હિજાબના નામે કેમ સળગી છે હોળી?
Chitralekha Gujarati|October 10, 2022
બે દેશ.. વિવાદ એકઃ મુસ્લિમ સ્ત્રીઓની સલામતી, ખાનદાની અથવા તો ઈજ્જત સાથે હિજાબને સાંકળી લેવામાં આવ્યો છે, પણ હિજાબ પહેરવો કે નહીં એ નક્કી કોણ કરે? એ માટે કોઈ સ્ત્રીની મરજી પૂછે પણ છે ખરું?
વર્ષા પાઠક
હિજાબના નામે કેમ સળગી છે હોળી?

કેવો વિરોધાભાસ?: ઈરાનમાં હિજાબ પહેરવાની જબરજસ્તીનો વિરોધ તો ભારતમાં એ પહેરવા દેવાની મગણી.

ભારતના એક રાજ્ય કર્ણાટકમાં સરકારી ગ્રાન્ટ લેતી સ્કૂલ અને પ્રિ-યુનિવર્સિટી (જુનિયર) કૉલેજમાં મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકાયો. આ પ્રતિબંધના વિરોધમાં મુસ્લિમ છોકરીઓ અદાલતમાં ગઈ છે. બીજી તરફ, ઈરાનના પાટનગર તેહરાનમાં પોલીસની નજરે થોડો ઢીલો હિજાબ પહેરનારી બાવીસ વર્ષની મ્હાસા અમીની પૂછપરછ દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી. એનો અપરાધ એટલો હતો કે માથું અને ગળું ઢાંકતા એના હિજાબમાંથી વાળની થોડી લટ બહાર દેખાતી હતી!

પત્યું. ગશ્ત-એ-ઈર્શાદ અથવા તો મોરાલિટી પોલીસના નામે ઓળખાતી ઈરાન પોલીસદળની ટુકડી એને પોલીસસ્ટેશન લઈ ગઈ. ત્યાં એની મારપીટ થઈ અને પરિણામે એ મૃત્યુ પામી. સત્તાવાર નિવેદન મુજબ એને હાર્ટ અટેક આવેલો, પણ સાક્ષીઓના કહેવા મુજબ મ્હાસાના માથા પર પોલીસે જીવલેણ ફટકા મારેલા. આ ઘટનાથી રોષે ભરાયેલી ઈરાનિયન સ્ત્રીઓ જાહેરમાં હિજાબ સળગાવવા લાગી છે અને ભર સડકે પોતાના વાળ કાપી રહી છે.

એશિયા ખંડમાં આવેલા જુદા જુદા બે દેશમાં રહેતી મુસ્લિમ સ્ત્રીઓની આ વાત છે. એક વર્ગને હિજાબ પહેરવો છે, બીજાને નથી પહેરવો. પહેલી નજરે બન્નેની તકરાર સરકાર સામે છે. મૂંઝવણ એ છે કે આપણે આમાંથી કોને ટેકો આપવો?

આ સવાલનો સીધો જવાબ આપવાની જવાબદારીમાંથી છટકવું હોય તો કહી શકાય કે પોતે શું પહેરવું અને ન પહેરવું, એ નક્કી કરવાનો અધિકાર સ્ત્રીને જ હોવો જોઈએ અને ટેકો એના અધિકારને, એની પસંદગીને આપવો જોઈએ. આમાં સરકારનો ચંચુપાત ન ચાલે.

પહેલી નજરે સારી ને સાચી લાગે એવી વાત છે, પણ હવે પ્રામાણિકપણે કહો કે ભારત હોય કે ઈરાન, કેટલી સ્ત્રીઓને ખરેખર આવી પસંદગીનો અધિકાર મળે છે? અને થર્ડ વર્લ્ડ તરીકે ઓળખાતા અવિકસિત કે અર્ધવિકસિત દેશોમાં સ્ત્રીઓને થતા અન્યાય વિશે . બહુ બોલતા રહેતા શ્રીમંત, ખાસ કરીને પશ્ચિમનાં રાષ્ટ્રોમાં પણ ખરેખર સ્ત્રીઓને હંમેશાં આવા અધિકાર મળે છે? એક ઉદાહરણ જુઓ તો ઑફિસમાં સ્ત્રી કર્મચારીએ ફરજિયાત હાઈ હિલ્સ પહેરવાનો જમાના જૂનો કાયદો રદબાતલ કરવા જેટલી અક્કલ હજી થોડાં વર્ષ પહેલાં જ બ્રિટનને આવી, પરંતુ ત્યાંની પ્રાઈવેટ કંપનીઓ હજીય આવી જબરદસ્તી કરે છે.

Esta historia es de la edición October 10, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 10, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
Chitralekha Gujarati

ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...

સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.

time-read
1 min  |
December 23, 2024
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
Chitralekha Gujarati

આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!

કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?

time-read
3 minutos  |
December 23, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.

time-read
1 min  |
December 23, 2024
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 minutos  |
December 23, 2024
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
Chitralekha Gujarati

કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?

વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.

time-read
3 minutos  |
December 16, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 minutos  |
December 16, 2024
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
Chitralekha Gujarati

સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?

સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...

time-read
3 minutos  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 minutos  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 minutos  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 minutos  |
December 16, 2024