આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે એટલે કે ૦૪ જૂન, ૨૦૨૪ના સાંજના ચાર વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપને ૨૦૧૪ (૨૮૨ બેઠકો) અને ૨૦૧૯ (૩૦૩ બેઠકો)માં સ્પષ્ટ બહુમતી મળી હતી. ૨૦૨૪માં ભાજપ ૨૪૦થી ૨૪૫ બેઠકોની વચ્ચે અટકી જશે. એટલે કે ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતી મળી રહી નથી.
૨૦૧૪માં ભાજપને ૩૧.૩૪% મતશેર સાથે ૨૮૨ બેઠકો પ્રાપ્ત થઈ હતી, જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૭.૪૬% મતશેર સાથે ૩૦૩ બેઠકો મળી હતી. ૨૦૧૪માં ૧૨.૫૪% સ્વિંગ ભાજપની તરફેણમાં હતો, તો ૨૦૧૯માં આ સ્વિંગ ૦૬.૧૨% હતો. ૨૦૨૪ની ચૂંટણીમાં ૦.૭૫% સ્વિંગ ભાજપની તરફેણમાં હોવા છતાં ૨૦૧૯ની સરખામણીમાં ભાજપની બેઠકોમાં ૬૨ બેઠકોનો ઘટાડો જોવા મળ્યો છે, જે ખરેખર આંચકા સમાન છે. તે જ પ્રમાણે એનડીએના મતશેરમાં ૨૦૧૯ની સરખામણીમાં માત્ર ૦.૨૧% ઘટાડો જોવા મળ્યો છે, છતાં ૫૬ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે.
૨૦૦૯ની સરખામણીમાં ૨૦૧૪માં એનડીએની તરફેણમાં ૧૨% સ્વિંગ જોવા મળ્યો હતો અને ૧૭૮ બેઠકો વધી હતી. સરખામણીમાં ૨૦૧૯માં ૨૦૧૪ની એનડીએની તરફેણમાં ૧૦.૨૮%નો વધારો જોવા મળ્યો હતો. તેની સામે એનડીએની બેઠકો માત્ર ૧૬ જ વધી હતી. એટલે કે ૧૨% હકારાત્મક સ્વિંગમાં ૧૭૮ બેઠકો વધી તો ૧૦.૨૮% હકારાત્મક સ્વિંગમાં માત્ર ૧૬ જ બેઠકો વધારે આવી. ૨૦૨૪ની ચૂંટણીમાં ૦.૨૧ હકારાત્મક સ્વિંગ હોવા છતાં એનડીએને ૫૬ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. ભારતના રાજકારણની આ જ એક તાસીર છે જે ભારતની ચૂંટણીઓને રસપ્રદ બનાવે છે.
હવે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના આંકડા તરફ દૃષ્ટિ કરીએ. ૨૦૧૪માં કોંગ્રેસને ૨૦૦૯ની સરખામણીમાં ૦૯.૨૫% નકારાત્મક સ્વિંગ મળ્યો હતો. જેને કારણે તેને ૧૬૨ બેઠકોનું નુકસાન થયું હતું. ૨૦૨૪માં ૦૩.૪૪% હકારાત્મક સ્વિંગ મળવાના કારણે કોંગ્રેસની ૪૭ બેઠકો વધી છે. ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ૦૫.૪૧% હકારાત્મક સ્વિંગ મળવા છતાં યુપીએની બેઠકો માત્ર ૩૩ જ વધી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૨૦૧૯ના યુપીએની સરખામણીમાં ૦૯.૯૮% એટલે કે લગભગ ૧૦% સ્વિંગ મળવાના કારણે તેની ૧૩૭ બેઠકો વધી ગઈ છે. ભારતની રાજનીતિમાં ક્યારે કયું સમીકરણ બેઠકોમાં વધ-ઘટ કરી શકે એ અંગે ક્યારેય કોઈ સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી શક્યું જ નથી.
Esta historia es de la edición Abhiyaan Magazine 15/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 15/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!