એક ડૉક્ટર મહિલા, જેમને જીવનનાં ૪૨ વર્ષ સુધી સ્પોર્ટ્સ સાથે ન્હાવા-નીચોવવાનો સુદ્ધાં સંબંધ ન હોય અને પછીના દાયકામાં એ ચાર ફુલ અને બે ડઝન જેટલી હાફ મૅરેથોન, બે ટ્રાયેથ્લોન અને એક હાફ તથા એક ફુલ આયર્નમૅન (ચાર કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાઈકલિંગ અને ૪૨ કિલોમીટર રનિંગ) સ્પર્ધા પૂરી કરે એને શું કહેવું?
દેખીતી રીતે જ આ એક મોટી સિદ્ધિ છે.. અને એમની આ કીર્તિગાથા અહીં અટકતી નથી. હવે આ ડૉક્ટર મૅડમની આયર્નમૅન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પસંદગી થઈ છે. આ ચૅમ્પિયનશિપમાં પસંદ થનારાં એ દેશનાં પ્રથમ મહિલા છે.
ગુજરાત અત્યારે નવરાત્રિની સાથે નૅશનલ ગેમ્સના રમણે ચડયું છે ત્યારે જાણી ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મીના વાંકાવાલા પખવાડિયે અમેરિકામાં યોજાનારી સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યાં છે. એ સ્પર્ધા છે આયર્નમૅન ટ્રાયેથ્લોન વર્લ્ડ ચૅમ્પિયનશિપ. આ સ્પર્ધામાં એક જ દિવસમાં ચાર કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાઈકલિંગ અને ૪૨ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. ડૉ. મીના વાંકાવાલા આ સ્પર્ધા માટે ભારતમાંથી ક્વૉલિફાય થનારાં પ્રથમ મહિલા છે. અગાઉ ફુલ આયર્નમૅન સ્પર્ધા પૂરી કરનારા ખેલાડીઓની જ વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે પસંદગી થતી હોય છે. દુનિયામાં જુદાં જુદાં સ્થળે વર્ષમાં ૧૦૦થી વધુ આયર્નમૅન સ્પર્ધા થતી હોય છે. એમાં પ્રથમ ત્રણ વિજેતાઓને વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે આમંત્રણ મળે છે. મીનાબહેને આ ઓગસ્ટ મહિનામાં કઝાકિસ્તાન ખાતે યોજાયેલી ફુલ આયર્નમૅન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ૧૪ કલાકમાં ઈવેન્ટ પૂરી કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જે બદલ હવે એમને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં નિમંત્રણ મળ્યું છે.
બીજી તરફ, આયર્નમૅનમાં ભાગ લેવા માટે અગાઉ હાફ આયર્નમૅન (બે કિલોમીટર સ્વિમિંગ, ૯૦ કિલોમીટર સાઈકલિંગ, ૨૧ કિલોમીટર રનિંગ) પૂરી કરી હોવી જોઈએ, જે એમણે બે વખત પૂર્ણ કરી છે અને એ અગાઉની ઑલિમ્પિક (દોઢ કિલોમીટર સ્વિમિંગ, ૪૦ કિલોમીટર સાઈકલિંગ, ૧૦ કિલોમીટર રનિંગ) એમણે ત્રણ વખત પૂરી કરી છે. એ ઉપરાંત, એમણે પચ્ચીસ જેટલી હાફ મૅરેથોન (૨૧ કિલોમીટર રનિંગ) અને ચાર ફુલ મૅરેથોન (૪૨ કિલોમીટર રનિંગ) પૂરી કરીને અત્યાર સુધી પહેલા ત્રણ ક્રમે વિજેતા રહીને પંદરથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે તો ૫૦ જેટલા મેડલ ફિનિશર તરીકે અંકે કર્યા છે.
Esta historia es de la edición October 10, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 10, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.