એક વખતની વાત છે, જ્યારે કોલંબિયાની આર્મીએ એક કંપનીના મજૂરોની નિષ્ઠુર હત્યા કરેલી. જીવિત બચનારો એકમાત્ર પુરુષ લોહિયાળ વસ્ત્રોમાં, ચેતના હણાઈ ગયેલું વિક્ષત શરીર લઈને કોઈ અજાણ્યા ઘરમાં ગયો. રસોડામાં કામ કરતી સ્ત્રીને એણે પોતાની ઓળખ આપી. સ્ત્રીએ સા૨વા૨-સરભરા કરીને કૉફી આપી. જીવ જરાક બળવાન થયો એટલે પુરુષ બોલ્યો, ‘ત્રણેક હજાર તો મર્યા હશે.' સ્ત્રીએ કહ્યું, ‘કોઈ મર્યું ન હતું.' પુરુષે બીજાં ઘરોમાં જઈને પૂછ્યું તો એવો જ જવાબ, ‘કોઈ મર્યું ન હતું!’ કત્લેઆમના કોઈ પુરાવા ન મળ્યા, એના સિવાય હત્યાકાંડની સ્મૃતિ કોઈને ન હતી. શાહેદી પૂરનાર કોઈ ન હતું. એની વાતનો વિશ્વાસ કરવામાં ન આવ્યો, એને સપનું આવ્યું હશે એમ પણ કહેવાયું. એક દુષ્ટ- કૃત્ય ઇતિહાસ અને જનમાનસમાંથી ભૂંસાઈ ગયું. હકીકત પર આધારિત આ અંશ છે ગેબ્રિએલ ગાર્શિઆ માર્કેઝની ‘વન હન્ડ્રેડ યર્સ ઑફ સોલિટ્યૂડ’ (સો વર્ષ એકલતાનાં) નવલકથાનો.
કેટલાંક કડવાં સત્ય વાસ્તવની શીશીમાં ભરીને પેશ કરાય ત્યારે સ્વીકારવા મુશ્કેલ બની જાય. મનુષ્યજાતિની ક્રૂરતાની હદ અમુક લોકો સ્વીકારવા તૈયાર પણ ન થાય એવું બને. ત્યારે કડવાં સત્યને જાદુઈ શીશીમાં ભરીને રજૂ કરવાનો ‘મૅજિક/મૅજિકલ રીઅલિઝમ' નામક કીમિયો માર્કેઝ જેવા સાહિત્યકારો અપનાવે છે. મૅજિક રીઅલિઝમ કથા કહેવાનો પ્રકાર કે શૈલી છે. જઘન્ય જનસંહારની અનેક ઘટનાઓ પશ્ચાત એનું અસ્તિત્વ જ ન હતું, એવું કશું થયું ન હતું, થઈ ના શકે અથવા એટલું ગંભીર રીતે થયું ન હતું, દોષ હત્યારાઓનો નહીં, મૃતકોનો હતો વગેરે પ્રકારના કુપ્રચાર દ્વારા સત્ય મારી નાખવાનાં કાવતરાં જેવી ઘટનાઓ વિશ્વમાં અન્યત્ર પણ બની છે. યહૂદીઓની નિર્દય હત્યાઓના ઇનકારથી લઈને કાશ્મીરી હિન્દુઓની કતલ, એમને અપાયેલી યાતનાઓની વિગતોના, એમની આપવીતીના અસ્વીકાર સુધીનાં દૃષ્ટાંતો મળશે. ચીનમાં ઉઇગુર મુસ્લિમોના પ્રતાડનની અને તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના પ્રયોજિત મૂલોચ્છેદની બીનાઓ આપણી સામે છે જ. તો પણ ભવિષ્યમાં વિકૃત તત્ત્વો દ્વારા એવું સંગઠિત કાવતરું આકાર લઈ જ શકે, જે ત્યાં કશું જ જઘન્ય ન બન્યું હોવાનું ભારપૂર્વક કહેશે.
Esta historia es de la edición Abhiyaan Magazine 21/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 21/12/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?