આજે તમે સો રૂપિયા આપીને માર્કેટમાંથી આ જે ફળ લાવો છો એટલાં જ ફળ આવતા વર્ષે સો રૂપિયામાં મળશે ખરાં?
પ્રેક્ષકો માથું ધુણાવીને ના પાડે છે એટલે વક્તા કહે છેઃ સાચી વાત, આવતા વર્ષે ઓછાં ફળ મળશે, કેમ કે મોંઘવારી તમારું પાકીટ મારી ગઈ છે.
આ વક્તા એટલે યંગ ઍન્ડ ડૅશિંગ શિવાની દાણી વખરે. શિવાની આગળ ચલાવે છે: ‘તમને યાદ હશે કે વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં બૅન્ક એફડી પર પણ ૧૪-૧૪ ટકા વ્યાજ મળતું હતું. એ વખતે લાઈફસ્ટાઈલ સિમ્પલ હતી. ગેજેટ્સ અને રેસ્ટોરાંના ખર્ચા મર્યાદિત હતા એટલે મોંઘવારી કે ફુગાવાને માત કરી શકાતો હતો, પણ આજે ખર્ચ વધુ છે, વ્યાજ છ-સાત ટકા જ મળે છે અને પેન્શનની તો આશા જ નથી. તો પછી તમે કેવી રીતે આજની લાઈફસ્ટાઈલ ભવિષ્યમાં કાયમ રાખી શકશો?’
દેખીતી વાત છે કે સ્ટૉક માર્કેટ, કૉમોડિટી એક્સચેન્જ, ઈન્સ્યોરન્સ કે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, વગેરે જેવાં સાધનોમાં અભ્યાસપૂર્ણ રોકાણ કરવામાં આવે તો બૅન્ક એફડીથી ઘણું વધારે વળતર મળે.
શિવાની દાણી વખરે ચિત્રલેખાને કહે છેઃ ‘અમે લોકોને મોંઘવારીને નાથવાનાં સાધનોનો પરિચય કરાવીએ છીએ. ફુગાવાને મારીને સતત વધતા ખર્ચા કેવી રીતે કાઢવા એ શીખવીએ છીએ. ફાઈનાન્સિયલ માર્કેટ શું છે એ સમજાવીએ છીએ. આમ જુઓ તો આપણી શિક્ષણવ્યવસ્થામાં ફાઈનાન્સિયલ લિટરસીને સ્થાન જ મળતું નથી. તમે વિચાર કરો કે ભારતમાં યુવાનોની વસતિ વધુ છે. આપણી આ યુવાન પેઢી ત્રીસ વર્ષ પછી વૃદ્ધ થશે ત્યારે એમની સોશિયલ સિક્યોરિટીનું શું? આજે એમને નાણાકીય સાક્ષરતા નહીં આપીએ તો ૩૦ વર્ષ પછી બહુ જોખમી પરિસ્થિતિ પેદા થશે એટલે જ અમને સ્ટુડન્ટ સાથે વાત કરવાનું ગમે છે. નવી પેઢી નવી ચીજોને સહેલાઈથી સમજે છે, સ્વીકારે છે.'
Esta historia es de la edición August 07, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 07, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.