ખારાશ શોષીને મીઠાશ આપતું ફળઃ નાળિયેર
Chitralekha Gujarati|September 12, 2022
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જઈએ એટલે આંખ આકાશને ચોટાડતાં હોઈએ એટલું ઊંચે જોવાથી નાળિયેરનાં વૃક્ષો જોવા મળે. એનાં થડ, પાન અને ફળ સહિત લગભગ દરેક હિસ્સાના એકથી વધુ ઉપયોગ છે અને આ જ કારણે આપણે એને ‘કલ્પવૃક્ષ’ તરીકે ઓળખીએ છીએ. દાયકા કરતાં વધુ સમયથી દર બીજી સપ્ટેમ્બરે ‘વર્લ્ડ કોકોનટ ડે’ ઊજવાય છે ત્યારે આ પાણીદાર-ઊંચેરા નાળિયેરની મીઠી મીઠી વાતો...
જ્વલંત છાયા (રાજકોટ) । નિતુલ ગજ્જર (વડોદરા)
ખારાશ શોષીને મીઠાશ આપતું ફળઃ નાળિયેર

નદીકિનારે નાળિયેરી રે, ભાઈ એવું ગીત ગુજરાતની તળની પ્રજાથી લઈને નવરાત્રિમાં અર્વાચીન રાસે રમતા યુવાનોમાં પ્રચલિત છે. આ નાળિયેર શબ્દ વંચાય કે સંભળાય એટલે આપણને તરત ઊંચાં વૃક્ષ યાદ આવે, દરિયાનો કિનારો યાદ આવે. કેરળ, તામિલનાડુ કે આપણું સોમનાથ-ગડુ શેરબાગ પણ યાદ આવી જાય. નાળિયેરીના તેલમાં તળાયેલી કેળાંની વેફર, વાળને લાંબા બનાવવાનો યશ જેને જાહેરખબરો આપે છે એવું કોપરેલ તેલ, મોઢામાં નાળિયેર જેટલું જ પાણી લાવી દે એવા નાળિયેરના લાડુ, દક્ષિણની વાનગીઓ સાથે પીરસવામાં આવતી નાળિયેરની ચટણી, દિવાળીએ ઘરમાં બનતી ટોપરાઘારી, ટોપરાપાક કે ટોપરાનો મેસૂબ... અને માંગરોળ-ચોરવાડમાં બનતો ને જૂનાગઢ આસપાસના હાઈ-વેથી જ મળવાનો શરૂ થતો લીલા નાળિયેરનો હલવો.

અરે, હજી રહી ગયું, હમણાં જ જે શ્રાવણ માસે વિદાય લીધી એમાં ફળાહારમાં ખવાતી નાળિયેરની પેટિસ પણ ખરી જ. બોલો, નાળિયેરનું પાણી હોય એવી જાણ આખા જગતને છે, પરંતુ આ નાળિયેર માત્ર પીણીનું નહીં, ખાણીનું-ખાદ્ય પદાર્થોનું પણ મોટું માધ્યમ છે.

આપણે જેને દરિયાકાંઠાનું પાણીદાર ફળ માનીએ છીએ કે પછી પૂજાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવતું શ્રીફળ માનીએ છીએ એ નાળિયેરનું મસમોટું અર્થતંત્ર છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જો આ નાળિયેરની ખેતીના વ્યવસાયને સરકારનો ટેકો મળે, કોઈ દૃષ્ટિવંત વ્યક્તિ એને સારી રીતે જોવે તો આ વિસ્તાર કોકોનટ પ્રોડક્શન કે કોકોનટ ઍગ્રિકલ્ચરનું એક મોટું મથક બની શકે એમ છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના સ્થાપક, રાજકોટસ્થિત પરાગ તેજુરા ચિત્રલેખાને કહે છેઃ ‘અમે ૨૦૧૧થી આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરીએ છીએ. સૌરાષ્ટ્રના સાતસો કિલોમીટરથી વધારે લાંબા સાગરકાંઠાના વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર થાય છે, પરંતુ ખેડૂતો પાસેથી નાળિયેર ખરીદીને એનું રાષ્ટ્રવ્યાપી માર્કેટિંગ કોઈ કરતું નથી. નાળિયેરમાંથી બનતી જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ થાય અને ફેલાય તો આ ખેડૂતોને ટંકશાળ પડે.’

નાળિયેરીનાં પાનના રેસામાંથી રસ્સીથી લઈ ફર્નિચર બની શકે.

આપણા ધ્યાનમાં આ મુદ્દો ઓછો અને આછો આવ્યો છે. કેસર કેરીનો પ્રચાર બહુ મોટા પાયે થઈ રહ્યો છે, પરંતુ નાળિયેર પણ એવી જ પેદાશ છે. વેરાવળ પાસેના ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીની ખેતી કરતા ખેડૂત મહેન્દ્રભાઈ મોરી ચિત્રલેખાને કહે છેઃ

Esta historia es de la edición September 12, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 12, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.