પારકી આફત ગળે ન બાંધી એમાં ખોટું શું છે?
Chitralekha Gujarati|November 13, 2023
ગાઝા પટ્ટી પરના ઈઝરાયલના પ્રતિ-આક્રમણ સામે ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ના ઠરાવને ટેકો ન આપી ભારતે કોઈ અપરાધ કર્યો નથી. કબૂલ કે આ હુમલામાં નિર્દોષ પ્રજાને ભાગે જ વધુ સહન કરવાનું આવશે, પણ ભારત પર પાકિસ્તાન નિરંતર આતંકી હુમલા કરતું હતું ત્યારે માનવતાની વાત કરનારા ક્યાં હતા? એ સમયે કયા દેશમાં ત્રાસવાદની વિરુદ્ધમાં લોકો રસ્તે ઊતર્યા હતા?
હીરેન મહેતા
પારકી આફત ગળે ન બાંધી એમાં ખોટું શું છે?

જગતના અડધા ઉપરાંતના દેશોની તમા રાખ્યા વગર ઈઝરાયલ એનું વેર વાળવા પેલેસ્ટિનના વર્ચસ હેઠળની ગાઝા પટ્ટીમાં લશ્કર ઘૂસેડી રહ્યું છે. અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ લોકોનાં મોતના વાવડ છે અને મરણનો આંકડો ક્યાં જઈને અટકશે એ વિશે કોઈ કહી શકે એમ નથી. સાત ઑક્ટોબરની સવારે ગાઝા પટ્ટી પરથી થયેલા હુમલામાં ૧૪૦૦ નાગરિકોના જાન ગુમાવ્યા પછી ઈઝરાયલ પોતાના પ્રતિકારમાં જરાય નરમાશ દેખાડે એવી અપેક્ષા રાખવી જ ખોટી છે. કોઈને લાફો મારનારે સામે તમાચો ખાવાની તૈયારી રાખવાની જ હોય.

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ની મહાસભાએ હમણાં માનવતાના નામે ગાઝા પટ્ટી વિસ્તારમાં ઈઝરાયલી સેનાની કારવાઈ રોકવાને લગતો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ ભલામણ કે સૂચનના રૂપમાં છે અને ઈઝરાયલ માટે બંધનકર્તા નથી. બંધનકર્તા હોત તો પણ ઈઝરાયલે એ ઠરાવનું પાલન કર્યું હોત એમ માની શકાય નહીં. ધારણા પ્રમાણે જ ઈઝરાયલ સાથે અમેરિકાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો તો અત્યારે અમેરિકા સામે ચોકો માંડી બેસેલા રશિયા અને ચીને લગભગ બધા જ મુસ્લિમ દેશો સાથે એ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું. દોઢ-પોણા બે વરસ અગાઉ આ જ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું અને એ બે વચ્ચેનું યુદ્ધ હજી ચાલે છે. હવે રશિયા ઈઝરાયલને શિખામણ આપવા નીકળ્યું છે અને ઈચ્છે છે કે  ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલ એનું સૈન્ય પાછું બોલાવી લે!

‘હમસ’નું નામ લીધા વગર ઈઝરાયલના માઝા પટ્ટી પરના આક્રમણને માનવતાના ધોરણે રોકવાનું પગલું વાજબી કહેવાય? ઈઝરાયલ લીધું વેણ છોડશે નહીં એટલે પેલેસ્ટિનની પ્રજાએ હજી વધુ ખુવારી માટે તૈયાર રહેવું પડશે.

Esta historia es de la edición November 13, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 13, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 minutos  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 minutos  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 minutos  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 minutos  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 minutos  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 minutos  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 minutos  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 minutos  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 minutos  |
November 18, 2024