સાળંગપુરનો વિવાદ એની કિંગ ઑફ સાળંગપુર પ્રતિમા જેટલો જ મોટો થશે એવી કોઈને કલ્પના પણ નહોતી. ૨૦ ઓગસ્ટે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાઈરલ થયા પછી શરૂ થયેલો આ કલહ સનાતન ધર્મીઓ વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય સુધી પહોંચી ગયો. જો કે કષ્ટભંજન દેવની જ કૃપા ગણો કે સંકટમોચનની કરુણા, એક અઠવાડિયા સુધી ગાજતો રહેલો આ વિવાદ સરકારની મધ્યસ્થી અને રાજ્યના મુખ્ય મંત્રી સાથે સંતોની બેઠક બાદ શાંત પડ્યો છે. સમાધાનની ફૉર્મ્યુલા પ્રમાણે સાળંગપુર હનુમાનની વિશાળ પ્રતિમા નીચેનાં વિવાદાસ્પદ ભીંતચિત્રો થઈ પણ જશે, પરંતુ વિવાદની સાથે સાથે વીંછીના દાબડા પણ ખૂલી રહ્યા છે.
સંભવિત ઉકેલ માટે સંતો, અગ્રણીની એક સમિતિની રચના કરવામાં આવી છે અને એમના નિર્ણય અનુસારની કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. વિવાદ પૂરો થવાની દિશામાં છે, પરંતુ ખરેખર પૂરો થયો કે સરળતાથી પૂરો થઈ જશે એ કહેવું હજી વહેલું છે.
ઘટનાક્રમ પર નજર કરીએ તો, રામાનંદી નવનિર્માણ સેના–ટ્રસ્ટ અને જામનગર જિલ્લાપ્રમુખ અપ્પુરાજા રામાવત ૨૦ ઓગસ્ટે સપરિવાર સાળંગપુર મંદિરે ગયા હતા. આ દરમિયાન કિંગ ઑફ સાળંગપુર પ્રતિમા પાસે પોતાના પરિવાર સાથેની તસવીરો મોબાઈલમાં લીધી. એ વખતે હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે પ્લૅટફૉર્મ પર લગાવવામાં આવેલાં ભીંતચિત્રોને એમણે ધ્યાનથી જોયાં તો એમાં હનુમાનજી સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાનને પગે લાગતા હોય એવું દર્શાવાયું હતું. એમને આ ભીંતચિત્ર (મ્યુરલ) વાંધાજનક લાગ્યું એટલે અપ્પુરાજે આ વિશે વિગત જાણવા મંદિરમાં પૂછપરછ કરી, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો. સાળંગપુરથી પરત ફરતી વખતે અપ્પુરાજે ભીંતચિત્રોની તસવીરો સાથે પોસ્ટ લખીને સોશિયલ મિડિયામાં વહેતી કરી. આ પોસ્ટ અપલોડ થયાના બે-ત્રણ દિવસમાં જ આ મામલો ગરમ થઈ ગયો. એ પછી વિવાદની આગ એવી તો ફેલાઈ કે સનાતન ધર્મીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા સંતો સામસામા આવી ગયા.
Esta historia es de la edición September 18, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 18, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.