કોઈ ને કોઈ હૉસ્પિટલનાઑપરેશન થિયેટરની બહાર તમે પણ કદાચ આવું કંઈક લખેલું વાંચ્યું હશેઃ સમય હતો ત્યારે મિત્રો આગળ હૃદય ઠાલવી દીધું હોત તો અહીં હૃદય ચીરવાનો વખત ન આવત.
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને પોતાના વર્કઆઉટ વિડિયો, આરોગ્યપ્રદ જીવનશૈલી તથા ઝિંદાદિલી માટે જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેનને હમણાં હાર્ટ અટેક આવ્યો. એન્જિયોપ્લાસ્ટી દ્વારા સ્ટેન્ટ બેસાડી એણે હાલ પૂરતો તો ખતરો ટાળ્યો છે. સુસ્મિતાએ પોતે જ એના હાર્ટ અટેકની વાત છતી કરી ત્યારે સિદ્ધાર્થ શુક્લા અને કેકે જેવા સક્રિય જીવન જીવતા યુવાનો કે બહુ બહુ તો પચાસની ઉંમર આસપાસ પહોંચેલા લોકોમાં (અને એમાં હવે તો સ્ત્રી પણ ખરી) છેલ્લા થોડા સમય દરમિયાન વધેલા હૃદયરોગના પ્રમાણ તરફ ધ્યાન દોરવાની જરૂરત ઊભી થઈ.
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા જેવા શારીરિક પ્રશ્નો, વારસાગત કારણો, આરામદાયક લાઈફસ્ટાઈલ, પચવામાં ભારે એવા ખોરાકની કુટેવ, તમાકુનાં વ્યસન જેવાં કારણ હૃદયરોગ નોતરે છે એ હવે આપણામાંથી ઘણા જાણે છે. જો કે યુવાનોમાં આવાં કારણોની ગેરહાજરી હોવા છતાં કાર્ડિયાક અરેસ્ટ (હૃદય કામ કરતું જ બંધ થઈ જાય એ અવસ્થા) કે માયો કાર્ડિયલ ઈન્ફાર્ક્શન કે (હૃદયરોગનો હુમલો) થવા જવાબદાર વિલનનું નામ છેઃ સ્ટ્રેસ! લાંબા સમયથી એકધારો-સતત રહેલો ઈમોશનલ સ્ટ્રેસ, જે તરફ મોટા ભાગના લોકોનું ધ્યાન જતું નથી.
Esta historia es de la edición March 27, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 27, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.