પ્રવાસન કોલકાતા ક્રિસમસ ફેસ્ટિવલ
ABHIYAAN|December 30, 2023
જિસસના જન્મદિવસની આ ઉજવણી પાર્ક સ્ટ્રીટ પાસે રહેલા સેન્ટ પોલ કૈથેડ્રલ ઉપરાંત સેન્ટ જોન્સ, સેન્ટ એન્ડ્રુઝ, સેન્ટ સ્ટિફન્સ, ધ પોર્ટુગીઝ ચર્ચ, ધ ઑર્થોડક્સ ચર્ચ, ધ મિશન ચર્ચમાં પણ થાય છે
રક્ષા ભટ્ટ
પ્રવાસન કોલકાતા ક્રિસમસ ફેસ્ટિવલ

૨૦૨૩નું વર્ષ તેના અંતિમ દિવસોનાં અજવાળાં પાથરી રહ્યું છે. લોકો નાતાલ સાથે તાલ મિલાવવા તૈયાર છે. અનેકોએ તો વિકેન્ડને અડીને આવતી નાતાલની એક રજામાં પોતાના ખિસ્સાની રજાઓ ઉમેરીને ક્રિસમસ ટ્રિપનું બુકિંગ પણ કરાવી લીધું છે અને વૉર્મ, અને વૉર્મ, લાઇટવેઇટ, સ્વેટપ્રૂફ, સ્મૂધ અને સ્કિન ફ્રેન્ડલી વિન્ટરવ્ર રોલ કરીને લગેજમાં ગોઠવી પણ દીધા છે.

આપણને થાય કે ભારત જેવા હિન્દુસ્તાની દેશમાં નાતાલ સાથે તાલ મિલાવવાની આટલી તૈયારી? તો જવાબ છે યશ બૉસ, કારણ કે ઊંચા ગજાની અંગ્રેજી માધ્યમ શાળામહાશાળાઓમાં આ સમયે ક્રિસમસ હોલિડે હોય છે અને બાળકોને લઈને પ્રવાસવાનો જલસો તો આવા મિની વૅકેશન્સનો અસલ ચાર્મ હોય છે.

આવા વૅકેશનલ ચાર્મની ક્રિસમસ ટ્રિપમાં કેટલાક ગોવા, કેરલ, પોંડીચેરી કે દીવ-દમણ જાય છે તો કેટલાક શિમલા, મનાલી અને સિક્કિમ જેવા ઠંડા બોળ પ્રદેશો તરફ પણ ઊડે છે અને પરિવાર અને મિત્રો સાથે મોજ કરે છે.

ભારતની કુલ વસતિના માત્ર ૨.૩ ટકાની વસતિ ધરાવતાં આપણાં ખ્રિસ્તીઓનું નાતાલ પર્વ ગોવા, કેરલ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ધામધૂમથી ઊજવાય છે, કારણ કે આ રાજ્યોમાં ખ્રિસ્તીઓ વધારે છે; પ્રાચીન દેવળોનું પ્રમાણ વધારે છે અને ક્રિસમસની રિયલ ફિલ પણ સવિશેષ છે.

ભારતમાં ક્રિસમસ માહોલના હકદાર અનેક ડિયર ડેસ્ટિનેશન્સની ટ્રૅન્ડી યાદીમાં કોલકાતાનો ક્રિસમસ ફેસ્ટિવલ માણવા જેવો છે. કેસીએફ એટલે કે કોલકાતા ક્રિસમસ ફેસ્ટિવલ તરીકે ઓળખાતો આ ફેસ્ટિવલ વર્ષ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળના પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાયો હતો. કોલકાતામાં રહેતા ખ્રિસ્તી સંપ્રદાયના લોકોને સાથે રાખીને દર વર્ષે એકવીસ ડિસેમ્બરથી છેક ત્રીસ-એકત્રીસ ડિસેમ્બર સુધી ઊજવાતો ફેસ્ટિવલ પશ્ચિમ બંગાળ સરકાર, આ ક્રિસમસ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોલકાતા પોલીસના સહિયારા પ્રયાસોના પરિણામે છેલ્લાં પાંચ-છ વર્ષથી ઊજવાય છે.

કેસીએફની ઉજવણી કોલકાતાના જે લૉકેશન પર થાય છે તે કોલકાતાના ચૌરંગી રોડ ક્રોસિંગ નજીક આવેલી પાર્ક સ્ટ્રીટ છે. કોલકાતાની મધ્યમાં રહેલી પાર્ક સ્ટ્રીટ કોલકાતાનો પ્રખ્યાત માર્ગ છે જે અંગ્રેજીમાં ‘નેબરહુડ ઑફ ઇંગ્લિશમૅન’ તરીકે ઓળખાય છે. 

Esta historia es de la edición December 30, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 30, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024