થોડા સમય પહેલાં લોકપ્રિય ટીવીસિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ભૂતપૂર્વ તારક મહેતા એટલે કે અભિનેતા-કવિ-વક્તા શૈલેશ લોઢાને સાવ અનાયાસ એક કાર્યક્રમમાં મળવાનું થયેલ ત્યારે કોરોના ને લૉકડાઉન અને એની અસર વિશે ચર્ચા નીકળતાં કોઈએ મમરો મૂક્યોઃ શૈલેશજી, આ વિશે તમે કવિતા લખી છે?
તો શૈલેશ લોઢાએ આ પંક્તિ કહીઃ અય કોરોના ક્યા પઢૂં કશિદા તેરી શાન મેં.. દો સાલ નિકલ ગયે કચ્છ-બનિયાન મેં.. અર્થાત્ હે કોરોના, શું ગાઉં ગુણગાન તારાં, બે વર્ષ નીકળી ગયાં ચડ્ડી-બનિયાનમાં અમારાં..
કોરોનાના પગલે આવેલા લૉકડાઉને હાફ પૅન્ટ્સની આદત એવી લગાડી દીધી કે..
અહીં કવિ શું કહે છે એ સમજાવવાનું પલક-લેખક હિતેન આનંદપરા પર છોડીને સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ. લૉકડાઉને કંઈકેટલી આદતો બદલી એમાંની એક તે ટી-શર્ટ, અડધા પાટલૂનથી ચલાવી લેવું. અગત્યની ઝૂમ મીટિંગ હોય ત્યારે બૉક્સર શૉર્ટ્સ પર સરસમજાનાં શર્ટ-ટાઈ ચડાવી દેવાનાં. જાણે એક વણલખ્યો ડ્રેસ કોડ નક્કી થઈ ગયો.
મુદ્દો હજી વધુ સ્પષ્ટ કરીએ તો એકાદ અઠવાડિયાથી છાપાં, ટીવીચૅનલોમાં ડ્રેસ કોડ શબ્દ ગાજે છે. વાત એમ છે કે દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડાસ્થિત હિમસાગર સોસાયટીના રેસિડેન્ટ્સ વેલ્ફેર ઍસોસિયેશને રહેવાસીઓ માટે વેશભૂષાસંહિતા બહાર પાડી રહેવાસીઓને વિનંતી કરી કે ભાઈઓ અને બહેનો, સોસાયટીના કમ્પાઉન્ડમાં હરતાંફરતાં હો ત્યારે તમારા પોશાક અંગે કોઈ વાંધાવચકા ન કાઢે એનું ખાસ ધ્યાન રાખજો. ખાસ તો, લુંગી અને નાઈટી જેવા ઘરમાં પહેરાતાં કપડાંમાં કમ્પાઉન્ડમાં નીકળી ન પડશો.
બર્મ્યુડા, લુંગી, નાઈટી, ગંજી-ચડ્ડીઃ હાઉઝિંગ સોસાયટીના પદાધિકારીઓનું કહેવું છે કે નાઈટ ટાઈમનાં વસ્ત્રો ડે ટાઈમે પહેરીને સોસાયટીમાં કે ચાહે ત્યાં ફરવું ઉચિત ન ગણાય.
આ સરક્યુલર સોશિયલ મિડિયામાં છતો થયો એ પછી અમુક મશ્કરાએ એમાં પોતાની કલ્પનાના રંગ ઉમેરી વાતને કૉમિક સ્વરૂપ આપ્યું કે લુંગી પહેરીને સોસાયટીના ગાર્ડનમાં કોઈ યોગાસન કે શીર્ષાસન કરતું હશે એ જોઈને આ નિયમ બનાવવામાં આવ્યો હશે, તો કોઈએ આખી વાતને માનવઅધિકાર સાથે સાંકળીને ચાહે તે પહેરવાની આઝાદીનો, લોકશાહીનો મુદ્દો ઉખેળ્યો.
Esta historia es de la edición July 03, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 03, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.