નળ સરોવર, ગુજરાતનું પક્ષીતીર્થ
ABHIYAAN|January 06, 2024
ભારતમાં કુલ ૭૨ પક્ષી અભયારણ્ય છે, તેમાંનાં છ ગુજરાતમાં છે. ૧૯૬૯ના એપ્રિલમાં ખુલ્લું મુકાયેલું નળ સરોવર ખાસ તો યાયાવર પક્ષીઓનું શિયાળુ રહેઠાણ છે. વર્ષાઋતુની વિદાય પછી આ પક્ષીઓ જાતે જ પોતાની જૈવિક ઘડિયાળના ઇનબિલ્ટ ઇશારે અહીં આવી જાય છે.
રક્ષા ભટ્ટ
નળ સરોવર, ગુજરાતનું પક્ષીતીર્થ

મિડ ડિસેમ્બરનો માહોલ જામ્યો છે. એકાદ મહિના માટે ધનારકનાં કમુરતાંએ લગ્નપ્રસંગમાં બ્રેક મારી છે. જેનાં બાળકો બોર્ડની પરીક્ષાઓમાં બેસવાના છે તે સૌ પરિવારોએ ધરતી ધ્રુજાવતી સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. અને ઘોંઘાટની ખુલ્લેઆમ દાદાગીરીમાંથી મુક્તિ મેળવી છે અને આથી હવે તો એવો દઢ સંકલ્પ છે કે સવારે નિયમિત ચાલવા જઈ ચડેલી ચરબી ઘટાડવી છે અને યોગાસન કરી ઊર્જાના ઉંબાડિયામાં દેહને બરાબર પકવવો છે.

આવા દઢ સંકલ્પોની શક્તિ આપતાં શિયાળામાં યોગ-ધ્યાન અને પ્રાણાયામ કરનાર ઉપરાંતનો એક બીજો જંગલપ્રેમી રખડુ વર્ગ છે, જેને વનો-જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનોઅભયારણ્યો, નાના-મોટા તળાવડા અને સરોવર સુધી જવું છે, ટેન્ટમાં રહેવું છે, જંગલ ટૂંક કરવા છે, દેશ-વિદેશનાં પંખીડાંઓને દૂરબીન માંડીને જોવા છે. ૪૦૦એમએમની મેક્સિમમ ફોકલ લેન્થથી તે સૌના ફોટા પાડવા છે અને તેનાં રંગ-રૂપ, આકાર અને કદથી તેઓને ઓળખી તેઓના મધમીઠા અવાજ પણ સાંભળવા છે.

વનવગડાની વાટે બેસીને કે સરોવરની પાળે બેસીને વિવિધ રંગી પંખીઓના કિલકિલાટ સાંભળવા માટે આમ તો ભારતમાં કુલ બોતેર પક્ષી અભયારણ્યો છે, જેમાં ૧૨૦૦થી વધુ જાતિઓનાં પક્ષીઓ રહે છે.  આ બોતેરમાંથી આપણા ગુજરાત પાસે જ છ જેટલાં અભયારણ્યો છે, જેમાંનું એક છે નળ સરોવર.

અમદાવાદની પશ્ચિમે ચોસઠ કિલોમીટર દૂર રહેલા સાણંદ ગામમાં આવેલું નળ સરોવ૨ ૧૨૬.૧૧ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું સરોવર છે. ગુજરાતની સૌથી મોટી વેટલૅન્ડ બર્ડ સેન્કચ્યુરી સરોવર ગણાતું નળ શિયાળામાં યાયાવર પંખીઓનું ગમતું નિવાસ અને પેણબતક, સુરખાબ, ચમચો, ઉલટી ચાંચ અને બતકનું તો કાયમી સરનામું છે, જ્યાં તેઓ જનન–પ્રજનનમાં પણ વ્યસ્ત અને મસ્ત હોય છે.

૧૯૬૯ની એપ્રિલમાં ખુલ્લું મુકાયેલું આ જળચર પક્ષીઓનું અભયારણ્ય ખાસ તો યાયાવર પક્ષીઓનું શિયાળું રહેઠાણ છે. વર્ષના મોટા ભાગ દરમિયાન છીછરા પાણીના આ સરોવરમાં ૧.૮૩ મીટરથી ઊંડું પાણી રહેતું નથી અને આથી જ છીછરા પાણીની આ માર્શલૅન્ડ બગલા જેવાં જળચર પક્ષીઓ માટે ઉત્તમ અને અનુકૂળ સ્થાન છે.

મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર વચ્ચેના નીચા ભૂમિ ભાગ વચ્ચે આવેલું નળ સરોવર એક સમયે અહીં અસ્તિત્વ ધરાવતાં છીછરા સમુદ્રી ફાંટાનો અવશેષ હોવાના પુરાવા આપે છે અને દેશદેશાવરથી આવતાં યાયાવર પંખીઓને હૂંફાળો ઉતારો પણ આપે છે.

Esta historia es de la edición January 06, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 06, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/01/2025