![મામેરું મામેરું](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1699547762/articles/76CH9XPf81700191012987/1700193056228.jpg)
એમણે ફાંફાં તો ઘણાં મારી જોયાં, પણ સાત-સાત વરસનાં વહાણાં વાઈ ગયાં છતાં કોઈ લાયક પાત્ર ના મળ્યું એટલે મન વાળી દીધું હતું અને સિનિયર સિટિઝન ફોરમના સભ્યો સાથે તીર્થયાત્રાએ જતા થઈ ગયા હતા. કમાવાની આવડત નહોતી એવું તો કેવી રીતે કહી શકાય? પણ હવે કમાઈને કોના માટે મૂકી જવાનું હતું?
વયનિવૃત્ત થયા ત્યાર પછી કૉલેજકાળની ફિલ્મનું દુનિયા કી સૈર કર લોવાળું ગાયન બહુ ગણગણતા રહેતા, પણ સાથે કંપની આપે એવું જણ તો જોઈએ ને! એટલે એકલપંડે ઝૂરવા કરતાં તરુણવયના રાજુને બેઉ મરનારીઓની જણસ સમજી સાચવવો પડતો હતો એ હવે કોઠે પડી ગયું હતું. એની શરમ રાખ્યા વિના સાંજ પડતાંની સાથે બાટલી ખોલીને બેસી જતા અને પછી હોટેલમાંથી મગાવેલું ટિફિન બેઉ જણા અડધું અડધું વહેંચી લેતા. કોઈ દુખિયારી, રાંડેલી-છાંડેલી અભણ ગરીબડી બાઈ પણ મળી ગઈ હોત તો છાતી પર પથરો બની પથરાઈ ગયેલા ભાણેજ નીલેશના મા વગરના દીકરાને એ નજીકમાં ક્યાંક ભાડાની રૂમ શોધી આપત. પોતે પ્રાઈવેટ લાઈફની નવી અને કદાચ વધુ રોમેન્ટિક ઈનિંગ્સ રમવા લાગ્યા હોત... લાઈફ બિગિન્સ ઍટ સિક્સ્ટી એવી નવી ફૉર્મ્યુલા અમલમાં મૂકી એરાઉન્ડ ધ વર્લ્ડ ઊડાઊડ કરતા હોત એની સાથે... પણ હવે તો વેળા વહી ગઈ હતી. મરનારીને મર્યાને પણ સાત-સાત વરસનાં વહાણાં વાઈ ગયાં હતાં.
હવે તો મા વગર હિજરાતા એકના એક દીકરાને શહેરમાં ભણાવવા મૂકી ગયેલા ભાણેજ નીલેશ માટે કોઈ વિધવા, ત્યક્તા કે પરણવાની ઉંમર ચૂકી ગયેલી એની ઉંમરની બાઈ મળી જાય તો સહરાના રણ જેવા ઘરમાં વનરાવન મહેકી ઊઠે. એને અહીં જ બોલાવી લેવાય. ભલે કાયદેસર દત્તક વિધાન ન થઈ શકે, પણ એથી શો ફરક પડે? પોતે પરિવારના વડીલ થઈને મરનારીની અધૂરી રહી ગયેલી વાસના મુજબ અર્નિશ કિલ્લોલ કરતા માળામાં માળા ફેરવતાં ફેરવતાં નાનાં-મોટાં સૌને ઑર્ડર કરતા રહે, શિખામણ અને શાણપણના પાઠ ભણાવતા રહે. ફક્ત ઘરવાળીને જ નહીં, પણ અકાળે કાળનો કોળિયો બની ગયેલી કમનસીબ ભાણેજવહુના અધ્ધર લટકતા આત્માનેય ટાઢક વળે. એ તો એના લાડકવાયાને અભરામનદાવે મામીના ખોળામાં જ રમતો મૂકવાનાં સપનાં જોતી રહી હતીને મરવાની ક્ષણ સુધી!
Esta historia es de la edición November 20-27, 2023 - Diwali de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 20-27, 2023 - Diwali de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![ભાંગી મારી જન્મોજનમની ખામી ભાંગી મારી જન્મોજનમની ખામી](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/GdWaHDa9r1739796157301/1739796409908.jpg)
ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/4hsh5Ho4F1739796450419/1739796725280.jpg)
જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.