નિર્ણાયક નેતૃત્વ સંગે સુશાસન.. સાથ-સહકાર-સેવાના ૧૦૦ દિવસનો સોનેરી અવસર
Chitralekha Gujarati|April 17, 2023
ગુજરાતના સફળ સુકાની ભૂપેન્દ્ર પટેલનો નવો વિકાસમંત્રઃ વચન પાળ્યાં, વચન પાળીશું.. ગુજરાતનું માન વધારીશું.
નિર્ણાયક નેતૃત્વ સંગે સુશાસન.. સાથ-સહકાર-સેવાના ૧૦૦ દિવસનો સોનેરી અવસર

અમે આપેલાં વચનો મક્કમતાથી પાળીને જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે. વચન પાળ્યાં છે, વચન પાળીશું. ગુજરાતનું માન વધારીશું.. આ પ્રભાવક ઉદ્ગાર છે ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના.

વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી બીજી મુદત માટે મુખ્ય મંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલના શાસનના ૧૦૦ દિવસ હમણાં પૂર્ણ થયા. ગુજરાત માટે આ અનેરો અવસર હોઈ સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસ અવસરરૂપે ઉજવણી થઈ.

આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું: ‘ગુજરાતમાં નાનામાં નાના માનવીને પણ ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ અને તેને પણ વિકાસનો સંવાહક-સાથીદાર અને સહભાગી બનાવ્યો છે. સાથોસાથ અમે ટીમ ગુજરાતે પ્રજાને વચનો આપ્યાં હતાં તે મક્કમતાથી પાળી બતાવ્યાં છે અને એ થકી જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે.’

આમ તો કોઈ પણ સરકારનાં શાસનકાર્યોના મૂલ્યાંકન માટે એકસો દિવસનો સમય અલ્પ ગણાય. જો કે ગુજરાત સરકારે આરોગ્ય, આદિવાસી વિકાસ, શિક્ષણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, ઉદ્યોગ, ઊર્જા, પ્રવાસન, અન્ન નાગરિક પુરવઠા, પરિવહન, વન અને પર્યાવરણ, કાનૂન, યુવા, મહિલા, વગેરે વિભાગોમાં વિકાસની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી અને એ સાકાર કરવા માટે અવિરત પ્રયાસો આદર્યા.

એના સંનિષ્ઠ સુકાની એવા શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવના ભૂપેન્દ્ર પટેલના નિર્ણાયક નેતૃત્વ અને મક્કમ નિર્ધારથી ગુજરાતવાસીઓ સુપેરે પરિચિત છે.

વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને પોલીસ દ્વારા ત્વરિત કાનૂની સહયોગ તો દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે બાંધકામોનો નાશ.

ગુજરાતવાસીઓએ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ટીમ પર ભરપૂર વિશ્વાસ મૂકી એને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવીને ગુજરાતનું બીજી વખત સુકાન સોંપ્યું.

એ જ રીતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટીમ ગુજરાતે રાજ્યના સર્વાંગી વિકાસની નેમ દાખવી છે. એ સુશાસનના એકસો દિવસ વીત્યા છે. એના યાદગાર અવસર નિમિત્તે સાથ-સહકાર અને સેવાના એકસો દિવસ દસ્તાવેજી પુસ્તકનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું.

Esta historia es de la edición April 17, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 17, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 minutos  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 minutos  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 minutos  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 minutos  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 minutos  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 minutos  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 minutos  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 minutos  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 minutos  |
November 18, 2024