તમારે અમારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવવાનું છે,’ આ મતલબનો, હમણાં જ એક રાજકારણીનો, મારા પર ફોન આવ્યો.
આમેય નાનો-મોટો કોઈ પણ અપરાધ કરવામાં હું પહેલેથી જ આળસુ. હું વિચારમાં પડ્યો કે એક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું નિમંત્રણ છે, શું કરવું? કોઈ હૅરકટિંગ સલૂનનું ઉદ્ઘાટન મારે હાથે થાય તો એ મિત્રને શુકન કરાવવા માટે વાળ કપાવી લેવાય. હું એની સલૂનની રિબિન કાપું, બદલામાં એ મારા વાળ કાપે, પણ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં મને રાજકારણીથી કે રાજકારણીને મારાથી શો ફાયદો થવાનો?
આવું નિમંત્રણ સ્વીકારવા કરતાં નહીં સ્વીકારવામાં મને વધારે ભયાનકતા દેખાઈ, એટલે અનિચ્છાએ સ્વીકારી તો લીધું, પણ કોણ જાણે કેમ હું ટેન્શનમાં આવી ગયો કે સા. . .લુ કંઈ નહીં, ને રાજકીય પક્ષના કાર્યાલયનું ઉદ્ઘાટન? હા, કોઈ રંગબેરંગી ટાઇલ્સવાળા યુરિનલનું ઉદ્ઘાટન કરવાનું હોય તો સમજ્યા કે ભવિષ્યમાં સમાજ માટે કશુંક અર્પણ કર્યાનો સંતોષ પણ થાય! મેં આંખો બંધ કરીને મારો ભવ્ય ભૂતકાળ ઑડિટ કરી જોયો, તો લાગ્યું કે રાજકારણીઓ કરતાં તો ઘણો સારો હતો! શક્ય છે કે રાજકારણીઓ સમાજમાં દાખલો બેસાડવા માગતા હોય કે રાજકારણમાં લેખકો પણ પડતા હોય છે, એવી ધાક પણ આપવા માગતા હોય, કે એક સામાન્ય જંતુ જેવું લેખિકયું અમારા રાજકારણમાં ઝુકાવતું હોય તો સમાજના માણસોએ તો જોડાવું જ જોઈએ! અથવા તો આવા ઉદ્ઘાટનના નિમિત્ત દ્વારા લેખકને લોકો આગળ ધરી દેવામાં આવે ધમકીરૂપે, કે હવે રાજકારણમાં બધા ઝંપલાવી દો, નહીંતર લેખક થઈને રહેવું પડશે!
નહીં આવવાના વિચારો મને પહેલેથી જ આવતા હોય છે. ઉદ્ઘાટન માટે મારું જ નામ કોણે સૂચવ્યું હશે? મને મારા અભિન્ન મિત્ર બાબુ બૉસ પર શંકા પડી... હું અને બાબુ બૉસ કૉલેજમાં સાથે ભણતા. મને પહેલેથી જ ખબર હતી કે વખત આવે એ આડે રસ્તે ચોક્કસ ચડી જવાનો અને બન્યું પણ એવું જ, એ એક રાજકીય પક્ષનો નેતા બની ગયો. એણે જ મને એકવાર કહેલું કે રખડેલ ચોર બનવા કરતાં રાજકારણી બનવું સારું. એની આખી લાઇફ રાજકારણમાં ગઈ. એટલે એનાં બાળકોને સરવાળા અને ગુણાકાર સારા આવડ્યાં. કક્કો-બારાખડી પણ ભાષણોની ભાષામાં શીખતા થઈ ગયાં.
Esta historia es de la edición Abhiyaan Magazine 20/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 20/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ