દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય, પણ મારા પતિએ કહ્યું કે તારી દીકરીનાં પગલાં સારાં નથી. એનો જન્મ થયો અને મારી બહેન ભારો વ વાંક તારી કુખે માટે. પતિના અમને કહ્યા વગર કોઈની સાથે લગ્ન કરીને ચાલી ગઈ. આ બધો જન્મ લેનાર દીકરીનો છે... અપશુકનિયાળ છે એ અમારા ઘર આ શબ્દો સાંભળી અમદાવાદમાં રહેતી વિશાખા મહેતા સ્તબ્ધ થઈ ગઈ.
વારંવાર પતિના તારી દીકરી તો અપશુકનિયાળ છે જેવા શબ્દો વિશાખાના કાનમાં ગુંજતા. એ વિચારતી કે મારી દીકરી... માત્ર મારી દીકરી..? એની કોઈ નહીં? પરિવારની પણ કોઈ નહીં? આવા તે કેવા લોકો જે પોતાના જ લોહીને જન્મની મિનિટોમાં પારકું કરી દે. એ પણ માત્ર એટલા માટે કે એ દીકરી છે?
એક દિવસ વિશાખા આવા વિચારમાં ખોવાયેલી હતી ત્યારે પતિદેવનું ફરમાન આવ્યું: જે આવી અશુભ દીકરીને જન્મ આપે એની સાથે મારે નથી રહેવું, આજથી તું અને હું છૂટાં..!
એક જ પળમાં વિશાખાનું જીવન બદલાઈ ગયું. હવે એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. નવજાત દીકરી ખોળામાં હતી. વિશાખા ડિપ્રેશનમાં સરી પડી. શું કરીશ? ક્યાં જઈશ? કેવી રીતે આ પહાડ જેવી સમસ્યાનું સમાધાન કરીશ? આ મૂંઝવણને ઉકેલવાની મથામણમાં એ વધુ ને વધુ માનસિક તણાવમાં આવી. એક વાર તો એવો પણ વિચાર આવ્યો કે દીકરીને લઈને આપઘાત કરે... પણ એ સમયે એને સાથ મળ્યો એવી મહિલાનો જેણે વિશાખાને વિશ્વાસ અપાવ્યો કે એ ધારે તો ઘણું કરી શકે છે.
વિશાખા આયુર્વેદિક હેરઑઈલ બનાવવામાં માસ્ટર હતી. એની એ કળાએ એને પગભર બનાવી. આજે એની દીકરી એન્જિનિયર બનીને સારા હોદ્દા પર કામ કરે છે. વિશાખાનો બિઝનેસ પણ હવે તો બહુ ફેલાયો છે. જો એ સમયે વિશાખાને સાચી રાહ ચીંધનારું, એના હુન્નરને પારખીને એને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવનારું કોઈ ન હોત તો કદાચ આજે વિશાખા અને એની દીકરી જીવતાં ન હોત. વિશાખા જેવી હજારો મહિલાઓને પગભર બનાવી, એમના હુન્નરને દેશ-વિદેશમાં ઓળખ અપાવનારાં છે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘનાં સ્થાપક અમદાવાદનાં હેતલ અમીન...
Esta historia es de la edición January 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...