કોંગ્રેસના અધ્યક્ષપદ સાથે જોડાયેલો છે સૌરાષ્ટ્રનો નાતો
Chitralekha Gujarati|October 24, 2022
દેશના સર્વપ્રથમ રાજકીય સંગઠન એવા કોંગ્રેસને અઢી દાયકા પછી એક ‘બિન-ગાંધી’ પ્રમુખ મળવાના છે ત્યારે યાદ કરીએ આ હોદ્દે બિરાજનારા છેલ્લા ગુજરાતી ઉછરંગરાય ઢેબરને!
દેવેન્દ્ર જાની (રાજકોટ)
કોંગ્રેસના અધ્યક્ષપદ સાથે જોડાયેલો છે સૌરાષ્ટ્રનો નાતો

ઉછરંગરાય ઢેબર કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે રાજકોટમાં હજારો લોકોના મહેરામણ વચ્ચે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિવસો અને આમ તો મહિનાઓથી જેનાં ગાજાંવાજાં વાગી રહ્યાં છે એ કોંગ્રેસપ્રમુખની ચૂંટણીની તારીખ આખરે નજીક આવી છે. બધું સમુંસૂતરું પાર પડશે તો આશરે પચ્ચીસ વર્ષ બાદ કોંગ્રેસને ગાંધીપરિવાર બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે મળશે, એ પણ મતદાન દ્વારા. હા, આવતા સપ્તાહે કોંગ્રેસના અલગ અલગ સ્તરના ૯૦૦૦ જેટલા પ્રતિનિધિ નવા પક્ષપ્રમુખ ચૂંટશે.

પચ્ચીસ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ બિન-ગાંધીપરિવારના કોઈ આગેવાનને મળી રહ્યું છે. છેલ્લે વર્ષ ૧૯૯૮માં સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. એમની રીતસર હકાલપટ્ટી કરી સોનિયા ગાંધીને પક્ષપ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં તો ગયા દાયકાની મધ્યમાં રાહુલ ગાંધી એમના સ્થાને આવ્યા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના અતિ ખરાબ દેખાવ બાદ રાહુલે અધ્યક્ષપદ છોડ્યું એ પછી ફરી સોનિયા હંગામી ધોરણે આ હોદ્દો સંભાળી રહ્યાં છે.

અત્યારે ચાલી રહેલી કોંગ્રેસપ્રમુખની ચૂંટણીપ્રક્રિયામાં ગુજરાતના કોઈ નેતા ભલે ચર્ચામાં ન હોય, પરંતુ આજની પેઢી ભાગ્યે જ જાણતી હશે કે સૌરાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા ઉછરંગરાય (યુ.એન.) ઢેબર વર્ષ ૧૯૫૫થી ૧૯૫૯ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા હતા. આમ કોંગ્રેસપ્રમુખના ઈતિહાસ સાથે સૌરાષ્ટ્રનું નામ ગૌરવ સાથે જોડાયેલું છે. ઉછરંગરાય ઢેબર ત્રણ ટર્મ કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા અને એ પછી એમણે ઈન્દિરા ગાંધીને સુકાન સોંપ્યું હતું. ગુજરાતના એ છેલ્લા નેતા હતા, જેમણે દેશના સૌથી જૂના રાજકીય સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. આવો જાણીએ, આ વિરલ વ્યક્તિત્વના જીવન વિશે..

ઉછરંગરાય ઢેબર. ૧૯૪૮માં પહેલી સૌરાષ્ટ્ર સરકાર રચાઈ ત્યારે પ્રથમ મુખ્ય પ્રધાનપદે આરૂઢ થયેલા આગેવાન એટલે ઉછરંગરાય ઢેબર. સૌરાષ્ટ્રમાં બધા એમને ઢેબરભાઈ તરીકે જ ઓળખે. રાષ્ટ્રીય સ્તરે એ ભલે બહુ જાણીતા નહોતા, પરંતુ ઢેબરભાઈએ એ સમયે લોકાભિમુખ વહીવટ આપીને સૌરાષ્ટ્રમાં ભારે લોકચાહના મેળવી હતી અને પક્ષના રાષ્ટ્રીય નેતાઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

Esta historia es de la edición October 24, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 24, 2022 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
Chitralekha Gujarati

ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...

સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.

time-read
1 min  |
December 23, 2024
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
Chitralekha Gujarati

આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!

કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?

time-read
3 minutos  |
December 23, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.

time-read
1 min  |
December 23, 2024
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 minutos  |
December 23, 2024
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
Chitralekha Gujarati

કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?

વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.

time-read
3 minutos  |
December 16, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 minutos  |
December 16, 2024
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
Chitralekha Gujarati

સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?

સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...

time-read
3 minutos  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 minutos  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 minutos  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 minutos  |
December 16, 2024