે. જો અહીંના ખેડૂતોને પૂરતું માર્ગદર્શન, યોગ્ય બજાર મળે અને ઔષધીય કંપનીઓનો રસ વધે તો ઔષધીય પાકની ખેતીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં આગળ પડતો બની શકે. કચ્છની ઘણી જમીન અત્યાર સુધી પાણીના વાંકે રાસાયણિક ખાતર કે દવાના સ્પર્શ વિનાની છે. તેથી તેમાં ઑર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરવી વધુ સરળ છે. તેવી જ રીતે અહીંના સૂકા હવામાનના કારણે ઔષધીય પાકોના ગુમધર્મો અન્ય જગ્યાએ થતાં પાક કરતાં વધુ સારી રીતે જળવાઈ શકે તેવો નિષ્ણાતોનો મત છે, પરંતુ આ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી કે વધુ કૃષિ નિષ્ણાતો ન હોવાના કારણે નવા પ્રકારના પાક માટેનું જરૂરી માર્ગદર્શન ખેડૂતોને મળતું નથી. સરકાર દ્વારા પણ ખેડૂતોને આ અંગે કોઈ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા નથી. આયુર્વેદિક ઔષધો બનાવતી વિવિધ કંપનીઓ પણ કચ્છમાં વધુ રસ લેતી નથી. તેથી જે થોડા ખેડૂતો ઔષધીય પાક લે છે તેમને પોતાનું ઉત્પાદન બજારમાં કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચવું પડે છે. બહુ ફાયદો તેમને મળતો નથી. જો પૂરતું માર્ગદર્શન મળે, પૂરતું બજાર મળે, પૂરતા ભાવ મળે તો વધુ ને વધુ ખેડૂતો આ પ્રકારના પાક લઈ શકે અને તેમને સારું વળતર પણ મળી શકે.

રામકૃષ્ણ ટ્રસ્ટના સ્થાપક મનોજભાઈ સોલંકી સાથે ઔષધીય પાકોની ખેતી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘કચ્છમાં આ પ્રકારની ખેતી વધુ નથી. છૂટાછવાયા પ્રયોગો અને પ્રયાસો જરૂર થાય છે, પરંતુ મોટા પ્રમાણમાં થતી નથી. ઔષધીય ખેતી કરનારાને ઉત્પાદન વેચવા માટે વધુ તકો નથી. સરગવા જેવાં ઉપયોગી વૃક્ષોની ખેતી થોડા ખેડૂતો કરે છે, પરંતુ તેમને પૂરતા ભાવ મળતાં નથી. જંગલમાં કુદરતી રીતે ઊગનારી વનસ્પતિ શતાવરી કે એકલકંઢોને જંગલમાંથી કાઢીને તેનાં મૂળ અમુક લોકો વેચે છે. તેવી જ રીતે એસેન્સિયલ પાકો જેવા કે લેમનગ્રાસ કે ખસ અમુક ખેડૂતો ઉગાડે છે. તેઓ તેમાંથી અર્ક કે તેલ કાઢીને પર્ફ્યુમ્સ બનાવવા માટે વેચે છે. ગૂગળ પણ એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તે કચ્છમાં ખૂબ સારી રીતે ઊગી શકે છે, પરંતુ તે પણ અમુક લોકો જ ખેતરમાં વાવે છે.’

Esta historia es de la edición September 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 14/12/2024